અમિતાભ મડિયા
ઢગટ, નવીન અંબાલાલ
ઢગટ, નવીન અંબાલાલ (જ. 12 જાન્યુઆરી 1949, નડિયાદ, ગુજરાત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. માતાનું નામ શાંતાબહેન. પત્નીનું નામ ગીતાબહેન, જેમની સાથે તેમણે 1985માં લગ્ન કરેલાં. નડિયાદમાં શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ડ્રૉઇંગ ટીચરનું સર્ટિફિકેટ (DTC) પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત,…
વધુ વાંચો >તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ)
તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ) : મધ્યયુગના ભારત, નેપાળ, તિબેટ, ભૂતાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, લાઓસ અને થાઇલૅન્ડના કાપાલિકો, અઘોરીઓ અને હઠયોગીઓ માટે યૌન-પ્રતીકોના ઉપયોગથી સર્જાયેલી કલા. મૂળમાં હિંદુ તાંત્રિકો માટે અસ્તિત્વમાં આવેલી આ કલા પછીથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ પણ અપનાવી. શિવમંદિરમાં પેસતા જોવા મળતા યોનિ આકારના પાત્રમાં ખોડેલા ઉત્થાન પામેલ…
વધુ વાંચો >તૈલચિત્ર
તૈલચિત્ર : તેલમિશ્રિત રંગો વડે ચિત્રો કરવાની કળા. તૈલચિત્રની પ્રથા સૌપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પંદરમી સદીમાં બેલ્જિયમમાં વિકસી. તૈલરંગો વડે સૌપ્રથમ આલેખન કરનારા ચિત્રકારોમાં ઇયાન વાન આઇક (JAN VAN EYCK) છે. તેનો શ્રેણીબદ્ધ વિકાસ યુરોપમાં નવજાગરણ કાળ દરમિયાન પંદરમી સદીમાં થયો. તૈલચિત્રના ઉદભવ અને વિકાસમાં વાસ્તવદર્શી વલણ કારણભૂત છે; આ વલણ…
વધુ વાંચો >દગા, એડગર
દગા, એડગર (જ. 19 જુલાઈ 1834, પૅરિસ; અ. 27 સપ્ટેમ્બર 1917, પૅરિસ) : ફ્રેન્ચ ચિત્રકાર. પૂરું નામ હિલેર જર્મેન એડગર દગા. ધનિક કુટુંબમાં જન્મ. દગાએ રૂઢિવાદી ચિત્રકાર આંગ્ર(Ingres)ના વિદ્યાર્થી લૅમોથ હેઠળ પૅરિસની એકૅડેમી ઑવ્ ફાઇન આટર્સમાં અભ્યાસ આરંભ્યો (1855). યુવાચિત્રકાર તરીકે તેમને પણ ફ્રાન્સની ભવ્ય પ્રણાલી મુજબ ઇતિહાસ વિષયના ચિત્રકાર…
વધુ વાંચો >દેસાઈ, કનુ
દેસાઈ, કનુ (જ. 12 માર્ચ 1907, અમદાવાદ; અ. 8 ડિસેમ્બર 1980, મુંબઈ) : ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર. રવિશંકર રાવળ દ્વારા સ્થપાયેલી સંસ્થા ઘરશાળા અને પછી રવિશંકર રાવળે સ્થાપેલા ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં તૈયાર થયેલા ગુજરાતના ચિત્રકારોના અગ્રણી તેજસ્વી પ્રતિનિધિ. તેમણે પોતાના કલાગુરુની બંગાળ-શૈલીની જળરંગી ચિત્રપદ્ધતિનો વિશેષ પ્રભાવ ઝીલ્યો. તેમને શાંતિનિકેતન ખાતે નંદબાબુ…
વધુ વાંચો >દેસાઈ, (ડૉ.) દેવાંગના
દેસાઈ, (ડૉ.) દેવાંગના (જ. 15 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ખજૂરાહોના રતિમગ્ન અને કામોત્તેજક શિલ્પો પર ઊંડું અને મૌલિક સંશોધન કરનાર ભારતીય કલા-ઇતિહાસકાર. તેમણે મુંબઈમાં શાલેય શિક્ષણ પૂરું કર્યા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. 1957માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફિલસૂફીનાં સ્નાતક થયાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી જ સમાજવિદ્યાનાં અનુસ્નાતક થયાં. ભારતીય પ્રણાલીનાં રતિમગ્ન અને…
વધુ વાંચો >દૉનાતેલો
દૉનાતેલો [Donatello] (જ. 1386; અ. 1466) : ફ્લૉરેન્સના રેનેસાં શિલ્પી. તેઓ શિલ્પી લૉરેન્ઝો ગિબેર્તીના શિષ્ય હતા. ગૉથિક પરંપરાની અસરમાંથી મુક્ત થતાં તેમને ઠીકઠીક વાર લાગી. ભુલાઈ ગયેલા પેગન (ગ્રીકો-રોમન) વિશ્વમાંથી વિષયો લઈને તેનો પંદરમી સદીમાં રેનેસાં યુગમાં ઉપયોગ કરનાર તેઓ પ્રથમ શિલ્પી હતા. માન્તેન્યા [mantegna], બેલિની અને માઇકલ ઍન્જલો સુધ્ધાં…
વધુ વાંચો >દોમિયે, ઓનોર વિક્ટોરિન
દોમિયે, ઓનોર વિક્ટોરિન [Domier, Honore Victorin] (જ. 1808; અ. 1879) : ફ્રેન્ચ ચિત્રકાર. જ્યારે ફ્રાંસ અને પશ્ચિમ યુરોપમાં રાજાશાહી આથમી રહી હતી અને લોકશાહી અને ઉદ્યોગીકરણનો ઉદય થઈ રહ્યો હતો એ અરસામાં માનવીની વેદનાને વાચા આપનાર ચિત્રો આલેખવા માટે તેમને ખ્યાતિ મળી. તેઓ લોકશાહીના તરફદાર હતા એ હકીકત તેમનાં તૈલચિત્રો…
વધુ વાંચો >નયનસુખ
નયનસુખ (જ. આશરે 1710થી 1724, ગુલેર, ઉત્તરાખંડ; અ. આશરે 1763, બશોલી, ઉત્તરાખંડ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ મણાકુ બંને પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક ‘મિશ્રા’ પણ તેમણે તજી…
વધુ વાંચો >નરિણૈ
નરિણૈ (રચનાકાળ : ઈ. સ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી સુધી) : આ તમિળ સંઘકાલીન અષ્ટપદ્યસંગ્રહો(એટ્ટુતોગૈ)માં બધા કરતાં પ્રાચીન તથા મુખ્ય ગ્રંથ છે. એમાં નવ પંક્તિઓથી માંડીને બાર પંક્તિઓનાં પદો છે. એમાં 187 કવિઓની રચનાઓ સંગૃહીત છે. એમાં આંતરિક જીવનનું વર્ણન હોવાથી એની ગણના ‘અહમ્’ કાવ્યોમાં કરવામાં આવી…
વધુ વાંચો >