ઇતિહાસ – ભારત

ખારવેલ

ખારવેલ : (ઈ. પૂ. પહેલી સદી) કલિંગ(ઓરિસા)નો પ્રસિદ્ધ પ્રાચીન રાજવી. એ ચેદિ વંશનો ત્રીજો રાજા હતો. એ સોળમા વર્ષે યુવરાજ અને ચોવીસમા વર્ષે મહારાજપદે આવ્યો હતો. ખારવેલે કલિંગ નગરીનો અનેક રીતે ર્જીણોદ્ધાર કર્યો. એણે પશ્ચિમમાં કૃષ્ણા નદી સુધી વિજયકૂચ કરી, જૂની નહેરને રાજધાની સુધી લંબાવી, મગધના પાટનગર રાજગૃહને તારાજ કર્યું.…

વધુ વાંચો >

ખાંડવપ્રસ્થ

ખાંડવપ્રસ્થ : જુઓ ઇન્દ્રપ્રસ્થ

વધુ વાંચો >

ખાંડવવન

ખાંડવવન : ભારતનાં પ્રસિદ્ધ વનોમાંનું એક. આ વન મત્સ્યદેશની ઉત્તરમાં હસ્તિનાપુરની નજીક આવેલું હતું. પ્રાચીન કુરુક્ષેત્રમાં આનો સમાવેશ થાય છે. અર્જુને આ વન અગ્નિને ભસ્મ કરવા આપ્યું હતું. તેમાં તક્ષક કુળના નાગલોકો રહેતા હતા. આ વન બળતું હતું ત્યારે મયદાનવ તેમાંથી બચવા નાઠો અને અર્જુનને શરણે જઈ બચ્યો. ખાંડવ-વનમાં મૂળ…

વધુ વાંચો >

ખીચી ચૌહાણ વંશ

ખીચી ચૌહાણ વંશ : રણથંભોરના ખીચી ચૌહાણ હમીરદેવના પુત્ર રામદેવે ચાંપાનેરમાં તથા ત્યાર બાદ તેના વંશજોએ છોટાઉદેપુર અને દેવગઢબારિયામાં સ્થાપેલ વંશ. ઈ. સ. 1300 આસપાસ રણથંભોર(રાજસ્થાન)નો ખીચી ચૌહાણ હમીરદેવ અલ્લાઉદ્દીનના આક્રમણમાં માર્યો ગયો. તેણે સલામતી માટે પોતાના પુત્ર રામદેવને રવાના કરી દીધેલો જે પોતાના થોડા સરદારો સાથે ગુજરાતમાં આવ્યો અને…

વધુ વાંચો >

ખુમ્માણ 1લો

ખુમ્માણ 1લો : જુઓ કાલભોજ

વધુ વાંચો >

ખેર, બાળ ગંગાધર

ખેર, બાળ ગંગાધર (જ. 24 ઑગસ્ટ 1888, રત્નાગિરિ; અ. 8 માર્ચ 1957, મુંબઈ) : મુંબઈ રાજ્યના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતાની ઇચ્છાને માન આપી અંગ્રેજી શિક્ષણ લેવા માટે પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં દાખલ થયા અને ત્યાંથી 1902માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1906માં બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત…

વધુ વાંચો >

ખોટ્ટિગ

ખોટ્ટિગ : માન્યખેટના રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાનો ભાઈ અને અમોઘવર્ષ ત્રીજાનો પુત્ર. 967માં તે માન્યખેટની ગાદીએ બેઠો. બંને ભાઈઓની માતા સંભવત: જુદી હતી. ખોટ્ટિગની માતાનું નામ કંદકદેવી હતું. ઉદયપુર પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે, ખોટ્ટિગના શાસન દરમિયાન 972માં માળવાના પરમાર રાજા સિયક બીજા હર્ષદેવે રાષ્ટ્રકૂટ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું અને નર્મદા પાર…

વધુ વાંચો >

ખ્વાજા અહમદ નિઝામુદ્દીન બખ્શી

ખ્વાજા અહમદ નિઝામુદ્દીન બખ્શી (ઈ. સ. 1549 – ઈ. સ.1594) : મુઘલ શહેનશાહ અકબરના સમયના ઇતિહાસકાર. હિંદના ઇતિહાસોમાં પ્રખ્યાત એવા ઇતિહાસ-પુસ્તક ‘તબકાતે અકબરી’ના કર્તા. તેમના પિતા ખ્વાજા મુકીય હરવી મુઘલ શાહ બાબરના અંગત કારભારી હતા. ગુજરાતના હાકેમ મીરજા અસકરીના વજીર તરીકેની પણ તેમણે સેવાઓ આપેલી. નિઝામુદ્દીન બખ્શીને શાહી સેવાનો લાભ…

વધુ વાંચો >

ગઝનવી આક્રમણો

ગઝનવી આક્રમણો : ગઝનીના સુલતાન મહમૂદે ભારત પર કરેલાં આક્રમણો. ભારતને ઇસ્લામ(મુસ્લિમો)નો પ્રથમ સંપર્ક 712માં મોહમ્મદ બિન કાસિમે કરેલા સિંધવિજયથી થયો. ત્યાર બાદ આશરે 500 વર્ષ પછી (1206) મુસ્લિમ સત્તાની ભારતમાં સ્થાપના થઈ. તે દરમિયાન ભારત પર મુસ્લિમોનાં આક્રમણો થતાં રહ્યાં, જેમાં ગઝનવી આક્રમણોની સૌથી મહત્વની અસર થઈ. અફઘાનિસ્તાનના ગઝની…

વધુ વાંચો >

ગર્દભિલ્લ

ગર્દભિલ્લ (ઈ. પૂ. પહેલી સદી) : ઉજ્જનના ગર્દભિલ્લ વંશના પ્રવર્તક રાજવી. તેનું નામ દર્પણ હતું. ગર્દભી વિદ્યાનો ઉપાસક હોવાથી તે ગર્દભિલ્લ કહેવાયો. પ્રબંધ ચિંતામણિના લેખક મેરુતુંગાચાર્યના મતે બલમિત્ર અને ભાનુમિત્રના અને નભવાહનના અનુક્રમે 60 અને 40 વર્ષના શાસન પછી ગર્દભિલ્લ વંશનું શાસન 152 વરસ સુધી પ્રવર્ત્યું. ગર્દભિલ્લે 13 વરસ રાજ્ય…

વધુ વાંચો >