આયુર્વિજ્ઞાન
આરોગ્ય-કાર્યકરોની રક્ષા (ચેપી રોગો)
આરોગ્ય-કાર્યકરોની રક્ષા (ચેપી રોગો) : આરોગ્ય-કાર્યકરોનું ચેપી રોગ સામે રક્ષણ. આરોગ્ય-કાર્યકરોમાં તબીબો, પરિચારિકાઓ, પ્રયોગશાળાના કર્મચારીઓ, હૉસ્પિટલ અને દવાખાનાંમાં કામ કરતા કર્મચારીઓ અને સામાન્ય આરોગ્ય-કાર્યકરોનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારના દર્દીઓના સંસર્ગમાં આવવાને કારણે તેઓ કોઈ વખત ચેપી રોગોના ભોગ પણ બને છે. આ ચેપી રોગોમાં યકૃતશોથ-બી (hepatitis-B, માનવપ્રતિરક્ષાઊણપકારી વિષાણુ(human immuna-dificiency…
વધુ વાંચો >આરોગ્ય-નિર્ધારણ
આરોગ્ય-નિર્ધારણ : આરોગ્ય વિશે નિર્ણય કરવો તે. વિશ્વ-આરોગ્ય સંસ્થા દ્વારા આરોગ્યની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે : સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સંતુલન(balance)ની સ્થિતિ તે આરોગ્ય. રોગ કે અલ્પક્ષમતા (disability) ન હોય તે આરોગ્ય માટે પૂરતું નથી. અમુક વિદ્વાનોએ આ વ્યાખ્યામાં આધ્યાત્મિક સંતુલનનું પરિમાણ ઉમેર્યું છે. શારીરિક સ્વાસ્થ્ય એ આરોગ્યનો…
વધુ વાંચો >આરોગ્ય, રોગપ્રતિરોધ અને તબીબી સેવાઓ
આરોગ્ય, રોગપ્રતિરોધ અને તબીબી સેવાઓ આરોગ્ય અને રોગનિર્ધારણ આરોગ્ય એટલે શારીરિક, માનસિક તથા સામાજિક સ્વસ્થતા. રોગપ્રતિરોધ (prophylaxis) એટલે રોગ કે વિકાર થાય તે પહેલાં તેને થતો અટકાવવો તે. રોગ કે વિકાર ન થાય તેવી સર્વ સ્થિતિ થાય કે કરાય તેને પૂર્વનિવારણ (prevention) કહે છે. ઔષધપ્રયોગ, રસી કે અન્ય ક્રિયાથી કોઈ…
વધુ વાંચો >આરોગ્યશિક્ષણ
આરોગ્યશિક્ષણ : આરોગ્યપ્રદ ટેવો કેળવવા માટે અપાતું શિક્ષણ. આરોગ્યશિક્ષણના ત્રણ મુખ્ય હેતુઓ : (1) સામાન્ય પ્રજાને આરોગ્ય સંદેશો પહોંચાડવો તે. રોગ અને મૃત્યુને સામાન્યત: કુદરતી પ્રક્રિયાના ભાગ રૂપે ગણીને નિ:સહાય બેસી રહેવાને બદલે મોટા ભાગના રોગો અટકાવી શકાય છે અથવા તેની અસર ઓછી કરી શકાય છે, એવી વૈજ્ઞાનિક સમજ સામાન્ય…
વધુ વાંચો >આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય
આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય આરોગ્યસેવાઓ એટલે મુખ્યત્વે આરોગ્યની જાળવણી અને વૃદ્ધિ કરવાનાં વિવિધ પગલાં લેવાનો કાર્યક્રમ. આરોગ્યની જાળવણી માટે અને રોગ, વિકાર કે વિકૃતિ ઉત્પન્ન થયે તેની સારવારની વ્યવસ્થા માટે સ્થપાયેલી અને કાર્યરત સંસ્થાઓ આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાયના ભાગરૂપ છે. સંભવિત રોગ, વિકાર કે વિકૃતિને થતાં અટકાવવાં તેમજ સમાજના સર્વે…
વધુ વાંચો >આલ્ડૉસ્ટિરોન
આલ્ડૉસ્ટિરોન (Aldosterone) : અધિવૃક્ક ગ્રંથિના બહિ:સ્તર(adrenal cortex)નો અંત:સ્રાવ (hormone). અધિવૃક્ક ગ્રંથિના બહિ:સ્તર અથવા બાહ્યકમાંથી બે મુખ્ય અંત:સ્રાવો ઉત્પન્ન થાય છે : કૉર્ટિસોન અને આલ્ડૉસ્ટિરોન. આલ્ડૉસ્ટિરોન મિનરલો-કૉર્ટિકૉઇડ સમૂહમાં આવે છે અને તેનું મુખ્ય કાર્ય સોડિયમ, પોટૅશિયમ અને હાઇડ્રોજનના આયનોની સમતુલા જાળવવાનું છે. આલ્ડૉસ્ટિરોન આડકતરી રીતે લોહીના દબાણને પણ અસર કરે છે.…
વધુ વાંચો >આવેગ નિયમન વિકારો
આવેગ નિયમન વિકારો (impulse-control disorders) : પોતાના આવેગો પર કાબૂના અભાવરૂપ વિકારો. આવી વ્યક્તિ સ્પષ્ટ, તાર્કિક હેતુઓ વિના પોતાને તથા બીજાઓના હિતને નુકસાન થાય એવાં કૃત્યો કરે છે. સામાન્ય રીતે, ટેવવશ કરાતાં દારૂ કે માદક દ્રવ્યોના સેવનનો અને જાતીય વર્તનનો આ વિકારોમાં સમાવેશ કરવામાં આવતો નથી. આવેગ નિયમનના વિકારોનું નિદાન…
વધુ વાંચો >આહાર અને પોષણ
આહાર અને પોષણ આહાર એટલે ખોરાક, મનુષ્યની પાચનશક્તિને અનુકૂળ કરાયેલ ખાદ્ય પદાર્થો. જીવનને ટકાવી રાખનારાં ત્રણ અનિવાર્ય સાધનો હવા, પાણી અને આહાર ગણાય છે. આહાર અને તંદુરસ્ત મનુષ્યના પ્રવર્તન અથવા ક્રિયાશીલતા (functioning) વચ્ચેનો સંબંધ સમજાવતી વિજ્ઞાનની શાખાને પોષણવિજ્ઞાન (nutrition) કહે છે. ઉષ્ણતા, ખનિજો, વિટામિન (પ્રજીવકો) અને અન્ય પોષક દ્રવ્યો શરીરની…
વધુ વાંચો >