અરુણ વૈદ્ય

યામો (co-ordinates)

યામો (co-ordinates) : સંદર્ભરેખાઓ કે સંદર્ભ-બિંદુઓ સાપેક્ષે અવકાશમાં આવેલાં બિંદુઓનું સ્થાન નક્કી કરતી પદ્ધતિ તે યામપદ્ધતિ અને નિર્દેશન-માળખા(frame of reference)થી બિંદુનું સ્થાન – અંતર દ્વારા કે અંતર અને ખૂણા દ્વારા દર્શાવતો સંખ્યાગણ તે યામ. સરળ ભૂમિતિની રીતોનો બીજગણિત સાથે વિનિયોગ કરવાથી બિંદુને બૈજિક અભિવ્યક્તિ આપી શકાય છે; દા.ત., X-Y સમતલમાંના…

વધુ વાંચો >

રઘુનાથન્, માદાબુસી સંથનમ્

રઘુનાથન્, માદાબુસી સંથનમ્ (જ. 11 ઑગસ્ટ 1941 અનંતપુર; આંધ્ર પ્રદેશ) : વીસમી સદીના ભારતના એક અતિપ્રતિષ્ઠિત શ્રેષ્ઠ ગણિતજ્ઞ. તેમના હાથે લી સમૂહો વિશે ઉત્કૃષ્ટ કોટિનું સંશોધન તો થયું જ છે, પણ તેમનો પ્રભાવ ભારતના સમગ્ર ગણિતશિક્ષણ અને સંશોધન પર પડ્યો છે. માદાબુસી સંથનમ્ રઘુનાથનનું શિક્ષણ ચેન્નાઈની વિવેકાનંદ કૉલેજ તથા ચેન્નાઈ…

વધુ વાંચો >

રામાનુજન શ્રીનિવાસ આયંગર

રામાનુજન શ્રીનિવાસ આયંગર (જ. 22 ડિસેમ્બર 1887, ઈરોડ, તામિલનાડુ; અ. 26 એપ્રિલ 1920 ચેન્નાઈ) : આધુનિક સમયના ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. તામિલનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા રામાનુજન નાનપણથી જ ગણિતમાં ખૂબ તેજસ્વી હતા. તે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ દસમા ધોરણ સુધીનાં ગણિતનાં પાઠ્યપુસ્તકો વાંચી અને સમજી ચૂક્યા હતા. તેઓ…

વધુ વાંચો >

રૂપાંતરણ ગાણિતિક (transformation mathematical)

રૂપાંતરણ ગાણિતિક (transformation mathematical) આંકડાશાસ્ત્રીય માહિતીમાં ચોકસાઈ લાવવા લઘુગણકીય કે વર્ગમૂલીય વિધેયોમાં કરવામાં આવતા ફેરફાર. બૈજિક, ભૌમિતિક, વૈશ્લેષિક, અવકાશ કે આંકડાશાસ્ત્ર અંગેના ગાણિતિક પ્રશ્નોને સરળતાથી ઉકેલવા માટે બૈજિક પદો, ભૌમિતિક યામો કે અક્ષો અને વૈશ્લેષિક આલેખનોમાં ફેરફાર કરવામાં આવે છે. બૈજિક રૂપાંતરણ : બીજગણિતમાં બૈજિક પદાવલીઓના અવયવ પાડવામાં, પદાવલીને સંક્ષિપ્ત…

વધુ વાંચો >

લબેગ, આંરી લેઑન (Lebesgue, Henri Le’on)

લબેગ, આંરી લેઑન (Lebesgue, Henri Le’on) (જ. 28 જૂન 1875, બિવેસ બુવે (Beauvais), ફ્રાન્સ; અ. 26 જુલાઈ 1941, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, લબેગ-માપનનો સિદ્ધાંત (measure theory) અને લબેગ-સંકલનના સિદ્ધાંત અંગેના કૃતિત્વ માટે જાણીતા છે. ગણના લબેગ-માપન પર આધારિત અને રીમાન સંકલન કરતાં વધારે વ્યાપક એવો સંકલનનો ખ્યાલ ઓગણીસમી સદીના અંતમાં…

વધુ વાંચો >

લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ

લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ (જ. 1 જુલાઈ 1646, લિપઝિગ; અ. 14 નવેમ્બર 1716, હૅનોવર) : વિદ્વાન જર્મન ફિલસૂફ, અધ્યાત્મવિદ્ અને ન્યૂટનના સમકાલીન ગણિતશાસ્ત્રી. જર્મનીના ત્રીસ વર્ષના મહાવિધ્વંસક યુદ્ધ પછીના ગાળામાં લિપઝિગ(જર્મની)ના પાવન લુથેરન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં તેમણે નિકોલાઈની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા નૈતિક ફિલસૂફી(moral philosophy)ના અધ્યાપક હતા.…

વધુ વાંચો >

લાપ્લાસ, પિયર સાયમન દ

લાપ્લાસ, પિયર સાયમન દ (જ. 28 માર્ચ 1749, નૉર્મન્ડી; અ. 5 માર્ચ 1827, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતી અને ભૌતિકશાસ્ત્રી. 1799થી 1825 દરમિયાન ખગોલીય યાંત્રિકી અંગે પ્રગટ થયેલા પાંચ ગ્રંથો માટે જાણીતા છે. લાપ્લાસની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી હતી. તેઓ ઓગણીસ વર્ષના હતા, ત્યારે દ’ એલમ્બર્ટ ઇકોલના મિલીટેરમાં પ્રાધ્યાપક થવા માટેનું નિમંત્રણ…

વધુ વાંચો >

લૅટિસ

લૅટિસ : લૅટિસ એટલે અમુક નિશ્ચિત ગુણધર્મોવાળા આંશિક ક્રમસંબંધથી સંપન્ન ગણ. જેમ લૅટિસને ક્રમસંપન્ન માળખા તરીકે જોઈ શકાય તેમ તેને દ્વિક્રિયાસંપન્ન એટલે કે બૈજિક માળખા તરીકે પણ જોઈ શકાય. કોઈ ગણ S પર આંશિક ક્રમ ‘≤’ એટલે નીચેના ગુણધર્મો ધરાવતો દ્વિસંબંધ. Sમાંના તમામ સભ્યો x, y, z માટે (1) x…

વધુ વાંચો >

વસાવડા મહાવીર હરિપ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1936, જૂનાગઢ)

વસાવડા મહાવીર હરિપ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1936, જૂનાગઢ) : ગુજરાતના પ્રખર ગણિતશાસ્ત્રી, સ્પષ્ટ વિચારક તથા પ્રભાવશાળી વક્તા. મહાવીર જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી 1958માં ગણિત વિષય સાથે બી.એસસી. થયા. કૉલેજકાળ દરમિયાન વક્તૃત્વકળામાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું હતું. તેઓ એમ. એસસી. દ્વારા મુંબઈ ગયા અને 1960માં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે પાસ…

વધુ વાંચો >