અવિનાશ બાલાશંકર વોરા
અનુક્રમણ
અનુક્રમણ (succession) : ભૂમિના કોઈ નિર્વસિત (denuded) વિસ્તાર પર ક્રમિક અને સંભવિત ક્રમે જીવસમાજ વસવાની પ્રક્રિયા. આ એક વિકાસાત્મક પ્રક્રિયા છે. નિર્વસિત વિસ્તારના નિર્માણનાં ઘણાં કારણો હોઈ શકે. આગ, પૂર, દુષ્કાળ, જ્વાળામુખીના લાવાનું પ્રસરણ તેમજ માણસ દ્વારા ઉજ્જડ વિસ્તારો સર્જાય છે. આવા ઉજ્જડ વિસ્તાર પર વિવિધ-વનસ્પતિસમૂહો ક્રમબદ્ધ રીતે વસવાટ કેળવે…
વધુ વાંચો >આબોહવા
આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…
વધુ વાંચો >આયનવિરોધ
આયનવિરોધ (આયન-પ્રતિસ્પર્ધિતા, ion-antagonism) : વિરોધાભાસી આયનોના અસ્તિત્વથી કોષવ્યવહારમાં સધાતું સમતોલપણું. ભાલ પ્રદેશના નળ સરોવરમાં દરિયાનું પાણી ઠલવાય છે અને તેની ઊંડાઈ લગભગ 1-2 મીટર હોય છે. આ ખારા પાણીમાં ડૂબેલી water cactus-Najas marina L-નામની 25 સેમી.થી 50 સેમી. ઊંચાઈવાળી વનસ્પતિની ચાદર પથરાય છે. આ વનસ્પતિ સમુદ્રનાં ખારાં પાણીમાં ખૂબ જ…
વધુ વાંચો >આર્થ્રોકનેમમ
આર્થ્રોકનેમમ : દ્વિદળી વર્ગમાં આવેલ ચિનોપોડિયેસી કુળની એક પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arthrocnemum indicum (Willd) Moq. (ગુ. ભોલાડો) છે. તે ભારતનું વતની છે. તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે અને મુંબઈમાં વસઈના કિનારે ઊગી નીકળતી ચેર (mangrove) વનસ્પતિ છે. જામનગર-ભાવનગરના ઘોઘા બંદરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેને મળતી આવતી પ્રજાતિ Salicornia…
વધુ વાંચો >ઉષ્મા-સામયિકતા
ઉષ્મા-સામયિકતા (thermoperiodism) : વનસ્પતિનાં વૃદ્ધિ અને વિકાસ ઉપર તાપમાનના ફેરફારોનો પ્રતિભાવ. વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર દૈનિક તાપમાનના ફેરફારોની ઘણી જ અસર પડે છે. તેની સમજૂતી ફ્રિઝ વેન્ટ નામના વનસ્પતિશાસ્ત્રીએ Compositae કુળના એકવર્ષાયુ છોડ Lathoenia charysostomaમાં પ્રાયોગિક રીતે દર્શાવી હતી. જો રાત્રિ-તાપમાન 20o સે. હોય તો તે છોડ 60 દિવસ જીવે…
વધુ વાંચો >જલોદભિદ વનસ્પતિઓ (hydrophyte/aquatic plants)
જલોદભિદ વનસ્પતિઓ (hydrophyte/aquatic plants) : સમુદ્ર, તળાવ, સરોવર, નદી, વહેણ વગેરે કોઈ પણ પ્રકારના જળાશયમાં ઊગતી વનસ્પતિઓ. મીઠા કે ખારા પાણીમાં રહેતી કે ઉપર તરતી વનસ્પતિના અનેક પ્રકારો છે. તે વિવિધ કદની હોય છે. એકકોષી સૂક્ષ્મજીવીથી માંડીને મોટાં પોયણાં તેમજ સમુદ્રમાં ઊગતી 30 મી. લંબાઈ ધરાવતી લીલ સુધીની વનસ્પતિસૃષ્ટિના દરેક…
વધુ વાંચો >જાતિ (species)
જાતિ (species) : વૈજ્ઞાનિક વર્ગીકરણ માટેનો મૂળભૂત એકમ. સૌપ્રથમ જાતિને વર્ગીકરણના એકમ તરીકે ગણવાનો પ્રસ્તાવ અંગ્રેજ જીવવૈજ્ઞાનિક જ્હૉન રેએ સત્તરમી સદીમાં આપ્યો; પરંતુ તેને આધુનિક વર્ગીકરણમાં ગોઠવવાનો પ્રયાસ અઢારમી સદીમાં કેરોલસ લીનિયસ નામના સ્વીડિશ વૈજ્ઞાનિકે કર્યો. લીનિયસ દ્વિનામી વર્ગીકરણપદ્ધતિનો મુખ્ય પ્રણેતા ગણાય છે. આ પદ્ધતિ પ્રમાણે કોઈ પણ સજીવને બે…
વધુ વાંચો >જાતિવિકાસ (phylogony)
જાતિવિકાસ (phylogony) : કોઈ પણ જાતિ કે જાતિઓના સમૂહોના ઉદ્વિકાસનો તેમજ જાતિઓના પારસ્પરિક સંબંધોનો ઇતિહાસ. મુખ્યત્વે વૈજ્ઞાનિકોમાં એ સાર્વત્રિક માન્યતા છે કે કોઈ પણ સજીવ પ્રાણી કે વનસ્પતિ એક જ પૂર્વજમાંથી ઊતરી આવ્યાં છે અને આમ ઊતરી આવતાં સજીવોમાંના અમુક સમાન લક્ષણો ધરાવતાં હોય છે. એવું પણ માનવામાં આવે છે…
વધુ વાંચો >જિન્ગોએલ્સ
જિન્ગોએલ્સ : અનાવૃત બીજધારી વનસ્પતિઓનો એક સમૂહ. તે આજથી 19 કરોડ વર્ષો પહેલાં ફૂલ્યોફાલ્યો હતો. પછી સમગ્ર સમૂહ નષ્ટ થયો. તેનો એક જ જીવંત સભ્ય હવે જોવા મળે છે. એવું મનાય છે કે કોર્ડટેઇટીસ અને સાયકેડોફીલીકેલ્સ નામની હાલ અશ્મીભૂત વનસ્પતિમાં તેના પૂર્વજો હતા. જિન્કગો બાઇલોબા નામ ધરાવતી આમાંની એક જ…
વધુ વાંચો >