ઇતિહાસ – ભારત

ધરાસણા સત્યાગ્રહ

ધરાસણા સત્યાગ્રહ : ભારતમાં દાંડીકૂચ પછી સવિનય કાનૂનભંગની મહત્વની રાષ્ટ્રીય ઘટના. 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર દેશમાં લડત ચાલુ થઈ. ત્યારબાદ ગાંધીજીએ ધરાસણા(જિ. વલસાડ)ના મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે વાઇસરૉયને તેની જાણ…

વધુ વાંચો >

ધર્મપાલ

ધર્મપાલ (ઈ. સ. 770 થી 810) : ઈ. સ 765 પહેલાં બંગાળમાં ચાલતી રાજકીય અંધાધૂંધીમાંથી બંગાળમાં વ્યવસ્થિત રાજ્ય સ્થાપનાર પાલવંશના રાજા ગોપાલ પુત્ર. ધર્મપાલે ભારતનું ચક્રવર્તી પદ મેળવવા માટે કર્ણાટક, અવંતિ, ગુર્જર વચ્ચે ચાલતી સ્પર્ધામાં ઝંપલાવ્યું. ગંગા-યમુનાનો પ્રદેશ જીતવા ગયેલા ધર્મપાલને ધ્રુવ-ધારાવર્ષે હરાવ્યો ખરો, પરંતુ દખ્ખણમાં પુન:શાંતિ સ્થાપવા ગયેલા રાજાની…

વધુ વાંચો >

ધર્મારણ્ય-માહાત્મ્ય

ધર્મારણ્ય-માહાત્મ્ય : ‘ધર્મારણ્ય-માહાત્મ્ય’ એ સ્કન્દપુરાણના ત્રીજા ખંડ ‘બ્રાહ્મખંડ’નો બીજો પેટાખંડ છે. સ્કન્દપુરાણમાં જેમ ‘હાટકેશ્વરક્ષેત્ર-માહાત્મ્ય’ એ નાગર જ્ઞાતિનું ને ‘શ્રીમાલ-માહાત્મ્ય’ એ શ્રીમાળી જ્ઞાતિનું પુરાણ છે તેમ આ ‘ધર્મારણ્યખંડ’ એ મોઢ જ્ઞાતિનું પુરાણ છે. ધર્મારણ્ય ખંડમાં મોહેરક(મોઢેરા)ની આસપાસ આવેલા ધર્મારણ્યપ્રદેશનું માહાત્મ્ય આપવામાં આવ્યું છે ને મોહેરક એ મોઢ બ્રાહ્મણોનું તેમજ મોઢ વાણિયાઓનું…

વધુ વાંચો >

ધારવાડ

ધારવાડ : દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને મુખ્ય શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 4,260 ચોકિમી. જેટલો છે અને કુલ વસ્તી 18,46,993 (2011) છે. શહેરની વસ્તી આશરે 8 લાખ (2022) જેટલી છે. જિલ્લામાં ધારવાડ ઉપરાંત ગડગ, સાવનૂર તથા હંગલ એ ત્રણ મુખ્ય શહેરો છે. ગડગ ઔદ્યોગિક કેન્દ્ર…

વધુ વાંચો >

ધોલપુર

ધોલપુર : રાજસ્થાનની પૂર્વ સરહદ પર આવેલો જિલ્લો અને જિલ્લાનું મુખ્ય શહેર. શહેરનું સ્થાન : 26° 42´ ઉ. અ. અને 77° 54´ પૂ. રે. 1982 સુધી આ જિલ્લો રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો એક ભાગ હતો. 1982માં તેનો અલગ જિલ્લો બનાવવામાં આવેલો છે. ભારતીય સંઘમાં સર્વપ્રથમ જોડાવાનું માન આ પ્રદેશને ફાળે જાય…

વધુ વાંચો >

ધોલેરા સત્યાગ્રહ

ધોલેરા સત્યાગ્રહ : મીઠાના કાયદાભંગ માટેનો અહિંસક સત્યાગ્રહ. ગાંધીજીએ દાંડીકૂચ કરીને 6 એપ્રિલ, 1930ના રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થઈ. સૌરાષ્ટ્રના દેશભક્તો આ લડત ઉપાડી લેવા ઉત્સુક હોવાથી અમૃતલાલ શેઠે ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની મંજૂરી મેળવી. અમદાવાદ…

વધુ વાંચો >

ધ્રુવ

ધ્રુવ (સને 780 થી 793) : દક્ષિણ ભારતનો પરાક્રમી રાષ્ટ્રકૂટ રાજવી. રાષ્ટ્રકૂટો પ્રથમ દખ્ખણના ચાલુક્ય શાસકોના સામંતો હતા; પરંતુ દંતિદુર્ગે અંતિમ ચાલુક્ય રાજા કીર્તિવર્મનને હરાવીને દખ્ખણમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાની સ્થાપના કરી (સને 753). તેણે માન્યખેટ કે નાસિકને પોતાની રાજધાની બનાવી. તેના અવસાન (સને 758) બાદ તેનો કાકો કૃષ્ણ પહેલો શાસક…

વધુ વાંચો >

ધ્રુવદેવી

ધ્રુવદેવી : ધ્રુવદેવી ઉર્ફે ધ્રુવસ્વામિનીદેવી ગુપ્તસમ્રાટ ચંદ્રગુપ્ત બીજા(વિક્રમાદિત્ય : 381 થી 412)ની મહારાજ્ઞી હતી. વિશાખદત્ત-કૃત ‘દેવીચંદ્રગુપ્તમ્’ નાટકના ત્રુટિત અંશમાંથી તેમજ બીજાં કેટલાંક સાધનોમાંથી તેની વિગત મળે છે. તે પરથી જણાય છે કે પ્રથમ એ ગુપ્તસમ્રાટ રામગુપ્ત(ઈ. સ. 380 થી 81)ની રાણી હતી. રામગુપ્ત પર શક રાજાનું આક્રમણ થતાં તેનો સામનો…

વધુ વાંચો >

નડૂલના ચાહમાનો

નડૂલના ચાહમાનો : શાકંભરીના ચાહમાન (ચૌહાણ) રાજવંશ-માંથી ઊતરી આવેલા નડૂલની શાખાના રાજાઓ. નડૂલ નાડોલ તરીકે પણ ઓળખાય છે. તે દક્ષિણ રાજસ્થાનના શિરોહી જિલ્લામાં જોધપુરથી દક્ષિણે આવેલું છે. આ રાજ્યની આસપાસ મારવાડના ભિન્નમાલ, આબુ, શિરોહી, જાલોર અને મંડોર આવેલાં છે. આ વંશનો પૂર્વજ લક્ષ્મણ શાકંભરીના વાક્પતિરાજનો પુત્ર અને સિંહરાજનો નાનો ભાઈ…

વધુ વાંચો >

નદવી, અબુઝફર અબુહબીબ

નદવી, અબુઝફર અબુહબીબ (જ. 1889, દસના, બિહાર; અ. 28 મે. 1958, દસના) : ઇતિહાસકાર અને અરબી, ફારસીના વિદ્વાન. તેમણે માધ્યમિક શિક્ષણ વતન દસનામાં તથા ઉચ્ચ શિક્ષણ લખનૌની કૉલેજમાં મેળવીને ‘નદવી’ની પદવી પ્રાપ્ત કરી. તે ધર્મે સુન્ની મુસ્લિમ હતા. તેમણે ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તથા રવીન્દ્રનાથ ટાગોર પ્રસ્થાપિત શાંતિનિકેતનમાં અરબી-ફારસીના અધ્યાપક…

વધુ વાંચો >