અરુંધતી દેવસ્થળે
નાટ્યાચાર્ય દેવળ
નાટ્યાચાર્ય દેવળ (1967) : મરાઠી જીવનચરિત્ર. મરાઠી રંગભૂમિના વિકાસમાં ગોવિંદ બલ્લાળ દેવળનું વિશિષ્ટ સ્થાન છે. મરાઠી સંગીતનાટકની પરંપરાને એમણે ઘટ્ટ સ્વરૂપ આપ્યું અને અનેક સંગીતનાટકો લખ્યાં અને એની ભજવણી વિશે માર્ગદર્શન આપ્યું તથા અનેકને નાટ્યલેખન તથા અભિનય વિશે શિક્ષણ આપ્યું; એ કારણે એ નાટ્યાચાર્યનું બિરુદ પામ્યા. એમનાં પોતાનાં રચેલાં અને…
વધુ વાંચો >નાડકર્ણી, જ્ઞાનેશ્વર
નાડકર્ણી, જ્ઞાનેશ્વર (જ. 21 મે 1928, મુંબઈ; અ. 23 ડિસેમ્બર 2010) : મરાઠી લેખક. મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં એમ.એ.. ત્યારબાદ કેટલાંય વર્ષો સુધી કૉલેજમાં અધ્યાપન કર્યું અને પછી પત્રકાર બન્યા. એ ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં કલા-સમીક્ષક હતા. એમના ચાર વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા છે : ‘પાઉસ’ (1956), ‘ભરતી’ (1958), ‘ચિદઘોષ’ (1966) તથા…
વધુ વાંચો >નામદેવ
નામદેવ (જ. 1270, નરસી નાહમણિ; અ. 1350, પંઢરપુર) : મરાઠી સંત કવિ. કુટુંબ મૂળ સતારાનું. પિતા દામાશેઠ, અને માતા ગોણાઈ. પિતા દરજીના વ્યવસાય ઉપરાંત કાપડનો વેપાર કરતા. દામાશેઠ વિઠોબાના પરમ ભક્ત. નાનપણથી જ નામદેવ ભક્તિના રંગે રંગાયેલા. વૈરાગ્યવૃત્તિ ચિત્તમાં સ્થપાયેલી. આમાંથી એમને સંસાર તરફ વાળવા રાજાઈ નામની કન્યા જોડે એમના…
વધુ વાંચો >પણ લક્ષાંત કોણ ઘેતો
પણ લક્ષાંત કોણ ઘેતો (1890થી 1893) : પ્રસિદ્ધ મરાઠી લેખક હરિનારાયણ આપટે(1860થી 1911)ની નવલકથા. આ કૃતિ મરાઠી સાહિત્યની પહેલી નવલકથા છે, જેમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, હિન્દુ સ્ત્રી ત્રસ્ત અવસ્થામાં બંદિની હોય એ રીતે જીવતી હતી અને રૂઢિગ્રસ્ત રીતરિવાજો એનું જીવન ઝેર કરી દેતા હતા તે પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્રણ છે. નવલકથાની…
વધુ વાંચો >પરૂળેકર, ગોદાવરી
પરૂળેકર, ગોદાવરી (જ. 14 ઑગસ્ટ 1907, પુણે; અ. 8 ઑક્ટોબર 1996) : મરાઠી લેખિકા. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુણેમાં લીધું. એમણે એલએલ.બી.ની પદવી 1932માં મેળવી. જાણીતા સામ્યવાદી શામરાવ પરૂળેકર સાથે લગ્ન થયાં અને પતિની જોડે થાણાના આદિવાસી ક્ષેત્રમાં સેવાકાર્યમાં જોડાઈ ગયાં. ગોપાળ કૃષ્ણ દેવધરની પ્રેરણાથી તેમણે સમાજસેવાનું ક્ષેત્ર અપનાવ્યું. પાછળથી…
વધુ વાંચો >પેંડસે શ્રી. ના.
પેંડસે, શ્રી. ના. (જ. 5 જાન્યુઆરી, 1913, દાપોલી, રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 માર્ચ, 2007, મુંબઈ) : મરાઠી લેખક. શિક્ષણ મુંબઈમાં. એમણે મરાઠી સાહિત્યમાં જાનપદી (આંચલિક) નવલકથાની શરૂઆત કરી અને મરાઠી નવલકથાને નવી દિશાસૂઝ આપી. એમની પ્રથમ કૃતિ ‘ખડકાવરીલ હિરવળ’(1941)માં શબ્દચિત્રો છે અને મરાઠી શબ્દચિત્રોમાં તે ઉચ્ચસ્થાન ધરાવે છે. 1949માં પ્રગટ…
વધુ વાંચો >