અમિતાભ મડિયા

ઍન્ઝિન્જર, સિગ્ફ્રાઇડ

ઍન્ઝિન્જર, સિગ્ફ્રાઇડ (જ. 25 ફેબ્રુઆરી 1953, વેયેર, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1971માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. મેક્સિમિલિયન મેલ્કર નીચે કલાનો અભ્યાસ શરૂ કર્યો. 1982માં તેઓ જર્મનીના કોલોન નગરમાં જઈ સ્થાયી થયા. 1984માં ઇટાલીના ત્રણ માસનો પ્રવાસ કર્યો. ઍન્ઝિન્જર અર્ધ-અમૂર્ત (semi-abstract) શૈલીમાં કૅન્વાસ પર તૈલરંગો ઉપરાંત કાગળ પર જળરંગો…

વધુ વાંચો >

ઍફ્રિકાનો, નિકોલસ

ઍફ્રિકાનો, નિકોલસ (જ. 12 નવેમ્બર 1948, કંકાકી, ઇલિનોઇસ, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. આધુનિક કથનાત્મક (narrative) ચિત્રોના સર્જન માટે ઍફ્રિકાનો જાણીતો છે. તે વિશાળ કૅન્વાસની 90 % સપાટી ગ્રે રંગમાં એકસરખી રાખી વયમાં 10 % સપાટી પર નાની અમથી એકલદોકલ આકૃતિઓ ચીતરે છે. આવાં વિશાળ ચિત્રોની તે શ્રેણી સર્જે છે,…

વધુ વાંચો >

ઍબેટ, નિકોલો દેલ

ઍબેટ, નિકોલો દેલ (જ. આશરે 1512, મોદેના, ઇટાલી; અ. 1571, ફૉન્તેનેબ્લો, ફ્રાન્સ) : મૅનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. મૅનરિસ્ટ શૈલીનો ફ્રાન્સમાં પ્રસાર કરવા માટે તેમજ ફ્રેન્ચ નિસર્ગચિત્રની પરંપરાના ઉદ્ભવ માટે પ્રેરકબળ પૂરું પાડનાર. શિલ્પી એન્તોનિયો બેગારેલીનો તે શિષ્ય હતો. સમકાલીન ચિત્રકારો કોરેજિયો અને પાર્મિજિયાનિનોના પ્રભાવે ઍબેટની કલાએ પુખ્તતા મેળવી. કારકિર્દીના આરંભે…

વધુ વાંચો >

ઍમિરૉવ, ફિક્રેત મેશાદી જામિલ ઓગ્લી

ઍમિરૉવ, ફિક્રેત મેશાદી જામિલ ઓગ્લી (Amirov, Fikret Meshadi Dzhamil Ogly) (જ. 22 નવેમ્બર 1922, આઝરબૈજાન; અ. 20 ફેબ્રુઆરી 1984, બાકુ) : આધુનિક આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. પિતા મેશાદી જામિલ એમિરૉવ આઝરબૈજાની લોકસંગીતના જાણીતા ગાયક હતા અને ‘ટાર’ નામનું આઝરબૈજાની તંતુવાદ્ય વગાડવામાં તેમની નિપુણતાએ તેમને મૉસ્કો સુધી નામના અપાવેલી. બાળ ફિક્રેતને…

વધુ વાંચો >

એમ્માનેતી, બાતૉર્લૉમ્યો

એમ્માનેતી, બાતૉર્લૉમ્યો (જ. 18 જૂન 1511, ફ્લૉરેન્સ નજીક, સેત્તિન્યાનો, ઇટાલી; અ. 22 એપ્રિલ 1592, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. ફ્લૉરેન્ટાઇન રેનેસાંસના વિકાસના અંતિમ તબક્કામાં એમ્માનેતીનું યોગદાન મહત્ત્વનું છે. કલાપુરસ્કર્તા મેદિચી પરિવારે તેમને આશ્રય આપેલો. એમ્માનેતીની પ્રથમ રચના ફલૉરેન્સના પિયાત્ઝા દેલ્લા સિન્યૉરા ચોક માટેનો નેપ્ચૂન નામનો ફુવારો છે. સ્થપતિ જૅકોપો…

વધુ વાંચો >

એરાક્કલ, યૂસુફ

એરાક્કલ, યૂસુફ (જ. 1945,ચાવાક્કડ, કેરળ; અ. 4 ઑક્ટોબર 2016, બેંગાલુરુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. કર્ણાટક ચિત્રકલા પરિષદમાં અભ્યાસ કરીને 1973માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1975થી શરૂ કરીને પોતાનાં શિલ્પ, ચિત્રો અને છાપચિત્રોનાં બૅંગાલુરૂ, દિલ્હી અને ચેન્નઈમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. વળી તેમણે રશિયા, ક્યૂબા, મેક્સિકો, ફ્રાંસ, જાપાન, બાંગ્લાદેશ અને બ્રાઝિલમાં સમૂહપ્રદર્શનોમાં…

વધુ વાંચો >

એરુત્યુનિયન, ઍલેક્ઝાન્ડર

એરુત્યુનિયન, ઍલેક્ઝાન્ડર (જ. 23 સપ્ટેમ્બર 1920, યેરેવાન, આર્મેનિયા; અ. 28 માર્ચ 2012, યેરેવાન, આર્મેનિયા) : આર્મેનિયન સંગીતકાર અને સ્વરનિયોજક. યેરેવાન નગરની યેરેવાન કૉન્ઝર્વેટરીમાં સંગીતકાર અને સ્વરનિયોજક એ. સ્પેડિયારૉવ હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળની પ્રારંભની એકલ (solo) પિયાનોની રચનાઓથી એરુત્યુનિયને આર્મેનિયન અને રશિયન પ્રજા તેમ જ સંગીતકારોનું ધ્યાન ખેંચ્યું. આ ઉપરાંત…

વધુ વાંચો >

ઍલ્ડૉર્ફર, આલ્બ્રેખ્ટ

ઍલ્ડૉર્ફર, આલ્બ્રેખ્ટ (Altdorfer, Albrecht) (જ. આશરે 1480, જર્મની; અ. આશરે 12 ફેબ્રુઆરી 1538, જર્મની) : જર્મન રેનેસાંસ ચિત્રકાર અને જર્મન નિસર્ગચિત્રની પ્રણાલીના પ્રણેતા. ગ્રેકોરોમન કાળ પછી જંગલો, ખડકો, પર્વતો, વાદળો, સૂર્યોદય, સૂર્યાસ્ત તથા ખંડેરોને ચિત્રનો મુખ્ય વિષય બનાવનાર તેઓ પ્રથમ યુરોપીય ચિત્રકાર છે. આ ઉપરાંત ધાર્મિક ચિત્રોનું પણ તેમણે સર્જન…

વધુ વાંચો >

એલ્ફૉન્સો, એ.

એલ્ફૉન્સો, એ. (જ. 1940, બેંગાલુરુ, કર્ણાટક) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નઈની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ કરીને 1962માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1962થી 1977 લગી અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, બેંગાલુરૂ, હોલૅન્ડ, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં પોતાની કલાનાં અનેક વૈયક્તિક પ્રદર્શનો ગોઠવ્યાં હતાં. વળી ક્યૂબા, મૅક્સિકો, બ્રિટન અને બાંગ્લાદેશમાં…

વધુ વાંચો >

એશ્પાઇ, આન્દ્રેઇ

એશ્પાઇ, આન્દ્રેઇ (જ. 15 મે 1925, રશિયા; અ. 8 નવેમ્બર 2015, મોસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સ્વર-નિયોજક. 17 વરસની ઉંમરે નેસિન મ્યૂઝિક સ્કૂલમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા, પણ બીજા વિશ્વયુદ્ધનાં નગારાં વાગતાં અભ્યાસ પડતો મૂકી રણમોરચે લશ્કરમાં ભરતી થવું પડ્યું. 1948માં યુદ્ધ પૂરું થતાં મૉસ્કો પાછા ફરી મૉસ્કો…

વધુ વાંચો >