ઇતિહાસ – ભારત

ગાંધી, મેનકા

ગાંધી, મેનકા (જ. 26 ઑગસ્ટ 1956, દિલ્હી) : ભારતીય રાજકારણના પટ પર તેજલિસોટાની જેમ ચમકી જનાર મહિલા. તેમણે શાળાકીય શિક્ષણ લૉરેન્સ હાઈસ્કૂલમાં અને ઉચ્ચશિક્ષણ શ્રીરામ કૉલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ત્યાં તેઓ સંજય ગાંધીના પરિચયમાં આવ્યાં અને તે પરિચય લગ્નમાં પરિણમ્યો. લગ્ન બાદ તેમણે ત્રણ વર્ષ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જર્મન ભાષાનો…

વધુ વાંચો >

ગાંધી, રાજમોહન દેવદાસ

ગાંધી, રાજમોહન દેવદાસ (જ. 7 ઑગસ્ટ 1935, દિલ્હી) : જાણીતા ઇતિહાસકાર, ચરિત્રલેખક, ટીકાકાર અને રાજ્યસભાના પૂર્વસભ્ય. તેમને તેમના અંગ્રેજી ચરિત્રગ્રંથ ‘રાજાજી : એ લાઇફ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નવી દિલ્હીમાં મૉડર્ન સ્કૂલ તથા સેંટ સ્ટીવન્સ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ સાપ્તાહિક હિમ્મત, મુંબઈના…

વધુ વાંચો >

ગાંધી, સંજય

ગાંધી, સંજય (જ. 14 ડિસેમ્બર 1946, મુંબઈ; અ. 23 જૂન 1980, દિલ્હી) : ઇન્દિરા અને ફિરોઝ ગાંધીના નાના અને અત્યંત મહત્વાકાંક્ષી પુત્ર. તે કૉલેજ શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી ત્યારે સંજય ગાંધી 27 વર્ષની નાની વયે માતાની પડખે ઊભા રહ્યા. દિલ્હીમાં તુર્કમાન ગેટ અને…

વધુ વાંચો >

ગાંધી, સોનિયા

ગાંધી, સોનિયા (જ. 9 ડિસેમ્બર 1946, લુસિયાના, ઇટાલી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં વિદ્યમાન (2006) મહિલા-પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનાં પત્ની. ઇટાલીમાં જન્મેલાં અને ઊછરેલાં સોનિયા ગાંધીનું મૂળ નામ એડવિગે ઍન્ટૉનિયા અલ્બિના માઇનો હતું. પિતા સ્ટેફાનો માઇનો તથા માતા પાઓલા માઇનો. મકાનોના કૉન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા પિતા સાથે કિશોરાવસ્થા સુધી આરબાસાનો…

વધુ વાંચો >

ગિદવાણી, આચાર્ય અસૂદમલ ટેકચંદ

ગિદવાણી, આચાર્ય અસૂદમલ ટેકચંદ (જ. 1890, સિંધ; અ. 1935) : ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા આચાર્ય. સિંધ કૉલેજમાં અભ્યાસ કરી 1911માં એમ.એ. થયા અને તે જ વર્ષે એ કૉલેજમાં ફેલો નિમાયા. 1912માં વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ ભણી 1915માં હિંદ પાછા ફર્યા. એ પછી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

ગિદવાણી, (ડૉ.) ચોઇથરામ પ્રતાપરાય

ગિદવાણી, (ડૉ.) ચોઇથરામ પ્રતાપરાય (જ. 25 ડિસેમ્બર 1889, હૈદરાબાદ, સિંધ; અ. 12 સપ્ટેમ્બર 1957, મુંબઈ) : સિંધના પ્રખર રાષ્ટ્રવાદી કૉંગ્રેસી. તેમના પિતા સરકારી અમલદાર હતા. નાનપણથી રાષ્ટ્રભક્તિની તેમના ઉપર ઊંડી અસર પડી હતી. 1904માં 15 વર્ષની વયે તે બંગભંગ આંદોલનની અસરમાં આવ્યા હતા અને 1908માં લોકમાન્ય ટિળકને 6 વર્ષની થયેલી…

વધુ વાંચો >

ગિલ, કે. પી. એસ.

ગિલ, કે. પી. એસ. (જ. 29 ડિસેમ્બર 1934, લુધિયાના; અ. 26 મે 2017, દિલ્હી) : પંજાબ રાજ્યના પૂર્વ પોલીસ વડા તથા ઇન્ડિયન હૉકી ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ. આખું નામ કંવરપાલ સિંગ ગિલ. ઇન્ડિયન પોલીસ સર્વિસ(IPS)માં તેમણે તેમની કારકિર્દી આસામ રાજ્યમાંથી શરૂ કરી અને પ્રારંભથી જ એક ચુસ્ત અને કડક અધિકારી તરીકે…

વધુ વાંચો >

ગીલાની, હકીમ અબુલ ફતહ

ગીલાની, હકીમ અબુલ ફતહ (ઈ.સ.ની સોળમી સદી) : અકબરના દરબારના વિદ્વાન. ઈશ્વરી વિદ્યા અને હિકમતમાં નિપુણ મૌલાના અબ્દુર્રઝ્ઝાક ગીલાનીના પુત્ર. 1566–67માં ગીલાન પ્રાંત પર ઈરાનના શાહ તેહમાસ્પ સફવીનો કબજો થયો ત્યારે ત્યાંના હાકેમે મૌલાના અબ્દુર્રઝ્ઝાકને બંદી બનાવ્યા અને કેદખાનામાં જ તેમનું મૃત્યુ થયું. શહેનશાહ અકબરના રાજ્યઅમલના વીસમા વર્ષ દરમિયાન (1575)…

વધુ વાંચો >

ગુણમતિ

ગુણમતિ : ગુપ્તયુગના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ. સ્થિરમતિ અને ગુણમતિ નામના બે વિદ્વાન બૌદ્ધ ભિક્ષુઓ ગુપ્તયુગમાં વલભી અને નાલંદામાં થઈ ગયા. સ્થિરમતિ અસંગ નામના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુના અને ગુણમતિ એવા જ વસુબંધુના શિષ્ય હતા. પ્રખ્યાત ચીની યાત્રી યુ અન શાંગ સાતમી સદીમાં છેક વલભી સુધી આવેલા. તેમણે પોતાના પ્રવાસગ્રંથમાં નોંધ લીધી…

વધુ વાંચો >

ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી)

ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી) : ગુજરાત-રાજસ્થાનના ખરતરગચ્છના વિનયસમુદ્રગણિના શિષ્ય, ‘વાચનાચાર્ય’ પદવી ધારણ કરનાર અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ‘સારદીપિકા’ નામે ટીકાના રચયિતા. તે જૈન હોવા છતાં આચાર્ય હેમચન્દ્ર કે અન્ય જૈન આચાર્યોને અનુસરતા નથી. પણ જે તે મુદ્દા ઉપર સ્વતંત્ર અભિપ્રાયો આપે છે. આમ છતાં તેમની કાવ્યપ્રકાશટીકા ઉપર ‘બાલચિત્તાનુરંજની’ અને ‘સારબોધિની’…

વધુ વાંચો >