અસમિયા સાહિત્ય

ભટ્ટાચાર્ય, નલિનીધર

ભટ્ટાચાર્ય, નલિનીધર (જ. 1921, મેલેંગ, કઠગાંવ, જિ. જોરહટ, આસામ; અ. 1 સપ્ટેમ્બર 2016, ગુવાહાટી) : અસમિયા ભાષાના લેખક, વિવેચક. તેમને તેમના વિવેચનાત્મક ગ્રંથ ‘મહત ઐતિહ્ય’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે 1959માં અસમિયા સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અસમિયા ઉપરાંત બંગાળી અને અંગ્રેજીનું જ્ઞાન…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, વીરેન્દ્રકુમાર

ભટ્ટાચાર્ય, વીરેન્દ્રકુમાર (જ. 1928, દીના, જોરહાટ, જિ. શિવસાગર, આસામ) : અસમિયા લેખક. પિતા શચીનાથ ભટ્ટાચાર્ય ચાના બગીચામાં નોકરી કરતા હતા. જોરહાટ સરકારી શાળામાંથી 1941માં એમણે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને અનેક સ્કૉલરશિપો મેળવી. 1945માં કોટન કૉલેજમાંથી એમણે બી.એસસી.ની પદવી મેળવી. તે પછી કૉલકાતાનાં દૈનિકોમાં કામ કરતાં એમણે પત્રકારત્વની તાલીમ લીધી.…

વધુ વાંચો >

ભાનુમતી

ભાનુમતી (1890–91) : આસામી કૃતિ. અસમિયા લેખક પદ્મનાથ ગોંહાઈ બરુઆની નવલકથા. આસામી સાહિત્યની તે પ્રથમ નવલકથા છે. આસામીમાં એ સાહિત્યપ્રકાર તેનાથી શરૂ થાય છે. આ નવલકથા સામયિકમાં ધારાવાહીરૂપે પ્રકાશિત થઈ હતી. એ ભાનુમતી અને ચારુ ગોંહાઈની પ્રણયકથા છે. ભાનુમતીના પિતા એને, કશી વાતનું દુ:ખ ન પડે તે માટે, રાજકુંવર સાથે…

વધુ વાંચો >

મહંત, કેશવ

મહંત, કેશવ (જ. 1926, મિજિકાજન ચા-બગીચા, શોણિતપુર, આસામ) : અસમિયા કવિ. તેમને ‘મોર જે કિમાન હેયાહ’ નામક ગીત-સંગ્રહ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો 1993ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીકાળ દરમિયાન 1930ના દશકામાં તેમણે વાર્તાઓ લખવાથી શરૂઆત કર્યા પછી કવિતા તથા ગીતો લખવા માંડ્યાં. અસમિયાના શંકરદેવ, લક્ષ્મીનાથ બેજબરુઆ, જ્યોતિપ્રસાદ અગ્રવાલ તથા…

વધુ વાંચો >

મહાત્માર પોરા રૂપકોંવરલોઈ

મહાત્માર પોરા રૂપકોંવરલોઈ (1969) : અસમિયા ભાષાનો આત્મચરિત્રાત્મક સંસ્મરણોનો નિબંધસંગ્રહ. આ નિબંધોમાં લેખક લક્ષ્મીનાથ ફૂકને (જ. 1894; અ. 1975) તેમની 50 વર્ષની સુદીર્ઘ અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં તેમના અંગત સંપર્કમાં આવેલી અને અસમિયા સાહિત્ય, કલા, સંસ્કૃતિ, પત્રકારત્વ, રાજકારણ અને વ્યાપારના ક્ષેત્રે વિખ્યાત નીવડેલ 15 વ્યક્તિવિશેષો ઉપરાંત મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુનાં…

વધુ વાંચો >

મંચલેખા

મંચલેખા : 1468થી 1967 સુધીના આસામી  થિયેટર વિશેની વ્યાપક તવારીખનો ગ્રંથ. આ ગ્રંથને 1969ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1468થી 1967 સુધીના ગાળાના આસામી રંગમંચના અભ્યાસને શક્ય તેટલો સર્વગ્રાહી બનાવવા વિસ્તૃત સામગ્રી એકત્રિત કરવામાં લેખક અતુલચંદ્ર હઝારિકા(જ. 1906)એ ખંત અને કાળજીપૂર્વક પરિશ્રમ કર્યો છે. આ ગ્રંથમાં…

વધુ વાંચો >

માધવદેવ

માધવદેવ (જ. 1490, લેટેકુફખુરી, લખિમપુર; અ. 1596, ભેલાદુઆર, આસામ) : પ્રસિદ્ધ અસમિયા વૈષ્ણવ આચાર્ય અને કવિ, નાટ્યકાર. આસામમાં વૈષ્ણવ ધર્મના સ્થાપક મહાપુરુષ શંકરદેવ(1449–1569)ના મુખ્ય શિષ્ય અને ધર્માધિકારી માધવદેવનો જન્મ એક દુ:ખી કાયસ્થ પરિવારમાં થયો હતો. માધવદેવે આજન્મ કૌમાર્યવ્રતનું પાલન કરી ધર્મ અને સમાજની ઉન્નતિમાં પોતાના જીવનને સમર્પી દીધું હતું. એટલે…

વધુ વાંચો >

મીરી જિયરી

મીરી જિયરી (1895) : મીરી જનજાતિના જીવન પર આધારિત રજનીકાન્ત બરદલૈ(1867–1939)ની પ્રસિદ્ધ અસમિયા નવલકથા. રજનીકાન્ત બરદલૈએ ‘મનોમતી’, ‘રંગિલિ’, ‘નિર્મલ ભક્ત’, ‘રાહદોઇ લિગિર’, ‘તામ્રેશ્વરીર મંદિર’ જેવી આઠેક નવલકથાઓ લખી છે; જેમાં ‘મીરી જિયરી’ (મીરી કન્યા) સૌથી પહેલી છે. આદિમ જનજાતિઓ વિશે જે સમયે ભાગ્યે જ કોઈ વિચાર કરતું તે વખતે રજનીકાન્ત…

વધુ વાંચો >

રાયચૌધરી, અંબિકાગિરિ

રાયચૌધરી, અંબિકાગિરિ (જ. 1885, બારપેટ, આસામ; અ. 1967) : આસામી સાહિત્યકાર. તેમણે માધ્યમિક શાળાનાં 8 ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી પરંપરાગત શિક્ષણ છોડી દીધું. ભવિષ્યની કારકિર્દી બનાવવા તેઓ ગુઆહાટી ગયાં અને ત્યાં કેટલાક ક્રાંતિકારીઓના પરિચયમાં આવ્યાં; એ લોકો બ્રિટિશ અમલ સામે સશસ્ત્ર ક્રાંતિમાં માનતા હતા. આથી તેમની પણ તુરત ધરપકડ…

વધુ વાંચો >

લાહકર, સત્યવ્રત ભૂયા

લાહકર, સત્યવ્રત ભૂયા (જ. 1 માર્ચ 1922, ગૌહત્તી, આસામ) : આસામી પત્રકાર અને લેખક. 1942માં ભારતીય લશ્કર અકાદમીનો નિમણૂક-પત્ર મળ્યો અને લશ્કર(પાયદળ)માંથી મેજરપદેથી નિવૃત્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિવિધ દરજ્જામાં લશ્કરી સેવા બજાવી હતી. તેમણે કલ્યાણ-અધિકારી તથા મદદનીશ પૉલિટિકલ ઑફિસર તરીકે પણ કામગીરી કરી હતી. 1953–54 દરમિયાન નેફામાં મૅજિસ્ટ્રેટ તરીકે…

વધુ વાંચો >