આયુર્વેદ

ઝંડુ ભટ્ટજી

ઝંડુ ભટ્ટજી (જ. 1831; અ. 1898) : આયુર્વેદના ભેખધારી વૈદ્ય. જામનગરના પ્રશ્નોરા નાગર જ્ઞાતિના વિઠ્ઠલ ભટ્ટજીના પુત્ર. 1540માં જામનગર રાજ્ય બન્યું ત્યારથી તેમના કુળના મૂળપુરુષ હાદા વેદાનાં રાજદરબારમાં માન અને સ્થાન હતાં. પિતા વિઠ્ઠલ ભટ્ટ જામનગરના મહારાજા રણમલ જામના રાજવૈદ્ય હતા. તેમનામાં રોગનિદાન અને સારવારની અદભુત શક્તિ હતી. ઝંડુ ભટ્ટજીમાં…

વધુ વાંચો >

ઝીપટો

ઝીપટો : દ્વિદળી વર્ગના ટીલિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Triumfetta rotundifolia Lam. (સં. ઝિંઝિટા, હિં. ચીકટી, છીરછીટા; મ. ઝિંઝરૂટ, ઝિંજુડી, ગુ.ઝીપટો, ભરવાડો, ગાડર) છે. તે નાની ઉપક્ષુપ (undershrub) 45થી માંડી 90-105 સેમી. ઊંચી વનસ્પતિ છે અને ભારતમાં લગભગ બધે જ થાય છે. પર્ણો સાદાં એકાંતરિત 3-5 શિરાઓ ધરાવતાં, વર્તુલાકાર,…

વધુ વાંચો >

ઝીલ

ઝીલ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળ(ઉપકુળ પેપિલિયોનૉઇડી)ની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Indigofera oblongifolia forsk, syn. I. paucifolia Delile (સં. ઝિલ્લ, મૃદુપત્રક, નીલ, મ. મુરકુટ, ઝિલ્લ, હિં. ઝીલ) છે. તે કાષ્ઠમય શાખિત ઉપક્ષુપ છે અને 1.2–1.8 મી સુધી ઊંચી થાય છે. તે ભારતમાં બધે જ થાય છે. તે ખરાબાવાળી જમીનમાં પણ…

વધુ વાંચો >

ઝેરકોચલાં

ઝેરકોચલાં : દ્વિદળી વર્ગમાં આવેલા લોગેનિયેસી કુળનું ઝેરી બીજવાળું એક વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Strychnos nux-vo-mica Linn (સં. વિષતિંદુક, હિં. કુચલા, બં.કુંચિલા, મ. કાજરા, તે મુસીડી, તા. એટ્ટેમાર, ક. ઇટ્ટી, મલા. કંજીરામ, અં. વૉમિટનટ, પૉઇઝન નટ, નક્સ-વૉમિકા, સ્ટ્રિકિનન ટ્રી) છે.  તે સદાહરિત રે પર્ણપાતી વૃક્ષ છે અને સામાન્યત: 13 મી.…

વધુ વાંચો >

ટ્રાએન્થેમા

ટ્રાએન્થેમા : વનસ્પતિના દ્વિદળી વર્ગની એઇઝોએસી (ફિકોઇડી) કુળની પ્રજાતિ. તે ભૂપ્રસારી શાકીય જાતિઓ ધરાવે છે અને વિશ્વના ઉષ્ણ તેમજ ઉપોષ્ણ પ્રદેશોમાં થાય છે. ભારતમાં Trianthema decandra, Linn; (હિં. गाडनाणी) T. govindia, Buch Ham; T. portulacastrum, Linn; T. triquetra, willd ex Rottl, અને T. hydaspica Edgew થાય છે. T. Portulacastrum Linn.…

વધુ વાંચો >

ટ્રાયટર્પિનૉઇડ ઔષધો

ટ્રાયટર્પિનૉઇડ ઔષધો : ત્રણ ટર્પિન એકમો હોય એટલે કે 30 કાર્બન પરમાણુવાળી રચના હોય એવાં ઔષધો. તે વનસ્પતિમાંથી વધુ મળે છે. વનસ્પતિમાં ટ્રાયટર્પિન મુખ્યત્વે સૅપોનિન, ગ્લાયકોસાઇડ રૂપમાં હોય છે. સૅપોનિન ધરાવતી આવી વનસ્પતિ માનવી પુરાણકાળથી સાબુની માફક વાપરતો આવ્યો છે. કારણ કે તે પાણી સાથે સાબુની માફક ફીણ ઉત્પન્ન કરે…

વધુ વાંચો >

ઠાકર, જયકૃષ્ણ ઇન્દ્રજી

ઠાકર, જયકૃષ્ણ ઇન્દ્રજી (જ. 1849, લખપત; અ. 1929) : ગુજરાતના સર્વપ્રથમ અને પ્રખર વનસ્પતિશાસ્ત્રી. જન્મ કચ્છના લખપત ગામે ગિરનારા બ્રાહ્મણ કુટુંબમાં. ગરીબાઈને કારણે તેઓ ઉદાર સખી ગૃહસ્થોની મદદથી માંડ અંગ્રેજીના ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. 14 વર્ષની વયે અભ્યાસ તજી આજીવિકા મેળવવા દલાલી, ગ્રંથવિક્રય તથા રસોઇયા તરીકેનું…

વધુ વાંચો >

ઠાકર, લાભશંકર જાદવજી

ઠાકર, લાભશંકર જાદવજી (જ. 14 જાન્યુઆરી 1935, સેડલા, જિ. સુરેન્દ્રનગર; અ. 6 જાન્યુઆરી 2016, અમદાવાદ) : સાહિત્યસર્જક. ઉપનામ ‘પુનર્વસુ’. દોઢ-બેની વયે સેડલાથી પાટડીમાં સ્થળાંતર. પાટડીમાં 8 ધોરણના અભ્યાસ પછી નવમાથી છેક એમ.એ. (1959) અને ડિપ્લોમા ઑવ્ શુદ્ધ આયુર્વેદિક કોર્સ (1964) સુધીનો અભ્યાસ અમદાવાદમાં. 1962નો ‘કુમાર’ ચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક. 1981માં રણજિતરામ…

વધુ વાંચો >

ઠાકર, વિનાયક જે.

ઠાકર, વિનાયક જે. (જ. 23 ડિસેમ્બર 1920, જોડિયા, જિ. જામનગર) : ભારતના આયુર્વેદક્ષેત્રના એક પ્રસિદ્ધ ગુજરાતી વિદ્વાન. તેઓ વેદ, વ્યાકરણ, સંસ્કૃત. સાહિત્ય અને આયુર્વેદના સમર્થ પંડિત તથા ચિંતક છે. તેમણે પ્રાપ્ત કરેલી ઉપાધિઓ આ મુજબ છે : વ્યાકરણ મધ્યમાના સાહિત્યશાસ્ત્રી. કાવ્યતીર્થ એ.એમ.એસ. ડી.લિટ.(આયુ.), એફ.એન.એ.આઇ.એમ. (ઑનર્સ) (વારાણસી), એફ.આર.એ.વી.એમ. (નવી દિલ્હી), ચરકસંહિતાના…

વધુ વાંચો >

ડલ્હણ

ડલ્હણ (ડલ્લનાચાર્ય અથવા ડલ્હણાચાર્ય) (ઈ. સ.ની દસમી સદીનો ઉત્તરાર્ધ આશરે) : આયુર્વેદના શલ્યકર્મ ગ્રંથ ‘સુશ્રુતસંહિતા’ના સુપ્રસિદ્ધ ટીકાકાર. તેમની ટીકા આજે સંપૂર્ણ રૂપે મળે છે, જ્યારે સુશ્રુતના અન્ય ટીકાકારોની ટીકા અપૂર્ણ મળે છે. તે ભરતપાલ નામના વૈદ્યરાજના વિદ્વાન સુપુત્ર હતા. તેમના પિતા મથુરા પાસે આવેલ ભાદાનક દેશના રાજા સહપાલના પ્રીતિપાત્ર રાજવૈદ્ય…

વધુ વાંચો >