ઇતિહાસ – ભારત
તૈયબજી, બદરુદ્દીન
તૈયબજી, બદરુદ્દીન (જ. 10 ઑક્ટોબર 1844, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1906, લંડન) : હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનામાં મહત્વનો ભાગ લેનાર રાષ્ટ્રવાદી નેતા, કુશળ ધારાશાસ્ત્રી, નીડર ન્યાયાધીશ અને સમાજસુધારક. મુંબઈમાં રૂઢિચુસ્ત સુલેમાની મુસ્લિમ કુટુંબમાં જન્મેલા બદરુદ્દીન તૈયબજીના પિતા ભાઈમિયાં જૂના ખંભાતમાં વસેલા આરબ કુટુંબના નબીરા હતા. ભાઈમિયાં(તૈયબઅલી)એ મુંબઈમાં તૈયબજી ઍન્ડુ કું.…
વધુ વાંચો >તોણ્ડમંડળ
તોણ્ડમંડળ : મદુરૈની ઉત્તરે (અને હાલના ચેન્નાઈની દક્ષિણે) કાંજીવરમ્(અર્થાત્, પ્રાચીન કાંચીપુર)ની આસપાસ આવેલો પ્રદેશ. ત્રીજી સદીમાં ત્યાં સાતવાહન સત્તાનો હ્રાસ થતાં પલ્લવોએ પોતાની રાજસત્તા સ્થાપી. ‘તોણ્ડ’નો સંસ્કૃત પર્યાય ‘પલ્લવ’ છે. આથી તોણ્ડમંડળ એટલે પલ્લવ-મંડલ. પલ્લવ રાજાઓએ આ પ્રદેશમાં પ્રાકૃત-સંસ્કૃત ભાષા અને આર્યાવર્તની સંસ્કૃતિ પ્રચલિત કરી. તેમના અભિલેખ શરૂઆતમાં પ્રાકૃતમાં અને…
વધુ વાંચો >તોમર રાજ્ય
તોમર રાજ્ય : તોમર નામની રાજપૂત જાતિનું રાજ્ય. ભારતની છત્રીસ રાજપૂત જાતિઓમાંની એક તે તોમર. તોમરો હરિયાણા પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા. તેમની રાજધાની ઢિલ્લિકા (દિલ્હી) હતી. અનુશ્રુતિ પ્રમાણે તુઅરો કે તોમરોએ દિલ્હીની સ્થાપના ઈ. સ. 736માં કરી હતી. તેમનો સૌપ્રથમ ઉલ્લેખ પેહોવા (પ્રાચીન પૃથૂદક) પંજાબના કર્નાલ જિલ્લામાં પ્રતિહાર મહેન્દ્રપાલ…
વધુ વાંચો >તોરમાણ
તોરમાણ : હૂણ લોકોનો સરદાર અને રાજવી. ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો હ્રાસ થતાં, હૂણોએ તોરમાણ નામે રાજાના નેતૃત્વ નીચે ભારત પર આક્રમણ કરી છેક મધ્યપ્રદેશ સુધી વિજયકૂચ કરી, ને ત્યાં પોતાની સત્તા જમાવી. તોરમાણની સત્તા આ પ્રદેશમાં ઈ. સ. 510ના અરસામાં સ્થપાઈ હોવાનું એરણ(જિ. સાગર)માંના અભિલેખો પરથી માલૂમ પડે છે. એની…
વધુ વાંચો >ત્યાગી, મહાવીર
ત્યાગી, મહાવીર (જ. 31 ડિસેમ્બર 1899, ધબરસી, ઉ. પ્ર.; અ. 22 જાન્યુઆરી 1980, ન્યૂ દિલ્હી) : ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર. પિતાનું નામ શિવનાથસિંહ તથા માતાનું નામ જાનકીદેવી. ખેતીવાડી તેમનો વ્યવસાય હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ મેરઠની હાઈસ્કૂલમાં. ભારતીય લશ્કરમાં જોડાઈને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન…
વધુ વાંચો >ત્રસદસ્યુ
ત્રસદસ્યુ : દસ્યુઓ જેનાથી ત્રાસ પામતા હતા તેવો રાજા. ઋગ્વેદ 4/42 સૂક્તનો તે દ્રષ્ટા ઋષિ છે. તાંડ્ય બ્રાહ્મણ, મહાભારત, હરિવંશ અને વરાહપુરાણમાં તેનો નિર્દેશ થયો છે. વેદકાળ અને પુરાણકાળનો તે રાજા અને ઋષિ છે. વેદ મુજબ પુરુ વંશના પુરુકુત્સનો તે પુત્ર હતો. તેના જન્મ સમયે તેનો પિતા મુશ્કેલીમાં હતો. તૃત્સુઓ…
વધુ વાંચો >ત્રિકલિંગ
ત્રિકલિંગ : ભારતના એક પ્રદેશનું નામ. કોશલ, કલિંગ અને ઉત્કલનાં રાજ્યો સંયુક્ત રીતે ત્રિકલિંગ તરીકે ઓળખાતાં હતાં કે કલિંગ અને દક્ષિણ કોશલ વચ્ચેનો પ્રદેશ ત્રિકલિંગ તરીકે ઓળખાતો હતો એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. આ પ્રદેશમાં કાળેશ્વર, શ્રીશૈલ અને ભીમેશ્વરનાં પ્રસિદ્ધ ત્રણ લિંગો આવેલાં હોવાથી એ પ્રદેશ ‘ત્રિલિંગ’ તરીકે ઓળખાતો…
વધુ વાંચો >ત્રિકૂટ
ત્રિકૂટ : ભારતનો એક પ્રાચીન પર્વત. આ નામનો પર્વત ઉત્તર કોંકણમાં આવેલો છે. એક મંતવ્ય પ્રમાણે તે નાશિક પાસે પણ હોવાનું જણાવાયું છે. આ પર્વતના નામથી ત્રૈકૂટક વંશ અને ત્રૈકૂટક સંવત ઓળખાય છે. ત્રૈકૂટક રાજાઓના સિક્કા ઉપર આ પર્વતનું પ્રતીક છે. ‘કૂટ’ શબ્દનો અર્થ અગ્રભાગ કે પર્વતની ટોચ થાય છે.…
વધુ વાંચો >ત્રિચુર
ત્રિચુર (ત્રિશુર) : ભારતના કેરળ રાજ્યના 14 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : તે 10 52´ ઉ. અ. અને 76 21´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે પલક્કડ (Palakkad) અને મલ્લાપ્પુરમ્, દક્ષિણે અર્નાકુલમ્ અને ઈડુક્કી, પૂર્વે કોઈમ્બતુર જ્યારે પશ્ચિમે અરબસાગર અને પશ્ચિમ…
વધુ વાંચો >ત્રિપાઠી, આર. એસ.
ત્રિપાઠી, આર. એસ. (જ. 1904, રાયબરેલી) : પ્રાચીન ભારતીય ઇતિહાસના સંશોધક તથા વિદ્વાન. એમનું પૂરું નામ ત્રિપાઠી રમાશંકર હતું. એમણે એમ.એ.ની ડિગ્રી લખનૌ યુનિવર્સિટીમાંથી અને પીએચ.ડીની ડિગ્રી લંડન યુનિવર્સિટીમાંથી મેળવી હતી. એમણે લંડનની સ્કૂલ ઑવ્ ઓરિએન્ટલ સ્ટડીઝમાં યુ.પી. સરકારના સ્કૉલર તરીકે કામ કર્યું હતું. એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રાચીન…
વધુ વાંચો >