અમિતાભ મડિયા

પ્રૅક્સિટિલસ

પ્રૅક્સિટિલસ (ઈ. પૂ. ચોથી સદી) : પ્રશિષ્ટ કાળના ગ્રીક શિલ્પી. ગ્રીક કલાના પ્રશિષ્ટ યુગના શિલ્પી કૅફિસોડૉટસના પુત્ર. પુરોગામીઓ ફિડિયાસ અને પૉલિક્લિટૉસથી પ્રૅક્સિટિલસ એ રીતે જુદા પડે છે કે પ્રૅક્સિટિલસ દ્વારા સર્જાયેલાં કાંસા અને આરસનાં શિલ્પોમાં અપૂર્વ લાવણ્ય અને નજાકત ઊતરેલી જોઈ શકાય છે. ચિત્રકાર નિકિયાસ તેમનાં શિલ્પો પર રંગરોગાન કરતા.…

વધુ વાંચો >

ફારૂકી, અનીસ

ફારૂકી, અનીસ (જ. 1938, સુલતાનપુર, ઉત્તરપ્રદેશ) : ભારતીય ચિત્રકાર અને શિલ્પી. 1959માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી 1962માં આગ્રા યુનિવર્સિટીમાંથી ચિત્રકલાની અનુસ્નાતક પદવી મેળવી તથા 1964માં કલા-ઇતિહાસ વિશે પીએચ.ડી.ની પદવી મેળવી. 1962થી 1966 દરમિયાન તેમણે કાનપુર, દહેરાદૂન, અલીગઢ અને દિલ્હીમાં પોતાની કલાકૃતિઓનાં…

વધુ વાંચો >

ફિડિયાસ

ફિડિયાસ (ઈ. પૂ.ની પાંચમી સદી) : ગ્રીસનો પ્રશિષ્ટયુગનો શિલ્પી. પ્રાચીન લેખકોનાં લખાણો ફિડિયાસને નષ્ટ થઈ ચૂકેલાં 3 વિરાટકાય શિલ્પોના સર્જનનું શ્રેય આપે છે : (1) પાર્થેનન મંદિર માટે હાથીદાંત અને સોનામાંથી સર્જેલી દેવી ઍથેનાનું શિલ્પ; (2) ઑલિમ્પિયા ખાતેનું હાથીદાંત અને સોનામાંથી સર્જેલું ઝિયસ દેવનું શિલ્પ; (3) ઍક્રોપૉલિસની ટેકરી પર પ્રૉપિલિયા…

વધુ વાંચો >

ફીનિન્જર, લિયૉનલ

ફીનિન્જર, લિયૉનલ (જ. 1871, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 1956, ન્યૂયૉર્ક.) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. તેઓ 16 વરસની ઉંમરે અમેરિકા છોડી માબાપ સાથે બર્લિનમાં સ્થાયી થયા. 1892–93માં પૅરિસની અકાદમી કોલા રોસીમાં કલાઅભ્યાસ કર્યો. 1912 સુધીમાં બર્લિનસ્થિત બ્રુક જૂથના ચિત્રકારો સાથે સંપર્ક અને મૈત્રી કેળવ્યાં; જેમાંથી હેકલ અને શ્મિટરોટલુફ સાથેની મૈત્રી ઘનિષ્ઠ થઈ;…

વધુ વાંચો >

ફીલિક્સમૂલર, કૉનરાડ

ફીલિક્સમૂલર, કૉનરાડ (જ. 1897, ડ્રેસ્ડન; અ. 1977, બર્લિન) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 15 વરસની ઉંમરે ડ્રેસ્ડન આર્ટ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને બે જ વરસમાં 1914માં અભ્યાસ પૂરો કર્યો. એ અરસામાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં દેશદાઝ કે દેશપ્રેમનો આવેશ અનુભવ્યા વિના યુદ્ધમાં સૈનિક તરીકે જોડાવાની ધરાર ના પાડી અને પોતાનાં…

વધુ વાંચો >

ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ

ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ, વડોદરા : મહરાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ વડોદરાની લલિતકળાના શિક્ષણ માટેની જાણીતી ફૅકલ્ટી. રાજકીય સ્વાતંત્ર્ય પછી વડોદરાની મ. સ. યુનિવર્સિટીના તત્કાલીન વાઇસ ચાન્સેલર હંસા મહેતાને લલિતકળાના ઔપચારિક શિક્ષણની ખોટ જણાઈ અને તેમના માર્ગદર્શન અને સંનિષ્ઠ પ્રયત્નોથી 1950માં મ. સ. યુનિવર્સિટીએ ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સની સ્થાપના કરી. યુનિવર્સિટીના…

વધુ વાંચો >

ફૅશન

ફૅશન : સામાજિક રૂઢિઓ અને જરૂરિયાતોને વખતોવખત આપવામાં આવતો નાવીન્યનો ઓપ, તેની લઢણો અને તેના પ્રવાહો. આ સામાજિક રૂઢિઓ અને જરૂરિયાતોમાં પહેરવેશ, ઘરેણાં, કેશકલા, શૃંગાર, રાચરચીલું, ઘરસજાવટ, ઘરમાં વપરાતાં ઉપકરણો, વાહનો, આહારની વાનગીઓ, ચિત્ર-શિલ્પ-સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ફિલ્મની કળાઓ, વાતચીતની છટાઓ, શબ્દો અને ઉચ્ચારવાની રીત, આનંદ-પ્રમોદની પદ્ધતિઓ અને સામાજિક…

વધુ વાંચો >

ફોન્ટાના, લુચિયો

ફોન્ટાના, લુચિયો (જ. 1899, આર્જેન્ટિના; અ. 1968) :  અલ્પચિત્રણ (minimalist) શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. સામાન્યતયા તે કૅન્વાસ ફાડીને કે કૅન્વાસ પર ચીરા મૂકીને કલાકૃતિ નિપજાવતો. 1930ની આસપાસ તેણે ઇટાલીમાં અમૂર્ત શિલ્પ સર્જ્યાં. 1935માં તે પૅરિસના ‘ઍબ્સ્ટ્રેક્શન ક્રિયેશન’ ગ્રૂપમાં જોડાયો. 1937માં તેણે ‘ફર્સ્ટ મૅનિફેસ્ટો ઑવ્ ઇટાલિયન ઍબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ્સ’ પર સહી કરી. 1940માં…

વધુ વાંચો >

ફોવવાદ

ફોવવાદ : 1905ની આસપાસ શરૂ થયેલો યુરોપની કલાનો એક વાદ. હાંરી માતિસને આ વાદના અગ્રણી ગણી શકાય. આ ઉપરાંત માર્ક્વે (Marquet), ડેરેઇન (Derain), વ્લામિંક (Vlamink) અને રૂઓ (Roult) જેવા મહત્વના કલાકારો પણ આ વાદના નેજા હેઠળ હતા. અન્ય ગૌણ કલાકારોમાં માન્ગ્વિન, કેમોઇન, ઝ્યાં પુઇ અને ઑથોન ફ્રીજનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

ફ્યુસેલી, જૉન હેન્રી

ફ્યુસેલી, જૉન હેન્રી (જ. 1741, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1825, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડનો મહત્વનો રંગદર્શી ચિત્રકાર. વીસ વરસની ઉંમરે સ્વિટ્ઝર્લૅન્ડમાં ચર્ચમાં જોડાયો, પણ 1764માં તે બધું છોડીને સ્વતંત્રતાની શોધમાં ઇંગ્લૅન્ડ આવ્યો. અહીંના પ્રતિષ્ઠિત ચિત્રકાર સર જૉશુઆ રેનોલ્ડ્ઝના ઉત્તેજનથી પ્રેરાઈ તેણે 1770થી 1776 સુધી રોમમાં રોમન અને ઇટાલિયન કલાનો અભ્યાસ કર્યો. માઇકલૅન્જેલો અને…

વધુ વાંચો >