અર્થશાસ્ત્ર
કૉર્પોરેટવાદ
કૉર્પોરેટવાદ (corporativism) : રાજ્યને અધીન રહીને સમાજની વિવિધ આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને નિગમ(corpo-ration)રૂપે સંયોજિત કરવાની હિમાયત કરતી વિચારધારા. રાજકુમાર ક્લેમેન્સ મેટરનિક(1773-1859)ના દરબારના તત્વજ્ઞ ઍદમ મ્યૂલર, ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રી ઓથમર સ્પાન અને ઇટાલીના ક્રિશ્ચન ડેમોક્રૅટિક પક્ષના નેતા ગિસેપી ટોનિઓલો આ વિચારધારાના મુખ્ય સમર્થકો ગણાય છે, પરંતુ વ્યવહારમાં તેનો અમલ કરવાનો જશ બે…
વધુ વાંચો >કોલંબો યોજના
કોલંબો યોજના (1950) : દક્ષિણ અને અગ્નિ એશિયાના દેશો તથા યુ.એસ., બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડનું સભ્યપદ ધરાવતી આર્થિક વિકાસ માટેની યોજના. 1951થી 1977 સુધી તે ‘દક્ષિણ અને અગ્નિ એશિયાના સહકારી આર્થિક વિકાસ માટેની કોલંબો યોજના’ તરીકે જાણીતી હતી. અગ્નિ એશિયાના સામ્યવાદી દેશોએ યોજનામાં ભાગ ન લેવાનો નિરધાર કરતાં તેનું…
વધુ વાંચો >ક્રગમન, પૉલ રૉબિન
ક્રગમન, પૉલ રૉબિન (જ. 28 ફેબ્રુઆરી 1953, લૉંગ આયર્લૅન્ડ, ન્યૂયૉર્ક) : સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના જ્ઞાતા અને વર્ષ 2008 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. તેઓ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના તથા આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસરના પદ પર કાર્યરત છે. સાથોસાથ વર્ષ 2000થી ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના નિયમિત કટારલેખક પણ છે. યહૂદી પરિવારમાં જન્મ તથા ન્યૂયૉર્કના લૉંગ…
વધુ વાંચો >ક્રિપ્ટોકરન્સી
ક્રિપ્ટોકરન્સી : કોઈ મધ્યસ્થ બેંક કે સરકારની પરવાનગી વગર ઓનલાઈન અસ્તિત્વ ધરાવતી એક ડિજિટલ કરન્સી. ડિજિટલ વોલેટમાં ખાસ અલ્ગોરિધમ અને આંકડાંની મદદથી ક્રિપ્ટોધારકને એ કરન્સીનો એક્સેસ આપવામાં આવે છે. ક્રિપ્ટોધારક તેમની પાસે રહેલી ક્રિપ્ટોકરન્સી ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. 2009માં પ્રથમ વખત એ અસ્તિત્વમાં આવી હતી. જાપાની નાગરિક સાતોશી…
વધુ વાંચો >ક્લાર્ક, કોલિન ગ્રાન્ટ
ક્લાર્ક, કોલિન ગ્રાન્ટ (જ. 2 નવેમ્બર 1905, લંડન; અ. 4 સપ્ટેમ્બર 1989, લંડન) : પ્રયુક્ત (applied) અર્થશાસ્ત્રના અંગ્રેજ નિષ્ણાત. 1924માં રસાયણશાસ્ત્ર સાથે સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી લૉર્ડ ડબ્લ્યૂ. એચ. બિવરીજના સહાયક તરીકે જોડાયા. 1929ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે તેમણે આમસભામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પણ સફળ થયા નહિ.…
વધુ વાંચો >ક્લાર્ક, જૉન બેટિસ
ક્લાર્ક, જૉન બેટિસ (જ. 26 જાન્યુઆરી 1847, પ્રોવિડન્સ, યુ.એસ.; અ. 21 માર્ચ 1938, ન્યૂયૉર્ક, યુ.એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યમાં આવેલ ઍમહર્સ્ટ કૉલેજમાં અને તે પછી જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટી તથા સ્વિટ્ઝર્લૅન્ડની ઝુરિક યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું. 1895માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના પ્રોફેસર નિમાયા તે પહેલાં પોતાની માતૃસંસ્થા…
વધુ વાંચો >ક્લાર્ક, જૉન મૉરિસ
ક્લાર્ક, જૉન મૉરિસ (જ. 30 નવેમ્બર 1884, નૉર્ધમ્પ્ટન ટૉરેન્ટો, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 27 જૂન 1963, વેસ્ટપોર્ટ કનેક્ટિકટ્સ, યુ.એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. તેમના પિતા જૉન બૅટિસ ક્લાર્ક (1847-1938) પણ જાણીતા અર્થશાસ્ત્રી હતા. કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરના જે પદ પરથી 1923માં પિતા નિવૃત્ત થયા તે જ પદ પર 1926માં તેમની નિમણૂક…
વધુ વાંચો >ક્લિયરિંગ અને ક્લિયરિંગ હાઉસ
ક્લિયરિંગ અને ક્લિયરિંગ હાઉસ : એક જ વિસ્તારમાં આવેલી અને એક જ વ્યવસાયમાં રોકાયેલી પેઢીઓ વચ્ચે પરસ્પર લેવડદેવડની સરળ અને ઝડપી પતાવટ. તેના કેન્દ્રરૂપ સ્થળને ક્લિયરિંગ હાઉસ કહે છે. બૅંકિંગના વ્યવસાયની ક્લિયરિંગ વ્યવસ્થા અતિ પ્રચલિત અને લોકપ્રિય છે. જુદી જુદી સ્થાનિક બૅંકો ઉપર લખાયેલા ચેક, ડ્રાફ્ટ વગેરેના રોજેરોજના ક્લિયરિંગ દ્વારા…
વધુ વાંચો >ક્લીન, લૉરેન્સ આર.
ક્લીન, લૉરેન્સ આર. (જ. 14 સપ્ટેમ્બર 1920, ઓમાહા, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 2013 પેન્સિલવેનિયા, યુ. એસ.) : વિશ્વવિખ્યાત અમેરિકન અર્થમિતિશાસ્ત્રજ્ઞ(econometrician) તથા 1980ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા. અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સર્વોચ્ચ ગુણવત્તા સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી નોબેલ પુરસ્કાર વિજેતા (1970) પૉલ સૅમ્યુઅલસનના માર્ગદર્શન…
વધુ વાંચો >ક્વોટા
ક્વોટા : દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન કરવા માટે અપનાવવામાં આવતી વ્યાપારનીતિનું પરિમાણાત્મક સાધન. ક્વોટા આયાત થતી વસ્તુના જથ્થા કે મૂલ્યને લાગુ પાડવામાં આવે છે. સામાન્યત: લેણદેણની તુલાની ખાધને દૂર કરવા અથવા/અને દેશના ઉત્પાદકોને વિદેશી ગળાકાપ હરીફાઈ સામે રક્ષણ પૂરું પાડવા માટે દેશની સરકાર અનેક સંરક્ષણાત્મક જોગવાઈઓ દાખલ કરી શકે છે.…
વધુ વાંચો >