ઇતિહાસ – ભારત

પાંડવોનો દિગ્વિજય

પાંડવોનો દિગ્વિજય : પાંડવોએ રાજસૂય યજ્ઞ પહેલાં કરેલા વિજયો. ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય કરતા પાંડવો માટે મયદાનવે અદ્ભુત સભાગૃહ બાંધ્યું. પછી પાંડવોને દિગ્વિજય કરી રાજસૂય યજ્ઞ કરવાની ઇચ્છા થઈ. એ પહેલાં શ્રીકૃષ્ણની સલાહ મુજબ પ્રબલ પ્રતિસ્પર્ધી જરાસંધનો વધ કરવામાં આવ્યો. પછી વડીલ બંધુ યુધિષ્ઠિરને સમ્રાટપદ અપાવવા ચાર ભાઈઓ ચાર દિશાઓ પર વિજય…

વધુ વાંચો >

પાંડ્ય રાજ્ય

પાંડ્ય રાજ્ય : દક્ષિણ ભારતના પૂર્વ કાંઠા પરનું પ્રાચીન રાજ્ય. પાંડ્યોએ દક્ષિણ ભારતના પૂર્વ કાંઠા પર રાજ્ય કર્યું. પાંડ્ય દેશમાં મદુરા, રમ્નાદ, અને તિનેવેલી જિલ્લાનો સમાવેશ થતો હતો. એની રાજધાની મદુરા હતી, જે વેપારનું મથક હતું. તે પછી કાયલ નગર વેપારનું કેન્દ્ર બન્યું. પાંડ્ય રાજ્ય પ્રાચીન હતું. કાત્યાયને (ઈ. સ.…

વધુ વાંચો >

પિલ્લાઈ ડૉ. ચંપકરામન

પિલ્લાઈ, ડૉ. ચંપકરામન (જ. 15 સપ્ટેમ્બર 1891, તિરુવનન્તપુરમ્, કેરળ; અ. 26 મે 1934, બર્લિન, જર્મની) : જર્મનીમાં વસેલ ભારતીય ક્રાંતિકારી. ચંપકરામનનો જન્મ સારી સ્થિતિના તમિળ હિંદુ કુટુંબમાં થયો હતો. પિતા ચિન્નાસ્વામી ત્રાવણકોર રાજ્યમાં પોલીસ અધિકારી હતા. ત્યાંની મહારાજા હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન 1905ની બંગભંગની ચળવળમાં ભાગ લેવાથી ચંપકરામનની ધરપકડ થઈ અને…

વધુ વાંચો >

પિંગળે વિષ્ણુ ગણેશ

પિંગળે, વિષ્ણુ ગણેશ (જ. જાન્યુઆરી 1888, તાલેગાંવ ઢમઢેરે, જિ. પુણે, મહારાષ્ટ્ર; અ. 16 નવેમ્બર 1915, લાહોર) : ભારતીય ક્રાંતિકારી. વિષ્ણુ પિંગળેનો જન્મ મધ્યમવર્ગના ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ તાલેગાંવમાં અને માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધું હતું. પ્રોફેસર વિજાપુરકરના સમર્થ વિદ્યાલયમાં જોડાવાથી પિંગળે રાષ્ટ્રવાદી બન્યા. ત્યારબાદ પુણે અને કોલ્હાપુરમાં…

વધુ વાંચો >

પીંઢારા

પીંઢારા : સત્તરમી સદીમાં મધ્ય ભારતમાં લૂંટ અને હત્યા કરી ત્રાસ ગુજારનાર લોકો. તેઓ મરાઠા લશ્કરના શૂરવીર અને વફાદાર સહાયકો હતા. તેમનામાં ધાર્મિક કે રાષ્ટ્રીય લાગણીનો અભાવ હતો. તેઓ બધા ઘોડેસવાર હતા, પરંતુ તેઓ મેદાનમાં લડાઈ કરતા નહિ. 1814માં આશરે 30,000 પીંઢારા ઘોડેસવારો હતા. તેમનો મુખ્ય  હેતુ લૂંટ કરવાનો હતો.…

વધુ વાંચો >

પુણ્ડ્રવર્ધન

પુણ્ડ્રવર્ધન : ઉત્તર બંગાળના એક દેશ અને રાજધાનીનું નામ છે. તેને ‘પૌણ્ડ્રવર્ધન’ પણ કહે છે. યુ. આન સ્વાંગે સાતમી સદીમાં આ દેશની મુલાકાત લીધી હતી. તે નોંધે છે કે મૌર્ય સમ્રાટ અશોકે ત્યાં સ્તૂપ બંધાવ્યો હતો. આ દેશ 2000 કિમી.નું ક્ષેત્રફળ ધરાવતો હતો. તેની રાજધાની 15 કિમી.ના વિસ્તારમાં પથરાયેલી હતી.…

વધુ વાંચો >

પુરુ (પોરસ)

પુરુ (પોરસ) (ઈ. પૂ. ચોથી સદી) : પંજાબનો શૂરવીર રાજા. તેની સત્તા હેઠળ જેલમ અને રાવિ નદી વચ્ચેના પ્રદેશો હતા. તેણે વિજયો મેળવીને પૂર્વમાં રાવિ નદીની આગળ તથા પશ્ચિમે તક્ષશિલાની સરહદ સુધી પોતાના પ્રદેશો વિસ્તાર્યા હતા; તેથી તક્ષશિલાનો રાજા આંભી પોરસની ઈર્ષા કરતો હતો અને દુશ્મનાવટ રાખીને વિદેશી આક્રમકને હુમલો…

વધુ વાંચો >

પુરુગુપ્ત

પુરુગુપ્ત (ઈ. સ.ની પાંચમી સદી) : ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પ્રથમ (મહેન્દ્રાદિત્ય) અને મહાદેવી અનન્તદેવીનો પુત્ર; પરંતુ કુમારગુપ્તનો ઉત્તરાધિકાર એના બીજા પુત્ર સ્ક્ધદગુપ્તને મળતાં તેને રાજપદવી 12 વર્ષ મોડી મળી લાગે છે. સ્કંદગુપ્તનું અવસાન ઈ. સ. 467ના અરસામાં થયા પછી પુરુગુપ્ત બે-એક વર્ષના ટૂંકા ગાળામાં સત્તારૂઢ રહ્યો હોવાનું જણાય છે. પ્રકાશાદિત્યના…

વધુ વાંચો >

પુલકેશી (અવનિજનાશ્રય)

પુલકેશી (અવનિજનાશ્રય) : નવસારીના ચાલુક્ય વંશનો રાજા. તે ધરાશ્રય-જયસિંહ પછી ઈ. સ. 700ના અરસામાં સત્તા પર આવેલો જણાય છે. એનું કલચુરી સંવત 490(ઈ. સ. 740)નું દાનપત્ર મળ્યું છે. તે પરથી એણે લાંબું રાજ્ય ભોગવ્યું હોવાનું જણાય છે. દાનપત્રમાં ‘પરમ માહેશ્વર’ અને ‘પરમ-ભટ્ટારક’ ગણાતા આ રાજાએ દક્ષિણી બ્રાહ્મણને કાર્મણેય આહાર વિષયમાં…

વધુ વાંચો >

પુલકેશી-1

પુલકેશી-1 : ચાલુક્ય વંશનો પ્રથમ સ્વતંત્ર રાજા. વાતાપી કે બાદામી(જિ. બિજાપુર)ના ચાલુક્ય વંશમાં ઈસુની છઠ્ઠી સદીના આરંભમાં જયસિંહ વલ્લભ નામનો રાજા થયો. એણે રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણના પુત્ર ઇન્દ્રને હરાવી બાદામી ઉપર પોતાની સર્વોપરીતા સ્થાપી. એના પછી એનો પુત્ર રણરાગ એ પ્રદેશનો રાજા બન્યો. રણરાગનો પુત્ર પુલકેશી-1 ઘણો પરાક્રમી હતો.…

વધુ વાંચો >