અશ્વિની કાપડિયા

સહભાગીદારી (copartnership)

સહભાગીદારી (copartnership) : ભાગીદારીમાં ધંધો કરવા માટે ટૂંકા સમય માટે સ્થાપવામાં આવેલી પેઢી. નફો વહેંચી લેવાના ઉદ્દેશથી સામાન્યત: ભાગીદારી પેઢીઓ શરૂ થાય છે અને કોઈ એક ધંધાને સતત ચાલુ રાખીને સતત નફો મેળવવાના ઉદ્દેશથી પણ ભાગીદારી પેઢીઓ ચાલતી હોય છે. આર્થિક ક્ષેત્રે એવા કેટલાક બનાવો બને છે કે જેનો લાભ…

વધુ વાંચો >

સંગઠિત બજારો (Organised Markets)

સંગઠિત બજારો (Organised Markets) : ઠરાવેલા નિયમો અને વિધિ અનુસાર ખરીદ અને વેચાણ કરવા માટે જ્યાં એકઠા થઈ શકાય તેવાં સોના-ચાંદી બજાર; રૂ બજાર અને ખનિજ તેલ બજાર (commodity exchange); શૅરબજાર (share and stock exchange), નાણાં બજાર વગેરે કાયદેસરની માન્યતાપ્રાપ્ત સ્થળો. આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે (1) ઉત્પાદન; (2) વિનિમય; (3) વિતરણ…

વધુ વાંચો >

સંચિત થાપણ (Reserve Deposit)

સંચિત થાપણ (Reserve Deposit) : વેપારી બૅન્કો દ્વારા મધ્યસ્થ બૅન્કમાં મૂકવામાં આવતી ચોક્કસ રકમની થાપણ. વેપારી બૅન્કોએ તરલતા અને નફાકારકતા વચ્ચે સતત સમતુલા સાધવાની હોય છે. બૅન્કો જો તરલતા વધારે રાખે તો થાપણદારો, શૅરહોલ્ડરો અને જાહેર જનતાને પોતાની સલામતીની ખાતરી આપે છે; પરંતુ નફો ઓછો થઈ જાય છે. બૅન્કો જો…

વધુ વાંચો >

સંચિત મૂડી (Reserve Capital)

સંચિત મૂડી (Reserve Capital) : કંપનીએ બહાર પાડેલી મૂડી(issued capital)માંથી શૅરહોલ્ડરોએ ભરવાપાત્ર મૂડી(subscribed capital)ના જે શૅરો હોય તેમની પૂરેપૂરી દર્શાવેલી રકમ (face value) ન મંગાવતાં સંચાલકો આંશિક રકમ જ મંગાવે તેવા સંજોગોમાં નહિ મંગાવેલી મૂડી (uncalled capital). મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓ શૅરહોલ્ડરો પાસેથી મૂડી એકત્રિત કરે છે. તેની પ્રક્રિયાના જુદા જુદા…

વધુ વાંચો >

સંયુક્ત ક્ષેત્ર

સંયુક્ત ક્ષેત્ર : જાહેર ક્ષેત્રની સંસ્થાએ આર્થિક હેતુઓ માટે ખાનગી ક્ષેત્ર સાથે શૅરમૂડીની ભાગીદારીમાં સ્થાપેલ અલગ કંપની અથવા સહકારી મંડળી. કેન્દ્ર, રાજ્ય અથવા તો સ્થાનિક સરકારી સંસ્થા 100 ટકા શૅરમૂડીરોકાણ કરીને જે અલગ કંપનીની સ્થાપના કરે છે તેને જાહેર ક્ષેત્રની કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેનો વહીવટ તેને સ્થાપનાર સંસ્થાના…

વધુ વાંચો >

સામાજિક લાભ-વ્યય-વિશ્લેષણ (Social Cost Benefit Analysis)

સામાજિક લાભ–વ્યય–વિશ્લેષણ (Social Cost Benefit Analysis) : કોઈ પણ આર્થિક અથવા બિનઆર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે તો તેનાથી સમાજને લાભ અથવા વ્યય તે બન્નેમાં શું વધારે થાય છે તે અંગેનું વિશ્લેષણ. સામાજિક લાભ-વ્યય-પૃથક્કરણમાં બે શબ્દો મુખ્ય છે : (1) ‘લાભ’, (2) ‘વ્યય’. સામાજિક લાભ-વ્યય- પૃથક્કરણનો હેતુ કોઈ પ્રવૃત્તિ કરતાં સમાજને લાભ…

વધુ વાંચો >

સામાજિક વીમો

સામાજિક વીમો : એકસરખા અને સમાન પ્રકારના જોખમથી પ્રભાવિત થાય તે પ્રકારના આખા જૂથને આર્થિક નુકસાનનું વળતર ચૂકવી આપવાનો વીમો અથવા વ્યવસ્થા. પ્રત્યેક પ્રકારના વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. અનેક કારણોએ સમાજમાં જે જોખમો ઊભાં થાય છે તેને માટે સમાજના બધા સભ્યો જવાબદાર હોતા નથી. આગળ વધીને જેઓ જોખમના ભોગ…

વધુ વાંચો >

સુરેખ આયોજન (linear programming)

સુરેખ આયોજન (linear programming) : વાણિજ્યપ્રવૃત્તિ અથવા ઉત્પાદનકાર્ય કરવા અંગે વિવિધ પ્રકારનાં દબાણો અને મૂંઝવણ ભરેલી સમસ્યાઓ ઊભી થઈ હોય ત્યારે તેમનો ઉકેલ લાવવા માટે કેવા મહત્તમ અથવા લઘુતમ સ્તરે કાર્ય કરવા અંગે નિર્ણય લેવા માટે વિકસાવેલી ગાણિતિક પ્રવિધિ. ધંધાનો મુખ્ય હેતુ મહત્તમ નફાનો હોય છે અને તે માટે ન્યૂનતમ…

વધુ વાંચો >

સૂચનાપત્ર (કાયદાશાસ્ત્ર)

સૂચનાપત્ર (કાયદાશાસ્ત્ર) : કોઈ પણ અગત્યની બાબત અંગે સામા પક્ષને ખબર આપવા માટેનું વૈધિક સાધન. તે માટે અંગ્રેજીમાં ‘નોટિસ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં તે માટે ઘણા વિકલ્પાર્થી શબ્દો છે; દા.ત., સૂચિત કરવું, ચેતવવું, નોટિસ આપવી, જાણકારી આપવી, સૂચના આપવી, ખબર આપવી, વિજ્ઞાપનયુક્ત ઘોષણા અથવા જાહેરાત કરવી, વિજ્ઞપ્તિ…

વધુ વાંચો >

સેફ ડિપૉઝિટ વોલ્ટ

સેફ ડિપૉઝિટ વોલ્ટ : પોતાનાં ઝવેરાત, મૂલ્યવાન દસ્તાવેજો તથા નાણાં અને બીજી કિંમતી વસ્તુઓ સલામત રાખવા માટે ગ્રાહકોને બૅન્ક દ્વારા ભાડે આપવામાં આવતાં સ્ટીલનાં મજબૂત કબાટોનાં જુદાં જુદાં ખાનાં. સેફ ડિપૉઝિટ વોલ્ટ બધી જ દૃષ્ટિબિંદુએ સલામત એવું અમાનતો જાળવવાનું ભોંયરું છે. આ ભોંયરામાં એટલે કે વોલ્ટમાં નાનાંમોટાં ખાનાંઓવાળું ખૂબ મજબૂત…

વધુ વાંચો >