ઇતિહાસ – ભારત
ઝફરુલ્લાખાન, મહંમદ
ઝફરુલ્લાખાન, મહંમદ (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ; અ. 1986, કરાંચી) : પાકિસ્તાનના અગ્રણી રાજપુરુષ, વિદેશમંત્રી અને અગ્રણી ધારાશાસ્ત્રી. કાદિયાની (અહેમદિયા) સંપ્રદાયના અને સિયાલકોટ, પંજાબના અગ્રણી વકીલ નસરુલ્લાખાન ચૌધરીના પુત્ર. લાહોરની સરકારી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લંડનની કિંગ્ઝ કૉલેજમાં કાયદાનું શિક્ષણ મેળવ્યું અને લિંકન્સ ઇનમાંથી બૅરિસ્ટર થયા. 1914થી 1916 સુધી સિયાલકોટ…
વધુ વાંચો >ઝાકિરહુસેન
ઝાકિરહુસેન (જ. 8 ફેબ્રુઆરી 1897, હૈદરાબાદ, સિંધ; અ. 3 મે 1969 નવી દિલ્હી) : ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના કઈમગંજના વતની. પિતા ફિદાહુસેનખાન વકીલાતનો વ્યવસાય કરતા. ઝાકિરહુસેન 9 વરસની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ચુસ્ત મુસ્લિમ ધર્મના વાતાવરણવાળી ઇટાવાની ઇસ્લામિયા હાઈસ્કૂલમાં શાળા કક્ષાનો અને અલીગઢની…
વધુ વાંચો >ઝારખંડ
ઝારખંડ : ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 23 35´ ઉ. અ. અને 85 33´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ 380 કિમી. અને પહોળાઈ 463 કિમી. છે. વિસ્તાર…
વધુ વાંચો >ઝારાનું યુદ્ધ
ઝારાનું યુદ્ધ : કચ્છની ધરતી ઉપર સિંધના અમીર ગુલામશાહ અને કચ્છના રાવ ગોડજીનાં લશ્કર વચ્ચે ખેલાયેલું અવિસ્મરણીય યુદ્ધ. 1760માં રાવ લખપતના મૃત્યુ પછી ગાદીએ આવેલા રાવ ગોડજીના શાસન દરમિયાન જૂના દીવાન પૂંજા શેઠને રુખસદ અપાઈ હતી અને તેના સ્થાને તેના જ સેવક જીવણને દીવાનપદ અપાયું હતું. આ કારણે અપમાનિત થયેલ…
વધુ વાંચો >ઝાંગાર સંસ્કૃતિ
ઝાંગાર સંસ્કૃતિ : સિંધુ ખીણમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિ. ચાન્હુ-દડોમાં આ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર ઉત્તરોત્તર રહેલી છે. ઝાંગાર મૃત્પાત્ર રાખોડિયાં કાળાં છે. એના ઉપર ઉત્કીર્ણ રૂપાંકનો હોય છે, જેમાં ત્રાપો અને અંતર્-રેખિત ત્રિકોણોનો સમાવેશ થાય છે, આ સંસ્કૃતિનું બીજું કોઈ લક્ષણ જાણવામાં આવ્યું નથી; ને એનો ચોક્કસ સમય આંકવો શક્ય બન્યો…
વધુ વાંચો >ઝાંસી
ઝાંસી : ઉત્તરપ્રદેશના 74 જિલ્લા પૈકીનો જિલ્લો અને જિલ્લામથક. જિલ્લાનું ક્ષેત્રફળ 5024 ચોકિમી. છે. આ જિલ્લાની ઈશાન તરફ ઉત્તરપ્રદેશનો હમીરપુર જિલ્લો અને ધસાન નદી, પશ્ચિમે રાજસ્થાન, ઉત્તરે જાલોન જિલ્લો, અગ્નિ તરફ મહોબા જિલ્લો અને દક્ષિણે લલિતપુર ને મધ્યપ્રદેશનો વિસ્તાર આવેલો છે. આ જિલ્લો સાંકડી લાંબી પટ્ટી રૂપે વાંકોચૂકો આવેલો છે.…
વધુ વાંચો >ઝીણા, મહમદઅલી
ઝીણા, મહમદઅલી (જ. 20 ઑક્ટોબર 1875, કરાંચી; અ. 11 સપ્ટેમ્બર 1948, કરાંચી) : પાકિસ્તાનના નિર્માતા અને મુત્સદ્દી. મહમદઅલી ઝીણાનો જન્મ તેમના પોતાના કથન મુજબ, રવિવાર 25 ડિસેમ્બર, 1876(અને કરાંચીની શાળાના રજિસ્ટર મુજબ, 20 ઑક્ટોબર 1875)ના રોજ કરાંચીમાં સ્થિર થયેલા સૌરાષ્ટ્રના ખોજા કુટુંબમાં થયો હતો. તેમના પિતા, ઝીણાભાઈ પૂંજાભાઈ ચામડાના વેપારી…
વધુ વાંચો >ઝુલફુકાર
ઝુલફુકાર : એક તલવારનું નામ. તે બદ્રના વિગ્રહમાં વપરાઈ હતી. બદ્રનો વિગ્રહ અથવા જંગે બદ્ર હિ. સ. 2માં 17મી રમજાન શુક્રવારે (ઈ. સ. 624) મુસ્લિમો અને કુરેશ નાસ્તિકો વચ્ચે થયો. આ યુદ્ધમાં હજરત મોહમ્મદ પણ હતા. સામે પક્ષે અબુ જેહલ જેવો ઇસ્લામનો કટ્ટર વિરોધી હતો, જે આ યુદ્ધમાં માર્યો ગયો.…
વધુ વાંચો >ટિળક, બાળ ગંગાધર
ટિળક, બાળ ગંગાધર (જ. 23 જુલાઈ 1856, રત્નાગિરિ; અ. 1 ઑગસ્ટ 1920, મુંબઈ) : જહાલ રાષ્ટ્રવાદી નેતા અને પ્રાચ્યવિદ્યાના વિદ્વાન. મધ્યમવર્ગના રૂઢિપૂજક ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૂળ નામ કેશવ, પરંતુ ‘બાળ’ નામથી તેઓ વધારે જાણીતા થયા. વડવા નાના જાગીરદાર હતા. અંગ્રેજ સરકાર આવતાં જ ટિળકના પરદાદા કેશવરાવે પેશ્વા સરકારના ઉચ્ચ…
વધુ વાંચો >ટીપુ સુલતાન
ટીપુ સુલતાન (જ. 20 નવેમ્બર 1750; અ. 4 મે 1799, શ્રીરંગપટ્ટમ્) : મૈસૂરના રાજવી. મૂળ નામ શાહ બહાદુર ફતેહઅલીખાન. તેમના પરાક્રમને લીધે તે કન્નડ ભાષામાં ‘ટીપુ’ (વાઘ) તરીકે પ્રખ્યાત થયા હતા. પિતા હૈદરઅલીએ નીમેલા ફ્રેન્ચ અધિકારી પાસેથી ટીપુએ લશ્કરી તાલીમ લીધી હતી. ઈ. સ. 1767માં કર્ણાટક પરના આક્રમણ વખતે તેમણે…
વધુ વાંચો >