અરબી સાહિત્ય

કુર્દ મૌલાના સુલેમાન

કુર્દ, મૌલાના સુલેમાન (અ. ઈસવી. સત્તરમી સદી ઉત્તરાર્ધ, અમદાવાદ) : અરબી અને ફારસીના સમર્થ વિદ્વાન પિતાનું નામ મુહંમદ. મૂળ કુર્દસ્તાનના વતની અને બહુધા જન્મસ્થાન પણ તે જ. વતનથી લાહોર આવ્યા અને ત્યાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી આવીને પ્રખ્યાત મુહદ્દિસ વિદ્વાન લેખક અને સંત શેખ અબ્દુલહક્ મુહદ્દિસ દહેલ્વી પાસે…

વધુ વાંચો >

કુલસુમ અમર બિન

કુલસુમ, અમર બિન (આશરે છઠ્ઠી સદી) : ઇસ્લામ પૂર્વેનો અરબી ભાષાનો પ્રથમ પંક્તિનો કવિ. તે તઘલિબ કબીલાનો અને પ્રખ્યાત કવિ મુહલહિલની પુત્રી લયલાનો દીકરો હતો. તે પોતાના સમયનો નાઇટ (knight) ખિતાબધારી હતો. અમર બિન કુલસુમને પોતાના વંશનો ઘણો ગર્વ હતો. તેણે પોતાના ‘મુઅલ્લકા’ પ્રકારના અરબી કાવ્યમાં તઘલિબ કબીલાના ગૌરવની વાત…

વધુ વાંચો >

ખન્સા

ખન્સા (આશરે ઈ. સ. 585; અ. આશરે 645 અથવા 646) : મરસિયા લખનાર પ્રતિભાવંત આરબ કવયિત્રી. ખરું નામ તુમાદિર બિન્ત અમ્ર બિન અલ શરીદ, સુલયમી. ખન્સાના પિતા ખ્યાતનામ અને ધનવાન હતા. ખન્સાની જન્મતારીખ વિશે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેના પુત્ર અબૂ શજારા અબ્દુલ્લાએ ઈ. સ. 634માં ધર્મભ્રષ્ટતામાં મહત્ત્વનો ભાગ ભજવેલો…

વધુ વાંચો >

ખમ્સા

ખમ્સા (1524-25) : સુપ્રસિદ્ધ ઈરાની કવિ નિઝામીનાં પાંચ કાવ્યોનો સુંદર સચિત્ર સંગ્રહ. નિઝામી (નિઝામુદ્દીન અબુ મુહમ્મદ ઇલિયાસ બિન યૂસુફ) (જ. 1140; અ. 1203-4) ઈરાનના એક વિખ્યાત કવિ હતા. ‘ખમ્સા’ એટલે 5 કાવ્યોનું જૂથ – એ પાંચ કાવ્યરચનાઓ છે : (1) મખઝન અલ્ અસરાર (રહસ્યોનો ખજાનો), જેમાં કેટલાક પ્રસંગો સાથેનાં ગૂઢ…

વધુ વાંચો >

ખૈરાબાદી, ફઝલેહક (મૌલાના)

ખૈરાબાદી, ફઝલેહક (મૌલાના) (જ. 1797, ખૈરાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 19 ઑગસ્ટ 1861, આંદામાન) : અરબી, ફારસી ભાષાના શાયર અને સ્વાતંત્ર્યપ્રિય ઉલેમા. તેમના પિતાનું નામ ફઝલ ઇમામ હતું. તેમણે આરંભિક શિક્ષણ પિતા પાસેથી મેળવ્યું. તે પછી ‘હદીસ’નું શિક્ષણ કુરાને શરીફના અનુવાદક જનાબ શાહ અબ્દુલ કાદિર પાસેથી મેળવી, લગભગ 14 વર્ષની ઉંમરે મદરેસામાં…

વધુ વાંચો >

ખ્વાજા હાફિઝ શિરાઝી

ખ્વાજા હાફિઝ શિરાઝી (જ : હિ. સ. 726, શિરાઝ, ઈરાન; અ. હિ. સ. 791, શિરાઝ, ઈરાન) : પ્રસિદ્ધ ઈરાની કવિ. નામ શમ્સુદ્દીન. પિતાનું નામ બહાઉદ્દીન અથવા કમાલુદ્દીન. ઈરાનના અતાબિકોના સમયમાં હાફિઝના પિતા અસ્ફહાનથી શિરાઝ આવીને વસ્યા હતા અને વેપાર કરતા હતા. બાળપણમાં જ તેમના પિતાનું અવસાન થતાં હાફિઝને આજીવિકા માટે…

વધુ વાંચો >

ચચનામા

ચચનામા (ઈ. સ.ની તેરમી સદી) : સિંધની સ્થાનિક તવારીખો ઉપરથી રચાયેલ અરબી ઇતિહાસનો ફારસી અનુવાદ. તેની રચના ઈ. સ.ની તેરમી સદીના શરૂઆતના ચરણમાં થઈ હતી. તેમાં સિંધ ઉપરના આરબ વિજયનો અને સિંધનો સંક્ષિપ્ત ઇતિહાસ આપવામાં આવ્યો છે. આમ ‘ચચનામા’ સિંધની જીતનો સહુથી વિસ્તૃત અને પ્રાય: સૌથી પ્રાચીન વૃત્તાંત પણ છે.…

વધુ વાંચો >

જરીર

જરીર (જ. 649, હજરા, યમામા, અરબસ્તાન; અ. આશરે 729) : અરબી ભાષાના મધ્યયુગના કવિ. તેમનું પૂરું નામ જરીર બિન અતય્યા બિન અલ-ખતફી હતું. યમામા વિસ્તાર હવે રિયાદ નામે ઓળખાય છે, જે સાઉદી અરબ રાજ્યનું પાટનગર છે. તેમનો વ્યવસાય ઢોર-ઉછેરનો હતો. જરીરનું શિક્ષણ નહિવત્  હતું; પરંતુ કવિતા તેમને વારસામાં મળી હતી.…

વધુ વાંચો >

જિબ્રાન, ખલિલ

જિબ્રાન, ખલિલ (જ. 6 જાન્યુઆરી 1883, બ્શેરી, લેબેનન; અ. 10 એપ્રિલ 1931, ન્યૂયૉર્ક) : લેબેનનના વિશ્વપ્રસિદ્ધ અરબી કવિ. મૂળ અરબી નામ જુબ્રાન ખલિલ જુબ્રાન. માતાનું નામ કામિલા રાહમી અને પિતાનું નામ ખલિલ જુબ્રાન. શરૂઆતનાં વર્ષોમાં પોતાના વતનમાં માતાપિતા પાસે ઘેર જ શિક્ષણ લીધું અને તે દરમિયાન અરબી, અંગ્રેજી અને ફ્રેંચ…

વધુ વાંચો >

ઝહબી

ઝહબી (જ. 1247; અ. 1348) : અરબી ભાષાના લેખક અને ઇતિહાસકાર. આખું નામ ઝહબી શમ્સુદ્દીન અબુ અબ્દુલ્લા મોહમ્મદ બિન અહમદ. હદીસશાસ્ત્રના અભ્યાસી તરીકે તેમની ગણના થાય છે. તેમણે હદીસો મોઢે કરનાર સંખ્યાબંધ લોકોનાં જીવનચરિત્રો એકત્ર કરીને ‘તઝકિરતુલ-હુફ્ફાઝ’ નામનો ગ્રંથ રચ્યો હતો. તે ચાર ભાગમાં હૈદરાબાદ(આંધ્રપ્રદેશ)માંથી છપાઈને પ્રગટ થયેલ છે. અન્ય…

વધુ વાંચો >