ઇતિહાસ – જગત

કુબલાઈખાન

કુબલાઈખાન (જ. 23 સપ્ટેમ્બર 1215, મુધલ એમ્પાયર; અ. 18 ફેબ્રુઆરી 1294, ખાનબાલિક) : તેરમી સદીનો ચીન અને આજુબાજુના વિશાળ પ્રદેશનો મહાન સમ્રાટ. ચીનમાં ઈ.સ. 1259માં યુઆન વંશની સ્થાપના કરનાર કુબલાઈખાન, ઉત્તર ચીનની પશુપાલક મંગોલ જાતિના વીર પુરુષ ચંગીઝખાનનો પ્રતાપી પૌત્ર હતો. દાદા ચંગીઝખાન, પિતા ઓગતાઈખાન અને ભાઈ મંગુખાને મંગોલ સામ્રાજ્યને…

વધુ વાંચો >

કુરુષ

કુરુષ : પાર્સ(ઈરાન)ના હખામની વંશના સ્થાપક. કુરુષે (જેને ગ્રીક ભાષામાં Cyrus – કિરુસ – કહ્યો છે ને જેનો રાજ્યકાલ લગભગ ઈ. પૂ. 558-530 હતો) ગેડ્રોસિયા (મકરાણ) થઈ સિંધુ દેશ (સિંધ) જીતવા કોશિશ કરી, પણ તેમાં તે નિષ્ફળ ગયો. પરંતુ એ ગંધાર દેશનો ઘણો ભાગ જીતી લેવામાં સફળ થયો. ત્યારે સિંધુ…

વધુ વાંચો >

કુસ્કો

કુસ્કો : દક્ષિણ અમેરિકામાં 14મી સદીમાં ઇન્કા સામ્રાજ્યનું અને હાલમાં પેરૂના કુસ્કો પ્રાંતનું પાટનગર. આ શહેર સમુદ્રની સપાટીથી 3,400 મીટરની ઊંચાઈ પર પેરૂની દક્ષિણે એન્ડીઝ પર્વત પર આવેલું છે. તેની પાસે પ્રાચીન ઇન્કા નગર માચુ પિચ્છુ આવેલું છે. ઈ. સ. 1533માં ફ્રાંસિસ્કો પિઝારોના લશ્કરે કુસ્કો કબજે કરી, ત્યાં લૂંટ કરીને…

વધુ વાંચો >

કુંજાલી મરક્કાર

કુંજાલી મરક્કાર : પંદરમી સદીના અંતે અને સોળમી સદી દરમિયાન પોર્ટુગીઝોના નૌકા-કાફલાનો લાંબા સમય સુધી સામનો કરનાર નૌકાધીશ. 1498માં વાસ્કો-દ-ગામા અને તેના અનુગામી વહાણવટીઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ તેજાનાની શોધમાં આવ્યા અને ચડિયાતા નૌકાદળ અને શસ્ત્રો તથા ભારતીય રાજાઓના પરસ્પર દ્વેષ અને કુસંપને કારણે હિંદી મહાસાગરમાં અબાધિત વર્ચસ્ જમાવી મધદરિયે વહાણો…

વધુ વાંચો >

કૅનેડા

કૅનેડા ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર છેડે આવેલો દેશ. તે દશ પ્રાંતો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો છે. રશિયા પછી ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે વિશ્વમાં બીજા સ્થાને આવે છે. ભૌગોલિક સ્થાન : ઉત્તર અમેરિકા ખંડમાં 41° 41′ ઉત્તર અક્ષાંશથી છેક 83° 6′ ઉત્તર અક્ષાંશ સુધી અને 11° 5′ પશ્ચિમ રેખાંશથી 52° 37′…

વધુ વાંચો >

કેન્યા

કેન્યા : પૂર્વ આફ્રિકામાં હિંદી મહાસાગરના પશ્ચિમ કિનારે આવેલો આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ. તેનું નામ તે જ નામના પર્વત ઉપરથી પડ્યું છે. તે 4° ઉ.અ. અને 4° દ.અ. અને 34° અને 41° પૂ.રે. ઉપર આવેલો છે. કુલ ક્ષેત્રફળ 5,82,646 ચોકિમી. વિષુવવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. તેના અગ્નિખૂણે…

વધુ વાંચો >

કૅન્યૂટ

કૅન્યૂટ (જ. 990, ડેનમાર્ક; અ. 12 નવેમ્બર 1035, શેફટ્સબરી, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડ તથા ડેનમાર્કના રાજવી. 1014માં તેમના પિતા સ્વેન પહેલાનું મૃત્યુ થતાં તે ડેનમાર્ક અને ઇંગ્લૅન્ડના રાજવી બન્યા. કાયદા પળાવવામાં સખ્તાઈને કારણે તેમને ઇંગ્લૅન્ડ છોડીને ડેનમાર્ક નાસી જવું પડ્યું હતું. 1015માં ફરીથી ઇંગ્લૅન્ડ જીતીને ન્યાયથી ઉદારતાપૂર્વક રાજ્ય કર્યું તેથી તે…

વધુ વાંચો >

કૅમ્બાઇસીઝ 2જો

કૅમ્બાઇસીઝ 2જો (શાસન : ઈ. પૂ. 529-ઈ. પૂ. 522, સીરિયા) : ઈરાનનો સમ્રાટ. તે ઈરાનના સમ્રાટ મહાન સાયરસ 2જાનો જ્યેષ્ઠ પુત્ર હતો. તેના પિતાના રાજ્યઅમલ દરમિયાન કૅમ્બાઇસીઝ બૅબિલોનિયાનો વહીવટ સંભાળતો હતો. તેને ઈ. પૂ. 530માં બૅબિલોનમાં રીજન્ટ નીમવામાં આવ્યો હતો. તેના શાસનની મોટી સિદ્ધિ ઈ. પૂ. 525માં ઇજિપ્તના વિજયની હતી.…

વધુ વાંચો >

કૅલિફૉર્નિયા

કૅલિફૉર્નિયા : યુનાઇટેડ સ્ટેટ્સની પશ્ચિમ બાજુએ પૅસિફિક મહાસાગરના કિનારે 37° 30′ અને 42° ઉ. અ. અને 119° 30′ પ. રે.ની આજુબાજુ આવેલું રાજ્ય. અલાસ્કા અને ટૅક્સાસ રાજ્યો પછી વિસ્તાર(4,11,049 કિમી.)માં કૅલિફૉર્નિયાનો ત્રીજો ક્રમ છે. તેની વધુમાં વધુ લંબાઈ 1,240 કિમી. અને પહોળાઈ 605 કિમી. છે. તેની ઉત્તરે ઑરિગન, પૂર્વ તરફ…

વધુ વાંચો >

કૅસિયસ

કૅસિયસ (જ. ઈ. પૂ. 85; અ. ઈ. પૂ. 42) : રોમન યોદ્ધો અને સીરિયાનો સેનાપતિ. કૅસિયસ કુટુંબ પ્રાચીન રોમનું એક પ્રસિદ્ધ કુટુંબ હતું. તે કુટુંબનો ગેયસ કૅસિયસ લાજાઇનસ સૌથી વધારે નોંધપાત્ર નેતા હતો. એણે રોમના સેનાપતિ જુલિયસ સીઝરના ખૂનનું કાવતરું ઘડવામાં અને તેને પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. એણે ઈ.…

વધુ વાંચો >