આયુર્વિજ્ઞાન
આહારજન્ય વિષાક્તતા
આહારજન્ય વિષાક્તતા (food-poisioning) આહારમાંના ઝેરી તત્વથી થતી અસર. ઝેરી પદાર્થવાળો ખોરાક ખાવાથી થતી માંદગી. તેને કારણે જઠર અને આંતરડાનો ચેપ (જઠરાંત્રશોથ gastroenteritis) અને ક્યારેક ચેતાતંતુઓમાં અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે. એકલદોકલ દર્દીમાં નિદાન કરવાની મુશ્કેલી પડે છે, પરંતુ એકસરખો ખોરાક લીધેલી વ્યક્તિઓના જૂથમાં નિદાન સરળ રીતે થાય છે. ખોરાક લેનાર વ્યક્તિમાં…
વધુ વાંચો >આહારમાં રેસા
આહારમાં રેસા : માનવઆહારમાં રેસાવાળા આહારનું મહત્વ છે. મુખ્યત્વે તે વનસ્પતિજન્ય ખોરાકમાં જણાય છે. તેમાં લીલાં શાકભાજી, સૂકાં ફળો (છાલ સાથે), ગાજર, લીલા વટાણા, નારિયેળ, સૂર્યમુખીના ફૂલનાં બિયાં, ઇસબગુલના દાણા, ધાનની થૂલી, કુશકી, ભૂસું, શાક-ધાનનાં છોડાં-ફોતરાં ઇ. મુખ્ય છે. આહારમાંનો રેસાવાળો ભાગ અપચ્ય, જલશોષક અને પોષણરહિત હોય છે. રેસારહિત કે…
વધુ વાંચો >આંખ
આંખ (Eye) : ઘણાં પ્રાણીઓમાં જોવા મળતું પ્રકાશ-સંવેદી અંગ. પ્રાણીઓ અને તેની આસપાસના પર્યાવરણ વચ્ચે સંવેદના (sensation) અને પ્રતિભાવ(response)ની આપલે સતત થતી જોવા મળે છે, જેમાં ર્દષ્ટિ અને તેનું અંગ આંખ મુખ્ય છે. આંખને ‘દર્શનેન્દ્રિય’ પણ કહે છે. ગર્ભવિકાસ દરમિયાન બાહ્ય સ્તરમાંથી ઉદભવતું આ સંવેદી અંગ સામાન્ય રીતે જોડ(pair)માં હોય…
વધુ વાંચો >આંખ આવવી
આંખ આવવી (conjunctivitis) : ચેપ અથવા ઍલર્જીના કારણે આંખનો સોજો અને રતાશ. શાસ્ત્રીય રીતે તેને નેત્રકલાશોથ કહે છે. પાંપણની અંદરની સપાટી અને આંખની સ્વચ્છા (cornea) સિવાયના બહારથી દેખાતા ભાગના આવરણને નેત્રકલા (conjunctiva) કહે છે (જુઓ આંખ, આકૃતિ 1 અને 2.). તેના લાલ રંગના પીડાકારક સોજાને નેત્રકલાશોથ કહે છે. આંખ લાલ…
વધુ વાંચો >આંચકી
આંચકી (convulsions) : લયબદ્ધ આંચકા સાથે સ્નાયુઓનું ખેંચાવું તે. તેને ખેંચ પણ કહે છે. સ્નાયુઓની ખેંચ ઉપરાંત/અથવા વિષમ સંવેદનાઓ (abnormal sensations) કે વર્તન(behaviour)માં વિષમતા પણ થઈ શકે છે. મગજનું બહિ:સ્તર અથવા બાહ્યક (cortex) વિષમ વીજ-આવેગો(electric impulses)થી ઉત્તેજિત થાય છે અને તેનું સામાન્ય કાર્ય તે વીજ-આવેગોના પૂર્ણ અંકુશમાં આવી જાય છે;…
વધુ વાંચો >આંજણી
આંજણી (style) : પાંપણના મૂળ પર આવેલી એક ઝીસ (zeis) કે મોલ (moll) જેવી ઝીણી ગ્રંથિનો ચેપ (જુઓ ‘આંખ’, આકૃતિ-2.). શરૂઆતમાં આ ગ્રંથિ મોટી અને કઠણ થઈ જાય છે અને તેમાં ખૂબ દુખાવો થાય છે. તેની આજુબાજુનો પાંપણનો ભાગ પણ સૂજી જાય છે, ત્યારબાદ ત્યાં પરુ ભેગું થાય છે. આ…
વધુ વાંચો >આંત્રરોધ
આંત્રરોધ (intestinal obstruction) : આંતરડાના હલનચલનનું અટકી જવું. તે એક તત્કાલ સારવાર માગી લેતી ગંભીર સ્થિતિ છે. આંતરડાનું હલનચલન લહરીગતિ(peristalsis)ના રૂપમાં થાય છે, જેથી મોં વાટે લેવાયેલો ખોરાક જેમ જેમ પચતો જાય તેમ તેમ તે આગળ ને આગળ ધકેલાતો જાય છે. આંતરડાની આ ગતિ કોઈ ભૌતિક કારણસર અટકે તો જે…
વધુ વાંચો >આંત્રરોધ, સ્તંભજ
આંત્રરોધ, સ્તંભજ (paralytic ileus) : આંતરડાના ચેતા (nerves) અને સ્નાયુઓના કાર્યમાં વિક્ષેપ પડવાથી તેના હલનચલનનું અટકી જવું તે. (જુઓ આંત્રરોધ આકૃતિ.). આંતરડાના હલનચલનનું નિયમન કરવા માટે બે ચેતાજાળાં (plexuses) કાર્ય કરે છે : ઑરબેક(Auerbach)નું આંત્રપટ જાળું (mesenteric plexus) અને મિસ્નેર(Meissner)નું અવશ્લેષ્મકલા જાળું (submucosal plexus). આ બંને ચેતાજાળાંની કાર્યશીલતામાં વિક્ષેપ પડે…
વધુ વાંચો >આંત્રવાત
આંત્રવાત (intestinal gas) : આંતરડામાં વાયુનો પ્રકોપ. પેટમાં વાયુ ત્રણ રીતે થાય છે : (1) હવા ગળવાથી, (2) અર્ધપચેલા ખોરાક કે આંતરડામાંના જીવાણુઓ(bacteria)થી અને (3) લોહીમાંના વાયુઓનું આંતરડાની અંદર પ્રસરણ (diffusion) થવાથી. સામાન્ય રીતે જઠર અને આંતરડામાં વાયુ 200 મિલિ.થી વધુ હોતો નથી. દિવસ દરમિયાન ગુદા વાટે 7થી 20 વખતની…
વધુ વાંચો >આંત્રવ્યાવર્તન
આંત્રવ્યાવર્તન (intestinal volvulus) : ધરીની આસપાસ આંતરડાની આંટી પડવી તે. નાના આંતરડાના છેવટના ભાગ(અંતાંત્ર, ileum)માં, મોટા આંતરડાના શરૂઆતના ભાગ(અંધાંત્ર, caecum)માં કે છેવટના ભાગ(શ્રોણિસ્થિરાંત્ર, pelvic colon)માં અથવા જઠરમાં આવી આંટી પડે છે. ગર્ભના વિકાસ-સમયે પેટમાં આંતરડું આંત્રપટ(mesentery)ની ધરી બનાવી ગોળ ફરીને તેના યોગ્ય સ્થાને ગોઠવાય છે. જો આ પ્રક્રિયા અધૂરી રહી…
વધુ વાંચો >