અમિતાભ મડિયા

કન્સ્ટ્રક્ટિવિઝમ

કન્સ્ટ્રક્ટિવિઝમ (શરૂઆત 1913, રશિયા, અંત 1937, જર્મની) : ઘનવાદ અને ફ્યુચરિઝમથી પ્રેરિત ભૌમિતિક આકારો વડે અમૂર્ત ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય રચનાઓ કરવાની કલાશૈલી. 1913માં રશિયામાં તેનો પ્રારંભ રશિયન ચિત્રકાર અને શિલ્પી વ્લાદિમીર ટાટ્લીને કર્યો. રશિયન શિલ્પીઓ નૌમ ગાબો અને ઍન્તૉની પેસ્નર પણ આ કળાશૈલીમાં જોડાયા. એ ત્રણેએ ભેગા મળીને 1920માં…

વધુ વાંચો >

કરાજાન – હર્બર્ટ ફૉન

કરાજાન, હર્બર્ટ ફૉન (Karajan, Herbert Von જ. 5 એપ્રિલ 1908, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા) : વિશ્વવિખ્યાત ઑપેરા-સંચાલક અને ઑર્કેસ્ટ્રા સંચાલક. બાળપણમાં જ પિયાનોવાદનમાં નિપુણતા હાંસલ કરી. સાલ્ઝબર્ગ ખાતેની સંગીતશાળા મોત્સાર્ટિયમમાં વધુ અભ્યાસ કરી 1927માં સંચાલક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1927થી 1941 સુધી જર્મનીના ઉલ્મ અને આખેન નગરોમાં તથા 1938થી 1945 સુધી બર્લિન…

વધુ વાંચો >

કર્ખનર – અર્ન્સ્ટ લુડવિગ

કર્ખનર, અર્ન્સ્ટ લુડવિગ (Kirchner, Ernst Ludwig) (જ. 6 મે 1880, આશાફેન્બર્ગ, (Aschaffenberg) બૅવેરિયા; અ. 15 જૂન 1938, ડાવોસ નજીક, સ્વિટ્ઝર્લૅન્ડ) : અભિવ્યક્તિવાદી શૈલીમાં કામ કરનાર આધુનિક જર્મન ચિત્રકાર તથા ‘ડી બ્રૂક’ (Die Bru..cke) નામના ચિત્રકાર જૂથના સ્થાપક નેતાઓમાંના એક. તેમનાં ચિત્રો, તેમાં રજૂ થયેલ માનવોના મુખો પરના મનોવૈજ્ઞાનિક તણાવ અને…

વધુ વાંચો >

કર્તિઝ આન્દ્રે 

કર્તિઝ, આન્દ્રે  (જ. 2 જુલાઈ 1894, બુડાપેસ્ટ, હંગેરી; અ. 1985, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : રોજરોજની સ્વાભાવિક જિંદગીને કૅમેરા દ્વારા દસ્તાવેજી રૂપ આપનાર વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર. 1912માં બુડાપેસ્ટ સ્ટૉક એક્સ્ચેન્જમાં કારકુનની નોકરી કરી રહેલા કર્તિઝને ફોટોગ્રાફીનો નાદ લાગ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હંગેરિયન લશ્કરમાં કર્તિઝે સૈનિક તરીકે સેવા આપી. યુદ્ધની અમાનવીય યાતનાઓ જોઈ…

વધુ વાંચો >

કંપની ચિત્રકલા

કંપની ચિત્રકલા (આશરે 1700થી 1920) : ભારતમાં યુરોપિયનો અને ખાસ તો બ્રિટિશરોના આગમન પછી ભારતીય અને બ્રિટિશ સંસ્કૃતિના સંગમથી જન્મેલી વિશિષ્ટ ચિત્રકલા. તેમાં યુરોપિયન અને ભારતીય બંને ચિત્રકારોનું યોગદાન રહ્યું છે. અકબરના સમયમાં યુરોપિયન મુદ્રણકલા – છાપચિત્રો અને હૂબહૂ આલેખન ધરાવતાં તૈલચિત્રો ભારતમાં આવ્યાં. એ ગાળે અને પછીના ગાળે ભારતમાં…

વધુ વાંચો >

કાઇહો, યુશો

કાઇહો, યુશો (જ. 1533, ઓમી, જાપાન; અ. 1 માર્ચ 1615) : આઝુચી-મોમોયામા સમયનો જાપાનનો મહત્વનો ચિત્રકાર. લશ્કરી કારકિર્દીની પરંપરા ધરાવતા કુટુંબમાં તેનો જન્મ થયેલો. ક્યોતો જઈને તે સાધુ બનેલો. સંભવત: એઇતોકુ નામના ચિત્રકાર પાસે તેણે ચિત્રકળાની તાલીમ લીધી. એઇતોકુની માફક તેનાં ચિત્રોમાં પણ ઝળહળતા રંગીન રંગો જોવા મળે છે. વળી…

વધુ વાંચો >

કાઝ્લાયેવ, મુરાદ

કાઝ્લાયેવ, મુરાદ (જ. 1931, ડાઘેસ્તાન, આઝરબૈજાન) : આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. વૈજ્ઞાનિક પિતાની અનિચ્છા છતાં બાકુ કૉન્ઝર્વેટરીમાં કાઝ્લાયેવ સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ડાઘેસ્તાની લોકસંગીતની ધૂનો અને સૂરાવલિઓ તેમજ લય પહેલેથી જ તેમના માનસનો કબજો જમાવી ચૂકેલાં. તેમણે આગળ જતાં આમાંથી પ્રેરણા લઈ મૌલિક નવસર્જન કર્યું. ઑર્કેસ્ટ્રા માટેની કૃતિ ‘ડાઘેસ્તાન’…

વધુ વાંચો >

કાનાલેતો, ઍન્તૉનિયો

કાનાલેતો, ઍન્તૉનિયો (જ. 1697, વેનિસ; અ. 1768, વેનિસ, ઇટાલી) : નગરચિત્રણા (city scapes) માટે જાણીતો અઢારમી સદીનો ઇટાલિયન ચિત્રકાર. પિતા બર્નાદો રંગમંચ માટેના પાછળના પડદા(backdrops)નો ચિત્રકાર હતો. ભાઈ ક્રિસ્તૉફોરો સાથે કાનાલેતોએ પણ વેનિસ નગરના રંગમંચ માટે પાછળના પડદા ચીતરવાથી પોતાની કારકિર્દી આરંભી. સાન કાસિયાનો અને સાન્તાન્જેલો થિયેટરો માટે કાનાલેતાએ પ્રસિદ્ધ…

વધુ વાંચો >

કાનો, આલૉન્સો

કાનો, આલૉન્સો (જ. 19 માર્ચ 1601, ગ્રૅનેડા, સ્પેન; અ. 3 સપ્ટેમ્બર 1667, ગ્રૅનેડા, સ્પેન) : સ્પૅનિશ બરોક ચિત્રકાર, શિલ્પી અને સ્થપતિ. ભયાનક પાપો આચરીને હિંસક જીવન જીવનાર તે એક ક્રૂર વ્યક્તિ હોવા છતાં ઋજુ સંવેદના પ્રકટાવનાર ધાર્મિક ચિત્રો અને શિલ્પો પણ તે સર્જી શક્યો છે. 1614માં સેવિલે નગરમાં જઈને શિલ્પી…

વધુ વાંચો >

કાનો પરિવાર

કાનો પરિવાર [1. કાનો, માસાનોબુ (જ. 1434; અ. 1530, ક્યૉટો, જાપાન); 2. કાનો, મોટોનોબુ (જ. 28 ઑગસ્ટ 1476; અ. 5 નવેમ્બર 1559, ક્યૉટો, જાપાન); 3. કાનો, એઇટોકુ (જ. 16 ફેબ્રુઆરી, ક્યૉટો, જાપાન; અ. 12 ઑક્ટોબર 1590, ક્યૉટો, જાપાન); 4. કાનો શાન્રાકુ (જ. 1559, જાપાન; અ. 30 ઑક્ટોબર 1635, ક્યૉટો, જાપાન);…

વધુ વાંચો >