અમિતાભ મડિયા

શેબાલિન, વિસારિયોન

શેબાલિન, વિસારિયોન (જ. 11 જૂન 1902, સાઇબીરિયા, રશિયા; અ. 1963, મૉસ્કો, રશિયા) : રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. સંગીતના સંસ્કાર ધરાવતા એક જાગ્રત રશિયન પરિવારમાં તેમનો જન્મ. ઘરે પરિવારમાં અવારનવાર જલસા યોજાતા. બાળપણથી જ ગ્લીન્કા, મુસોર્ગ્સ્કી, બોરોદીન, રિમ્સ્કી-કોર્સાકૉવ અને ચાઇકૉવ્સ્કીનું સંગીત તેઓ વગાડતા. શાલેય અભ્યાસ પૂરો કર્યા બાદ 1919માં શેબાલિન સંગીત…

વધુ વાંચો >

શેમ્ઝા, અનવર જલાલ

શેમ્ઝા, અનવર જલાલ (જ. 1928, સિમલા; અ. 1985, પાકિસ્તાન) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. 1940માં તેઓ લાહોરની મેયો સ્કૂલ ઑવ્ આર્ટમાં જોડાયા અને 1947માં ત્યાં કલા-અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ 1956થી 1958 સુધી તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. સુલેખનાત્મક (calligraphic) ચિત્રો ચીતરવા માટે શેમ્ઝા જાણીતા છે. તેઓ અરબસ્તાનની કુફી…

વધુ વાંચો >

શેરગીલ, અમૃતા

શેરગીલ, અમૃતા (જ. 30 જાન્યુઆરી 1913, બુડાપેસ્ટ, હંગેરી; અ. 6 ડિસેમ્બર 1941, લાહોર, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. અત્યંત નાની ઉંમરે ઉત્કૃષ્ટ ચિત્રસર્જન કરી તેમણે પોતાની કલા દ્વારા અનુગામીઓ પર જબરદસ્ત પ્રભાવ મૂક્યો છે. મહારાજા રણજિતસિંહની પૌત્રી પ્રિન્સેસ બામ્બા એક યુરોપયાત્રા દરમિયાન એક હંગેરિયન મહિલા મેરી ઍન્તૉનિયેતને મળેલી. એ મહિલાને…

વધુ વાંચો >

શેરુબિની, (મારિયા) લુઈગી (કાર્લો ઝેનોબિયો સાલ્વાતોરે)

શેરુબિની, (મારિયા) લુઈગી (કાર્લો ઝેનોબિયો સાલ્વાતોરે) (જ. 14 સપ્ટેમ્બર 1760, ફ્લોરેન્સ, ઇટાલી; અ. 15 માર્ચ 1842, પૅરિસ, ફ્રાંસ) : રંગદર્શી ફ્રેંચ સંગીતકાર અને સ્વરનિયોજક. ફ્રેંચ ઑપેરા અને ફ્રેંચ ખ્રિસ્તી ધાર્મિક સંગીતના સર્જક તરીકે તેની ખ્યાતિ છે. સંગીતકાર કુટુંબમાં જન્મેલા શેરુબિનીએ ઑપેરા-કંપોઝર (સ્વરનિયોજક) ગ્વીસેપિ સાર્તી હેઠળ સંગીતની તાલીમ લીધી. એની પ્રારંભિક…

વધુ વાંચો >

શોઅન્બર્ગ, આર્નોલ્ડ (ફ્રાન્ઝ વૉલ્ટર)

શોઅન્બર્ગ, આર્નોલ્ડ (ફ્રાન્ઝ વૉલ્ટર) (જ. 13 સપ્ટેમ્બર 1874, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 13 જુલાઈ 1951, લૉસ એન્જલસ, યુ.એસ.) : સપ્તકના બારેય સ્વરોમાં કોમળ કે તીવ્ર જેવા ભેદ પાડ્યા વિના તેમને સમાન ગણતી નવી સંગીતશૈલી ‘ઍટોનાલિટી’(ટ્વેલ્વ નૉટ મ્યુઝિક)ના સ્થાપક, સંગીતકાર અને સ્વરનિયોજક. વીસમી સદીના ક્રાંતિકારી સંગીતકાર તરીકે શોઅન્બર્ગે નામના મેળવી છે. વિયેનાના…

વધુ વાંચો >

શોકાડો, શોજો (Shokado, Shojo)

શોકાડો, શોજો (Shokado, Shojo) (જ. 1584, યામાટો, જાપાન; અ. 3 નવેમ્બર 1639, જાપાન) : જાપાની ચિત્રકાર. મૂળ નામ : નાકાનુમા. બૌદ્ધ ધર્મના શિન્ગૉન સંપ્રદાયના તેઓ પુરોહિત હતા; પરંતુ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને તેઓ ઓટોકો પર્વતના ઢાળ ઉપર આવેલ ટાકિનોમોટોબો નામના નાનકડા બૌદ્ધ મંદિરમાં રહેવા ચાલ્યા ગયા. અહીં તેમણે ચિત્રકલા, કવિતા અને…

વધુ વાંચો >

શોપાં, ફ્રેડેરિક (Chopin, Frëdëric)

શોપાં, ફ્રેડેરિક (Chopin, Frëdëric) (જ. 1 માર્ચ 1810, ઝેલાઝોવાવોલા, પોલૅન્ડ; અ. 17 ઑક્ટોબર 1849, પૅરિસ, ફ્રાંસ) : વિશ્વવિખ્યાત પૉલિશ રંગદર્શી પિયાનોવાદક અને સ્વરનિયોજક. શોપાંના ફ્રેંચ પિતા નિકોલસ પોલૅન્ડના વૉર્સો નગરમાં આવી વસેલા અને તેમણે ધનાઢ્ય પોલિશ કુટુંબોમાં પિયાનોવાદનનાં ટ્યૂશનો શરૂ કરેલાં. વૉર્સો નજીક આવેલા ગામ ઝેલાઝોવાવોલામાં સ્કાર્બેક્સ અટક ધરાવતા એક…

વધુ વાંચો >

શોફર, નિકોલસ (Schöffer, Nicolas)

શોફર, નિકોલસ (Schöffer, Nicolas) (જ. 6 સપ્ટેમ્બર 1912, કાલોક્સા, હંગેરી; 8 જાન્યુઆરી 1992, પૅરિસ) : યાંત્રિક ઉપકરણો વડે શિલ્પોમાં ગતિ, અવાજ અને પ્રકાશ ગોઠવવા માટે જાણીતા ફ્રેંચ શિલ્પી. બુડાપેસ્ટ ખાતેની સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1922થી 1924 સુધી શોફરે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1925માં તેઓ પૅરિસ ગયા અને ત્યાંની ઇકોલે દ…

વધુ વાંચો >

શોસ્ટાકૉવિચ, દ્મિત્રિયેવિચ (Shostakovich Dmitriyevich)

શોસ્ટાકૉવિચ, દ્મિત્રિયેવિચ (Shostakovich Dmitriyevich) (જ. 25 સપ્ટેમ્બર 1906, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 9 ઑગસ્ટ 1975, મૉસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. વીસમી સદીના વિશ્વના પ્રમુખ સંગીત-નિયોજકોમાં એમની ગણના થાય છે; એ બહુપ્રસુ (prolific) સર્જક છે. બાળપણમાં માતાએ પિયાનોવાદન શીખવેલું. એ તેર વરસના હતા ત્યારે 1919માં તેમના ઇજનેર પિતાએ…

વધુ વાંચો >

શ્નાબેલ, આર્ટર (Schnabel, Artur)

શ્નાબેલ, આર્ટર (Schnabel, Artur) (જ. 17 એપ્રિલ 1882, લિપ્નીક, ઑસ્ટ્રિયા; અ. 15 એપ્રિલ 1951, આક્ઝેન્સ્ટાઇન, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઑસ્ટ્રિયન પિયાનિસ્ટ અને સંગીતશિક્ષક. બાળપણથી જ સંગીતકૌશલ્ય ધરાવતા શ્નાબેલે વિયેનાના પ્રસિદ્ધ પિયાનિસ્ટ અને સંગીતશિક્ષક થિયૉડોર લૅશિટિઝ્કી (Leschetizky) હેઠળ પિયાનોવાદનની તાલીમ લીધેલી. ત્યારબાદ શ્નાબેલે બર્લિનમાં સંગીતશિક્ષકની કારકિર્દી શરૂ કરી હતી; પણ નાત્ઝી હકૂમતે તેમને…

વધુ વાંચો >