અરુણ વૈદ્ય
પ્રમેય (theorem) અને પ્રમેયિકા (lemma)
પ્રમેય (theorem) અને પ્રમેયિકા (lemma) : ગણિતમાં સ્વીકૃત થયેલી પદ્ધતિ અનુસાર સાબિત થતું મહત્વનું પરિણામ એટલે પ્રમેય અને ઓછા મહત્વનું પરિણામ એટલે પ્રમેયિકા. પ્રમેયની સાબિતી સામાન્ય રીતે તે તે વિષયની પૂર્વધારણાઓ તથા તાર્કિક ક્રમમાં અગાઉ સાબિત થઈ ચૂકેલાં અન્ય પ્રમેયો પરથી તાર્કિક દલીલો વડે અપાય છે. ઘણાંબધાં પ્રમેયો તેમને સૌપ્રથમ…
વધુ વાંચો >ફર્માનું અંતિમ પ્રમેય
ફર્માનું અંતિમ પ્રમેય : ગણિતમાં સંખ્યાઓના એક વિશિષ્ટ ગુણધર્મને લગતો સાડાત્રણસોથી વધુ વર્ષ સુધી વણઊકલ્યો રહેલો કોયડો, જે વીસમી સદીના અંતિમ દાયકામાં જ ઉકેલી શકાયો. ‘‘શૂન્યેતર પૂર્ણાંકો x, y, z અને પૂર્ણાંક n ≥ 3 માટે xn + yn = zn ન હોઈ શકે’’ – આ વિધાન ફર્માનું અંતિમ પ્રમેય છે.…
વધુ વાંચો >ફિબોનાકી સંખ્યાઓ
ફિબોનાકી સંખ્યાઓ : ગણિતમાં અને નિસર્ગમાં અનેક સ્થાને ર્દષ્ટિગોચર થતી ખૂબ ઉપયોગી સંખ્યાઓ. આ સંખ્યાઓ તે 1, 2, 3, 5, 8, 13, 21, 34, ….. છે. આ સંખ્યાશ્રેણીને ફિબોનાકી શ્રેણી કહે છે. તેમાં પહેલી બે પછીની દરેક સંખ્યા તેની તરતની પુરોગામી બે સંખ્યાઓના સરવાળા જેવડી હોય છે. ઈ. સ. 1170થી…
વધુ વાંચો >બર્ટ્રાન્ડની પૂર્વધારણા
બર્ટ્રાન્ડની પૂર્વધારણા : દરેક વાસ્તવિક x > 1 માટે x અને 2x વચ્ચે કોક અવિભાજ્ય પૂર્ણાંક હોય જ છે એવું બર્ટ્રાન્ડે 1840માં કરેલું અનુમાન સાચું હોય તો તેમાંથી અનેક સારાં પરિણામો ફલિત થઈ શકે; પણ બર્ટ્રાન્ડનું અનુમાન સાબિત કરવું કઠિન લાગતું હતું. તે અનુમાન બર્ટ્રાન્ડની પૂર્વધારણા (postulate) તરીકે ઓળખાયું. 1852માં…
વધુ વાંચો >ભારત
ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…
વધુ વાંચો >ભૂમિતિ (Geometry)
ભૂમિતિ (Geometry) ગણિતની એક શાખા, જેમાં ભૌમિતિક આકૃતિઓનાં આકાર, કદ અને સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. વળી આકાર, ખૂણા અને અંતર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. geo એટલે ભૂ–પૃથ્વી અને metron એટલે માપન. આ બે શબ્દો પરથી આ શબ્દ બન્યો છે. geometryનો અર્થ…
વધુ વાંચો >મહત્તમ અને લઘુતમ મૂલ્યો
મહત્તમ અને લઘુતમ મૂલ્યો (maximum–minimum values) : અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે કે ઓછાં સ્થાનિક મૂલ્યો. વિધેયનું y મૂલ્ય, અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના (આગળના કે પાછળના) બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે હોય તો તે મૂલ્ય વિધેયનું સ્થાનિક મહત્તમ (local maximum) મૂલ્ય છે અને વિધેય દર્શાવતા વક્ર…
વધુ વાંચો >મંડળ (ગણિત)
મંડળ (ગણિત) : પૂર્ણાંકોની જેમ જેમાં સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયાઓ છૂટથી થઈ શકે તે ગણ. મંડળમાં સંખ્યાઓ જ હોય તે જરૂરી નથી. મંડળો શ્રેણિકોથી પણ બની શકે, સતત વિધેયો પણ મંડળ રચી શકે અને મંડળના સભ્યો બહુપદીઓ પણ હોઈ શકે. આ કારણે ઉપર સરવાળા, બાદબાકી અને ગુણાકારનો ઉલ્લેખ છે…
વધુ વાંચો >મૂળભૂત પ્રમેયો
મૂળભૂત પ્રમેયો : ગણિતની અમુક શાખાઓના વિકાસમાં પાયાનો ભાગ ભજવતાં પ્રમેયો. આ રીતે અંકગણિતનું મૂળભૂત પ્રમેય, બીજગણિતનું મૂળભૂત પ્રમેય અને કલનશાસ્ત્રનું મૂળભૂત પ્રમેય જાણીતાં છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય : ધન પૂર્ણાંકોમાં અવિભાજ્ય સંખ્યાઓ એ અર્થમાં મૂળ સંખ્યાઓ છે કે (1 સિવાયના) તમામ ધન પૂર્ણાંકોને અવિભાજ્યોના ગુણાકાર રૂપે (અથવા અવિભાજ્ય રૂપે)…
વધુ વાંચો >મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ
મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ : જુદી જુદી કક્ષાના વિદ્યાર્થીઓમાં રહેલી ગણિત-પ્રતિભા ચકાસવા માટે યોજાતી ગણિતસ્પર્ધાઓ. મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડનું સૌપ્રથમ આયોજન હંગેરીમાં 1894માં થયું. ધીમે ધીમે ગણિતપ્રતિભાશોધ માટે આ માધ્યમનો ઉપયોગ પ્રથમ પૂર્વ યુરોપના દેશોમાં અને 1960 પછી વિશ્વના અન્ય દેશોમાં થવા લાગ્યો. અમેરિકા, રશિયા વગેરે દેશો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પૂર્વસ્નાતક – એમ અનેક…
વધુ વાંચો >