ગુણાકર (જ. 3 જાન્યુઆરી 1935, બુજરૂક, જિ. અમરાવતી; અ. 16 ઑક્ટોબર 2009) : આયુર્વેદીય ગ્રંથના કર્તા. આયુર્વેદના રોગનિદાનના મહત્વના ગ્રંથ ‘માધવનિદાન’ ઉપર વાચસ્પતિએ ‘આતંકદર્પણ’ નામની ટીકા લખી છે. આ વાચસ્પતિનો સમય ઈ. સ. 1260ની આસપાસ છે. માધવનિદાનના બીજા ટીકાકાર વિજયરક્ષિતે (ઈ. સ. 1240 આશરે) સૌપ્રથમ પોતાની ‘મધુકોશ’ નામની ટીકામાં ‘ગુણાકર’નો નામોલ્લેખ કર્યો છે. તેમની નોંધ મુજબ ગુણાકરે ‘યોગરત્નમાલા’ નામનો આયુર્વેદીય ગ્રંથ ઈ. સ. 1239માં લખ્યો છે. આ સિવાય ‘ગુણાકર’ વિશે વધુ કશો જ ઉલ્લેખ વર્તમાન આયુર્વેદીય ઇતિહાસગ્રંથોમાં ઉપલબ્ધ નથી.

બળદેવપ્રસાદ પનારા