ઇતિહાસ – ભારત
આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો
આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો : પ્રજા-જાતિ (શાસક) (પ્રદેશ) (સમય ઈ. સ. પૂર્વે) આદિ ઇરાની સાયરસ બલૂચિસ્તાન થઈ 558-530 કાબુલ-ગાંધાર-સિંધ 518 ગ્રીક (યવનો ઍલેક્ઝાન્ડર સિંધુથી બિયાસ(વિપાસા) 327 સેલ્યુકસ સિંધુ પટ 305 (બૅક્ટ્રિયન) ડિમેટ્રિયસ(દિમિત્ર) (શાકલ-શિયાલકોટથી 190-165 મિનેન્ડર (મિલિન્દ) અયોધ્યા સુધી) 115-90 સિથિયન (શકો) રાજ્યપાલો બૅક્ટ્રિયાથી ઈરાન થઈ 80 ભારતમાંના ગ્રીકશાસનો પર ચડાઈ…
વધુ વાંચો >આદિજાતિ
આદિજાતિ : પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ માનવસંસ્કૃતિના પ્રારંભિક સ્તરે જીવન વિતાવતો જનસમૂહ. આદિજાતિ માટે અંગ્રેજીમાં ‘ઍબોરિજિનલ’ (મૂળ વતનીઓ), ‘ઇંડિજીનસ પીપલ’, ‘ઓટોથોન’, ‘ફૉરેસ્ટ ડ્વેલર્સ’, ‘સૅવેજિઝ’ કે ‘પ્રિમિટિવ’ (આદિમ), ‘ઍનિમિસ્ટ (ગૂઢ આત્મવાદીઓ) જેવા શબ્દો વપરાય છે. ભારતમાં આદિજાતિ માટે સામાન્યત: આદિવાસી (tribal) શબ્દ પ્રચલિત છે. જંગલોમાં રહેતા હોય તેમને માટે…
વધુ વાંચો >આદિત્યસેન
આદિત્યસેન : મગધના ઉત્તરકાલીન ગુપ્તોમાં 672માં થયેલો સંભવત: છેલ્લો ગુપ્ત રાજા. તેણે પોતાની પુત્રી મૌખરી ભોગવર્મા વેરે અને દૌહિત્રીને નેપાળના રાજા શિવદેવ વેરે પરણાવેલી. તે પોતાને ‘મહારાજાધિરાજ’ કહેવડાવતો. દેવગઢ(સંતાલ પરગણા)ના એક મંદિર-લેખમાં તેણે ચોળદેશ જીત્યાનો અને ત્રણ અશ્વમેધ યજ્ઞો કર્યાનો ઉલ્લેખ છે. તેની રાણી કોણદેવીએ અનેક પુણ્યકાર્યો કર્યાં હતાં. પ્રવીણચંદ્ર…
વધુ વાંચો >આદિમ જૂથો
આદિમ જૂથો : આદિમ એટલે આરંભ, ઉદભવ અથવા સંસ્કૃતિનો ઉષ:કાળનો સમય. આદિમ એટલે પ્રથમ અથવા પ્રાથમિક એવો શબ્દાર્થ થાય છે. અંગ્રેજી ભાષામાં આદિમ માટે ‘primitive’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ લૅટિન ભાષાના ‘primitivus’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પ્રાચીન કે પહેલાંનું એવો થાય છે. વેબ્સ્ટરના શબ્દકોશ પ્રમાણે…
વધુ વાંચો >આભીર (પ્રજા)
આભીર (પ્રજા) : પ્રાચીન ભારતની એક ગોપાલક જાતિ. આજના આહીરો તે પૂર્વેના આભીરો જ હતા એવો એક મત છે; પતંજલિ ઋષિ એમના મહાભાષ્યમાં તેમનો જાતિ તરીકે ઉલ્લેખ કરે છે. મહાભારતના અશ્વમેધિક પર્વમાં એવો ઉલ્લેખ આવે છે કે પોતાના ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા માટે તેમનો શૂદ્ર જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો. શલ્યપર્વમાં…
વધુ વાંચો >આમ
આમ : જૈન પ્રબંધોમાં નિર્દિષ્ટ એક રાજા. તે કયો એ બાબતમાં મતભેદ છે. કેટલાક તેને કનોજનો પ્રતીહાર રાજા નાગભટ્ટ પહેલો માને છે, જ્યારે અન્ય વિદ્વાનો તેને એ વંશનો વત્સરાજ માને છે. આઠમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આ રાજાએ, જૈન અનુશ્રુતિ મુજબ, કનોજમાં 100 હાથ ઊંચું મંદિર બંધાવેલું ને એમાં મહાવીરસ્વામીની સોનાની…
વધુ વાંચો >આમ્રપાલી
આમ્રપાલી (ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) : વૈશાલી નગરીની પ્રસિદ્ધ નર્તકી. ઉદ્યાનમાં આમ્રવૃક્ષ નીચેથી તે મળી આવી હતી. તેને ઉદ્યાનના માળીએ ઉછેરી હતી. તેના યૌવનની પૂર્ણકળાએ તેના સૌન્દર્યને પામવા લિચ્છવી રાજપુત્રો અંદરોઅંદર લડવા લાગ્યા; પરંતુ વૈશાલીમાં કાયદો હતો કે સૌન્દર્યવતી યુવતીએ નગરવધૂ બનવું અને અપરિણીત રહેવું. પરિણામે આમ્રપાલી લોકરંજન માટે…
વધુ વાંચો >