આયુર્વેદ

ગુણાકર

ગુણાકર (જ. 3 જાન્યુઆરી 1935, બુજરૂક, જિ. અમરાવતી; અ. 16 ઑક્ટોબર 2009) : આયુર્વેદીય ગ્રંથના કર્તા. આયુર્વેદના રોગનિદાનના મહત્વના ગ્રંથ ‘માધવનિદાન’ ઉપર વાચસ્પતિએ ‘આતંકદર્પણ’ નામની ટીકા લખી છે. આ વાચસ્પતિનો સમય ઈ. સ. 1260ની આસપાસ છે. માધવનિદાનના બીજા ટીકાકાર વિજયરક્ષિતે (ઈ. સ. 1240 આશરે) સૌપ્રથમ પોતાની ‘મધુકોશ’ નામની ટીકામાં ‘ગુણાકર’નો…

વધુ વાંચો >

ગુદમાર્ગના રોગો અને સારવાર

ગુદમાર્ગના રોગો અને સારવાર : અપાનવાયુના નિવાસસ્થાનમાં કોઈ પણ પ્રકારના અવરોધથી થતા રોગો. આમાં નીચે મુજબના રોગો થવા સંભવ હોય છે : 1. અર્શ, 2. ભગંદર, 3. ગુદભ્રંશ તથા 4. ગુદવિદાર. 1. અર્શ : દોષોને કારણે ગુદાની માંસલ ત્વચામાં ઉત્પન્ન થનાર માંસાંકુરને અર્શ કહે છે. આ માંસાંકુર જ્યારે ગુદામાં ઉત્પન્ન…

વધુ વાંચો >

ગૃહચિકિત્સા

ગૃહચિકિત્સા : ઘરગથ્થુ વૈદકના પ્રયોગો. જનસમાજમાં પરંપરાગત રીતે વપરાતા દેશી (આયુર્વેદિક) ઔષધ ઇલાજો. આવી ગૃહચિકિત્સાને ડોશીવૈદું કે લોક-વૈદક પણ કહે છે. કેટલીક વ્યક્તિઓ વંશવારસામાં કે બહારથી પ્રાપ્ત જ્ઞાનની મદદથી તે સામાન્ય બીમારીઓમાં પ્રાથમિક ઇલાજ રૂપે અજમાવે છે. આવી ગૃહચિકિત્સાનું મહત્વ એ છે કે ઔષધો પ્રાય: ઘરમાંથી જ મળી આવે છે…

વધુ વાંચો >

ગોખરુ

ગોખરુ : ચોમાસા દરમિયાન જમીનમાં ઊગી નીકળતો એક છોડ. સં. गोक्षुरम् (લૅ. Tribulus Terrestris). ગોખરુના બે જાતના છોડ છે પરંતુ બંનેના ગુણો સરખા જ છે. ગોખરુ કાંટી જમીન ઉપર સાદડીની જેમ પથરાય છે. ચોમાસામાં ઊગી નીકળતો વાર્ષિક છોડ છે. તેની બે જાતો ગુજરાતમાં મળે છે : ઑક્ટોબર—ડિસેમ્બર માસમાં ફળફૂલ ધરાવતો…

વધુ વાંચો >

ગ્રહણી (સંગ્રહણી)

ગ્રહણી (સંગ્રહણી) : માનવશરીરમાં હોજરીની નીચેનું અને નાના આંતરડાની વચ્ચેનું આઠ આંગળનું અંગ. તેને આયુર્વેદમાં ‘પિત્તધરાકલા’ અને અંગ્રેજીમાં ‘ડ્યુઓડિનમ’ કહે છે. આ અંગનું કાર્ય હોજરીએ પચાવેલ આહારરસમાં અન્ય પાચક રસો (પાચક પિત્ત) ભેળવીને અન્નનું વધુ સારી રીતે પાચન કરવાનું અને આહાર-અંશમાંથી સારભાગરૂપ રસ અને મળને અલગ પાડવાનું છે. ગ્રહણી ગ્રહણ…

વધુ વાંચો >

ઘઉંલા

ઘઉંલા : આયુર્વેદ વનસ્પતિ. સં. प्रियंगु, લૅ. Prunus mahaleb તથા Callicarpa macrophylla. તેનાં ફળ તૂરાં, ઠંડાં, શીતવીર્ય, વૃષ્ય, કેશ્ય, દીપન, પૌષ્ટિક, મૂત્રલ તથા વેદનાહર હોય છે. તે પીડાયુક્ત અજીર્ણ, હોજરીનાં ચાંદાં તથા ગાંઠ, દાહજ્વર, રક્તવિકારો, અમ્લપિત્ત, સગર્ભાનો રક્તસ્રાવ, લોહીવા, ઊલટી, દાહ, પિત્ત, તૃષા, વાતગુલ્મ, વિષ, પ્રમેહ અને રક્તપિત્તનો નાશ કરે…

વધુ વાંચો >

ઘા-બાજરિયું (પાન-બાજરિયું)

ઘા-બાજરિયું (પાન-બાજરિયું) : આયુર્વેદિક ઔષધિ. તેનું વૈજ્ઞાનિક નામ Typha angustifolia અને T. elephantina (સં. એરકા; હિં. પતર; મ. રામબાણ) છે. તે મધુર, કડવું, વાયડું, ઠંડું, શીતવીર્ય, બળપ્રદ તથા વીર્યપ્રદ છે. ઘા-બાજરિયું કફ, પિત્ત, ક્ષય, દાહ, રક્તપિત્ત, રક્તવિકારો, પથરીનાં દર્દ તથા જખમમાંથી થતા રક્તસ્રાવને તત્કાલ બંધ કરનાર અને જખમ રૂઝવનાર ઔષધિ…

વધુ વાંચો >

ચણકબાબ (કંકોલ)

ચણકબાબ (કંકોલ) : આયુર્વેદિક ઔષધિ. હિં. सितल चीनी, कबाब चीनी; અં. ક્યૂબેબા પિપર, લૅ. Cubeba officinalis. તેનાં ફળ હલકાં, રુક્ષ, તીક્ષ્ણ, રુચિકર, દીપક, પાચક, હૃદ્ય, અનુલોમક, મૂત્રલ, વૃષ્ય, ઉષ્ણવીર્ય અને ગુણમાં મરી જેવાં છે. તે કફ તથા વાતદોષનાશક અને આર્તવ પેદા કરનાર છે તથા ઝેર, કૃમિ, આફરો, જડતા, તૃષા, રક્તપિત્ત,…

વધુ વાંચો >

ચતુર્મુખ રસ

ચતુર્મુખ રસ : ક્ષયરોગમાં વપરાતી આયુર્વેદની પ્રસિદ્ધ ઔષધિ. તેમાં શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, લોહભસ્મ, અભ્રકભસ્મ અને સુવર્ણભસ્મને ખરલમાં ઘૂંટી કુંવારપાઠાનો રસ, ત્રિકટુ ક્વાથ, ત્રિફલા ક્વાથ, સાટોડીનો સ્વરસ, કૌંચાનો ક્વાથ, લવિંગનો ક્વાથ, ચિત્રકમૂળનો ક્વાથ તથા પદ્મકાષ્ઠના ક્વાથની સાથે એક એક દિવસ ભાવના આપી સૂકવીને ચૂર્ણરૂપમાં તૈયાર કરવામાં આવે છે. આ ઔષધની…

વધુ વાંચો >

ચમારદુધેલી (નાગલા દુધેલી)

ચમારદુધેલી (નાગલા દુધેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pergularia daemia (Forsk.) Chiov syn. P. extensa N. E. Br.; Daemia extensa R.Br (સં. ફલકંટકા, ઇંદિવરા; મ. ઉતરણી, ઉતરંડ; હિં. ઉતરણ; ક. કુરૂટિગે, કુટિગ; તા. વેલિપારૂત્તિ; તે. ગુરુટિચેટ્ટ, જસ્તુપુ; મલા. વેલિપારૂત્તિ) છે. તે વાસ મારતી ક્ષીરરસયુક્ત વળવેલ…

વધુ વાંચો >