ઇતિહાસ – ભારત

નંદકુમાર મહારાજા

નંદકુમાર, મહારાજા (આશરે અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : બંગાળના નવાબ મીરજાફરનો દીવાન. બંગાળનો પ્રતિષ્ઠિત અને વગદાર બ્રાહ્મણ. સમાજના ઉચ્ચ ગણાતા લોકોનો સંપર્ક તે ધરાવતો હતો. બંગાળમાંથી મુસલમાનોના અમલનો નાશ કરવા તે ઉત્સુક હતો. બંગાળમાં સિરાજુદ્દૌલાના સમયથી થયેલા બધા રાજ્યપલટામાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બંગાળના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝે (1772-1785) મીરકાસિમને…

વધુ વાંચો >

નંદવંશ

નંદવંશ : ઈ. સ. પૂ.ની ચોથી સદીમાં ઉત્તર ભારતના મૌર્યવંશ પૂર્વેનો રાજવંશ. પુરાણો પ્રમાણે નંદવંશનો સ્થાપક મહાપદ્મનંદ હતો. આ વંશના નવ રાજાઓ થઈ ગયા. તેઓમાં છેલ્લો રાજા ધનનંદ હતો. તેણે ઈ. સ. પૂ. 364થી ઈ. સ. પૂ. 324 સુધી રાજ્ય કર્યું હતું. ગ્રીક ઇતિહાસકાર કર્ટિયસના જણાવ્યા પ્રમાણે મહાપદ્મનંદ વાળંદ (નાપિક)…

વધુ વાંચો >

નંદા, ગુલઝારીલાલ

નંદા, ગુલઝારીલાલ (જ. 4 જુલાઈ 1898, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 15 જાન્યુઆરી 1998, અમદાવાદ) : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની તથા અગ્રણી મજૂર નેતા. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતા ઈશ્વરદેવી. તેમનાં લગ્ન લક્ષ્મીદેવી સાથે થયાં હતાં. તેમણે લાહોર, આગ્રા અને અલ્લાહાબાદમાં અભ્યાસ કરી, અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ એલએલ.બી. થયા.…

વધુ વાંચો >

નાગદાસક

નાગદાસક : ઈ. સ. પૂ. પાંચમી સદીમાં મગધનો રાજા. મગધના રાજા ઉદયભદ્ર-ઉદયનને ત્રણ પુત્રો  અનિરુદ્ધ, મુંડ અને નાગદાસક હતા. ત્રણ ભાઈઓમાં નાગદાસક પ્રસિદ્ધ હોવાનું જણાય છે. પુરાણોમાં એને ‘દર્શક’ તરીકે ઓળખાવેલ છે. નાગદાસકના સમયમાં પારિવારિક ઝઘડા વધવા લાગ્યા. ષડ્યંત્ર અને હત્યાઓ થવા લાગી. રાજવંશ દુર્બળ થયો. શાસનવ્યવસ્થા ઢીલી પડવા લાગી.…

વધુ વાંચો >

નાગનિકા

નાગનિકા : સાતવાહન વંશના પ્રતાપી રાજા શાતકર્ણિની રાણી. પુણે જિલ્લામાં આવેલ નાનાઘાટમાં આ રાજા-રાણીના દેહની પ્રતિકૃતિઓ કંડારવામાં આવેલી. તે હાલ સદંતર લુપ્ત થઈ ગઈ છે. તે પ્રતિકૃતિઓનાં મસ્તક ઉપર ‘દેવી નાગનિકા’ અને ‘રાજા શ્રીશાતકર્ણિ’નાં નામ કંડારેલાં છે. નાનાઘાટની ગુફાની દીવાલો ઉપર પ્રાકૃત ભાષામાં લખેલો એક લાંબો લેખ કોતરેલો છે. એમાં…

વધુ વાંચો >

નાગપુર

નાગપુર : મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. તે પૂર્વ વિદર્ભના શાસકીય વિભાગમાં 20° 35´ થી 21° 44´ ઉ. અ અને 78° 15´ થી 79° 40´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 150 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 130 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

નાગભટ 1લો (આઠમી સદી)

નાગભટ 1લો (આઠમી સદી) : આઠમી સદીમાં સિંધમાં આરબોનું આક્રમણ ખાળી તેમને હરાવનાર પ્રતિહારવંશી પ્રથમ રાજવી. નાગભટ પહેલાના પૂર્વજો પૂર્વ રાજસ્થાન અને માળવાના શાસકો હતા અને જોધપુરના પ્રતિહારોનું તેમણે સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. નાગભટ્ટ 730 આસપાસ ગાદીએ બેઠો હતો. તેણે જુનૈદ કે તેના અનુગામી તમીનના આક્રમણને ખાળીને પશ્ચિમ ભારતને આરબોના ત્રાસથી…

વધુ વાંચો >

નાગભટ 2જો (નવમી સદી)

નાગભટ 2જો (નવમી સદી) : નાગભટ બીજો નાગભટ પહેલાના પૌત્ર વત્સરાજનો પુત્ર હતો. નાગભટ બીજાએ પાલવંશના ધર્મપાલના આશ્રિત ચક્રાયુધને હરાવ્યો હતો અને તેણે તેની રાજધાની ઉજ્જયિનીથી કનોજ ખસેડી હતી. આથી પાલ રાજા ધર્મપાલ અને નાગભટ બીજા વચ્ચે સર્વોપરીતા માટે મોંઘીર (બિહાર) નજીક યુદ્ધ થયું હતું અને તેમાં વંગ કે બંગાળના…

વધુ વાંચો >

નાગર, ઈશ્વરદાસ

નાગર, ઈશ્વરદાસ (સત્તરમી સદી) : ઔરંગઝેબના જોધપુર પરગણાના મુલકી અધિકારી અને સમકાલીન ઇતિહાસકાર. તે વડનગરા નાગર જ્ઞાતિના પાટણના વતની હતા. મારવાડના તારણહાર દુર્ગાદાસના તેઓ મિત્ર હતા. ગુજરાતના સૂબા શુજાઅતખાનની સૂચનાથી ઈશ્વરદાસે દુર્ગાદાસ અને ઔરંગઝેબ વચ્ચે સમાધાન કરાવવા વિષ્ટિકાર તરીકે કામ કર્યું હતું. ઈશ્વરદાસે ‘ફુતૂહાત-ઇ-આલમગીરી’ નામનો ઈ. સ. 1657થી 1698ના ગાળાને…

વધુ વાંચો >

નાગરાજ્યો

નાગરાજ્યો : ભારતમાંનાં નાગવંશના રાજાનાં રાજ્યો. નાગ લોકો ભારતના વિભિન્ન પ્રદેશોમાં ફેલાયેલા હતા એની પુષ્ટિ સાહિત્યિક, આભિલેખિક અને સિક્કાશાસ્ત્રનાં પ્રમાણોથી થાય છે. પુરાણો અનુસાર વિદિશા, કાંતિપુરી, મથુરા અને પદ્માવતી નાગોની શક્તિનાં કેન્દ્રો હતાં. વિદિશાના નાગવંશી શાસકોમાં શીશ, ભોગિન અને સદાચંદ્ર ચંદ્રાંશ જેવા રાજાઓ થયા હતા. અભિલેખોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર…

વધુ વાંચો >