અમિતાભ મડિયા
કોબ્રા
કોબ્રા (cobra) : બીજા વિશ્વયુદ્ધ પછીનું યુરોપના અભિવ્યક્તિવાદી ચિત્રકારોનું કલાજૂથ. તેના સભ્યો યુરોપના જે જે નગરોના રહેવાસી હતા તે તે નગરો કોપનહેગન, બ્રુસેલ્સ અને ઍમ્સ્ટરડૅમનાં નામના શરૂઆતના બબ્બે અક્ષરો લઈને ‘કોબ્રા’ (Cobra) એવું નામાભિધાન કરવામાં આવ્યું. આ જૂથના કલાકારોમાં કારેલ એપલ, એસ્ગર જૉર્ન, પિયેરે એલેકિન્સ્કી, ગુઇલોમ બેવર્લૂ કોર્નીલે, લુસેબર્ટ અને…
વધુ વાંચો >કોર અર્પણા
કોર, અર્પણા (જ. 4 સપ્ટેમ્બર 1954, દિલ્હી, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. કોઈ પણ પૂર્વતાલીમ વિના સ્વયંસૂઝથી તેમણે ચિત્રો આલેખવાં શરૂ કરેલાં. ભારતીય નારીને તેના કૌટુંબિક, સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક સંદર્ભો સાથે આલેખીને આધુનિક ભારતીય નારીની વિશિષ્ટ પરિસ્થિતિ કૅન્વાસ પર રજૂ કરવામાં તેઓ સફળ રહ્યાં છે; છતાં પુરુષ પર પ્રત્યક્ષ…
વધુ વાંચો >કોરાલી જ્યૉ
કોરાલી, જ્યૉ (Coralli Jean) (જ. 15 જાન્યુઆરી 1779, પૅરિસ, ફ્રાંસ; અ. 1 મે 1854, પૅરિસ, ફ્રાંસ) : પ્રસિદ્ધ ફ્રેંચ બૅલે નર્તક અને કોરિયોગ્રાફર. તેમના દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવેલ બૅલે ‘ગિઝેલ’ (Giselle) રંગદર્શી બૅલેનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે. ‘પૅરિસ ઓપેરા’માં કોરાલીએ નૃત્યની તાલીમ લીધી હતી. પોતાના નૃત્યનો પહેલો જલસો તેમણે 1802માં ત્યાં…
વધુ વાંચો >કોરિન ઓગાટા
કોરિન, ઓગાટા (Korin, Ogata) (જ. 1658, ટોક્યો, જાપાન; અ. 2 જૂન 1716, ટોક્યો, જાપાન) : પ્રકૃતિનું મનોહર અને મધુર આલેખન કરવા માટે જાણીતા જાપાની ચિત્રકાર. એક ધનાઢ્ય વેપારી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ગેન્રોકુ રાજપરિવારે તેમની દરબારી ચિત્રકાર તરીકે નિમણૂક કરી હતી. વનસ્પતિઓ, પુષ્પો, લતાઓ, પર્ણો, ડૂંડાંઓની પવનમાં હિલોળા લેતી…
વધુ વાંચો >કોરિયાની કળા
કોરિયાની કળા : પૂર્વ એશિયાના કોરિયા દેશની કળા. ઉત્તર પશ્ચિમના પડોશી દેશ ચીન અને પૂર્વના પડોશી દેશ જાપાનના પ્રભાવમાં કોરિયાની કળા વિકસી છે; છતાં કોરિયન કળામાં ચીની કળાની ભવ્યતા તથા પ્રશિષ્ટતા નથી અને જાપાની કળા જેવું શણગાર-તત્વ નથી. કોરિયાની કળામાં સાદગી અને સરળતાનું પ્રમાણ વધુ છે. કોરિયન કળામાં રેખાઓને વધુ…
વધુ વાંચો >કૉરેજિયો
કૉરેજિયો (Correggio) (જ. ઑગસ્ટ 1494, કૉરેજિયો, મોદેના, ઇટાલી; અ. 5 માર્ચ 1534, ઇટાલી) : ખ્રિસ્તી ધાર્મિક અને રતિભાવપ્રેરક ગ્રેકો-રોમન પુરાકથા-વિષયક ચિત્રો ચીતરવા માટે જાણીતા ઇટાલિયન બરોક ચિત્રકાર. મૂળ નામ ઍન્તૉનિયો એલેગ્રી. ઍન્તૉનિયો કૉરેજિયો જે નાના શહેરમાં જન્મ્યા અને મૃત્યુ પામ્યા તે કૉરેજિયોમાં તેમના પિતા પેલેગ્રિનો એલેગ્રી વેપારી હતા. મોટા થઈ…
વધુ વાંચો >કોરેલી આર્કાન્યેલો
કોરેલી, આર્કાન્યેલો (જ. 17 ફેબ્રુઆરી 1653, બોલોન્યા, ઇટાલી; અ. 8 જાન્યુઆરી 1713, રોમ, ઇટાલી) : ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક. તેમણે બોલોન્યામાં જ સંગીતની તાલીમ લીધી. 1675માં રોમમાં સ્થિર થયા. ઇટાલિયન વાદ્યસંગીતના વિકાસમાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. 1681માં તેમણે સ્વરચિત વાદ્યસંગીતનું પ્રથમ પુસ્તક છપાવ્યું. બે વરસ પછી બે વાયોલિન, એક વાયોલા…
વધુ વાંચો >કોરો જ્યાઁ બાપ્તિસ્તે કેમિલે
કોરો, જ્યાઁ બાપ્તિસ્તે કેમિલે (Corot, Jean-Baptiste Camille) (જ. 16 જુલાઈ 1796, પૅરિસ; અ. 22 ફેબ્રુઆરી 1875, પૅરિસ; ફ્રાંસ) : નિસર્ગચિત્રો ચીતરવા માટે જાણીતા ‘બાર્બિઝોન’ કલાજૂથના ચિત્રકાર. વાતાવરણ-પ્રધાન તેમનાં ચિત્રો બ્રિટિશ ચિત્રકારો ટર્નર અને જોન કૉન્સ્ટેબલનાં ચિત્રો સાથે હવે પછીના પ્રભાવવાદી ચિત્રકારો માટે પ્રેરણારૂપ બની રહેલાં. એ રીતે એ બે બ્રિટિશ…
વધુ વાંચો >કોર્તોના પિયેત્રો
કોર્તોના, પિયેત્રો (જ. 1 નવેમ્બર 1596, કોર્ટોના; અ. 16 મે 1669, રોમ) : ઇટાલિયન બરોક ચિત્રકાર અને સ્થપતિ. બાર્બેરિની પરિવાર માટે તેમણે કામ કર્યું. તેમણે ચીતરેલું ચિત્ર ‘ડિવાઇન પ્રોવિડન્સ, ઍન્ડ બાર્બેરિની પાવર’ તેમનો ‘માસ્ટરપીસ’ ગણાયો છે. 1633થી 1639 સુધીનાં છ વરસ આ ચિત્ર પાછળ ખર્ચાયાં હતાં. આ ચિત્ર બરોક શૈલીની…
વધુ વાંચો >કૉર્નેલ જોસેફ
કૉર્નેલ, જોસેફ (જ. 24 ડિસેમ્બર 1903, ન્યૂયૉર્ક; અ. 29 ડિસેમ્બર 1972, ન્યૂયૉર્ક) : આધુનિક અમેરિકન કોલાજ-શિલ્પી. ખોખાંમાં કલાકૃતિઓ સર્જવાનું એમણે આરંભ્યું હતું. 1930 પછી તૈયાર ખોખું લઈ તેમાં કાચની શીશીઓ, પ્લાસ્ટિકનાં અને ધાતુનાં રમકડાં, ફોટોગ્રાફ, ઘડિયાળ આદિ ઉપાર્જિત (ready-made) જણસો ગોઠવીને ખોખાની એક બાજુએથી અપારદર્શક સપાટી હઠાવીને પારદર્શક કાચ ગોઠવીને…
વધુ વાંચો >