અમિતાભ મડિયા

કૂપર સૅમ્યુઅલ

કૂપર, સૅમ્યુઅલ (જ. 1609, લંડન, બ્રિટન; અ. 1672, લંડન, બ્રિટન) : લઘુ કદનાં વ્યક્તિચિત્રો (miniature portraits) ચીતરવા માટે જાણીતો બ્રિટિશ ચિત્રકાર. આ પ્રકારનાં ચિત્રોના સર્જક તરીકે તે સમગ્ર યુરોપના શ્રેષ્ઠ ચિત્રકારોમાં ગણના પામ્યો છે. ઑલિવર ક્રૉમવેલ અને રાજા ચાર્લ્સ બીજાનાં તેણે લઘુ કદનાં અનેક વ્યક્તિચિત્રો કરેલાં. ચિત્રકાર જોન હૉસ્કિન્સ હેઠળ…

વધુ વાંચો >

કૂર્બે ગુસ્તાવ

કૂર્બે, ગુસ્તાવ (Courbet, Gustave) જ. 10 જૂન 1819, ફ્રાંસ; અ. 31 ડિસેમ્બર 1877, સ્વિટ્ઝર્લૅન્ડ) : ફ્રેંચ ચિત્રકાર અને રંગદર્શી ચળવળના પ્રત્યાઘાત રૂપે જન્મેલી વાસ્તવમૂલક (realism) કલા-ચળવળનો પ્રણેતા. પૂર્વ ફ્રાંસના એક શ્રીમંત ખેડૂત પરિવારમાં તેનો જન્મ થયેલો. રૉયલ કૉલેજ ખાતે ચિત્રકલાનો અભ્યાસ કર્યા પછી તેણે પૅરિસમાં કાયદાનો અભ્યાસ કરવો શરૂ કર્યો.…

વધુ વાંચો >

કૂ સી

કૂ સી (જીવનકાળ આશરે 1060થી 1080; જન્મસ્થળ : વેન-સિન, લો-યાન્ગ, ચીન) : સૂન્ગ રાજવંશ દરમિયાન ઉત્તર ચીનના સૌથી વધુ પ્રખ્યાત ચિત્રકાર. પ્રકૃતિમાં જોવા મળતા વિવિધ ઋતુઓના પ્રભાવને આલેખવામાં એમનું નૈપુણ્ય બેનમૂન ગણાયું. માત્ર એકરંગી (monochromatic) હોવા છતાં એમનાં ચિત્રોમાં નિસર્ગની અલગ અલગ ઋતુનું તાર્દશ આલેખન જોવા મળે છે. એમનાં ચિત્રોમાંથી…

વધુ વાંચો >

કૃષ્ણા કન્વલ

કૃષ્ણા, કન્વલ (જ. 1910, મૉન્ટ્ગોમેરી, પંજાબ, ભારત; અ. 1993, નવી દિલ્હી) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણ પંજાબનાં ખેતરોમાં વીત્યું; પંજાબી લોક-સંગીતનું એમણે આકંઠ પાન કર્યું. મૅટ્રિક્યુલેશન પસાર કરીને એ ઇજનેરી વિદ્યાનો અભ્યાસ કરવા કૉલકાતા પહોંચ્યા, પરંતુ તેમાં દિલ ચોંટ્યું જ નહિ તેથી એ પડતો મૂકીને કૉલકાતાની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં…

વધુ વાંચો >

કૃષ્ણા દેવયાની

કૃષ્ણા, દેવયાની (જ. 1918, ઇન્દોર, ભારત; અ. 2000) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મૂળ, પિયરનું નામ દેવયાની જાદવ. બાળપણથી જ દેવયાનીએ ઇન્દોરના ચિત્રકાર ડી.ડી. દેવલાલીકર પાસેથી તાલીમ લેવી શરૂ કરેલી. પ્રકૃતિ અને નિસર્ગ-ચિત્રણામાં દેવયાનીને પહેલેથી જ ઊંડી રુચિ હતી. મૅટ્રિક્યુલેશન પસાર કરીને 1935માં દેવયાની મુંબઈ પહોંચ્યાં અને ત્યાંની પ્રખ્યાત કળાશાળા…

વધુ વાંચો >

કેઇજ જોન

કેઇજ, જોન (Cage John) (જ. 5 સપ્ટેમ્બર 1912, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 12 ઑગસ્ટ 1992, ન્યૂયૉર્ક) : અગ્રણી આધુનિક અમેરિકન સંગીતકાર. તેમના ક્રાંતિકારી વિચારોએ વીસમી સદીના ઉત્તરાર્ધના સંગીત પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. યુરોપની પ્રશિષ્ટ પ્રણાલીમાં કેઇજનું સાંગીતિક ઘડતર થયું. વીસમી સદીના ત્રણ આધુનિક પ્રશિષ્ટ સંગીતકારો તેમના ગુરુ હતા…

વધુ વાંચો >

કૅટ્ઝ ઍલેક્સ

કૅટ્ઝ, ઍલેક્સ (જ. 24 જુલાઈ 1927, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર. કૅન્વાસ પર સપાટ રંગો વડે ત્રિપરિમાણી ઊંડાણ ધરાવતાં ચિત્રો આલેખવા માટે તે જાણીતા છે. નૌકાવિહાર, પર્વતારોહણ, વનભ્રમણ કરતી માનવઆકૃતિઓને તેઓ પૂરા પ્રાકૃતિક માહોલમાં આલેખે છે. એમનાં આ ચિત્રો વિરાટકાય હોય છે, સરેરાશ દસ ફૂટ બાય બાર ફૂટ જેવડાં. બહુધા…

વધુ વાંચો >

કૅટ્લીન જ્યૉર્જ

કૅટ્લીન, જ્યૉર્જ (જ. 26 જુલાઈ 1796, વિલ્કેસ બેરી, પેન્સિલ્વેનિયા, અમેરિકા; અ. 23 ડિસેમ્બર 1872, જર્સી સિટી, ન્યૂ જર્સી, અમેરિકા) : અમેરિકાના રેડ ઇન્ડિયનોને આલેખવા માટે જાણીતા ચિત્રકાર અને લેખક. થોડા સમય પૂરતો વકીલાતનો વ્યવસાય કર્યા પછી તેમણે 1823થી વ્યક્તિચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. ચિત્રકલાક્ષેત્રે તેઓ સ્વશિક્ષિત હતા. બાળપણથી તેમને અમેરિકાના રેડ…

વધુ વાંચો >

કૅન લી

કૅન, લી (જ. આશરે 1310, ચીન; અ. ચૌદમી સદીનાં છેલ્લાં વર્ષો, ચીન) : વાંસને આલેખવા માટે જાણીતો, યુઆન રાજવંશ દરમિયાન થઈ ગયેલો ચીનનો ચિત્રકાર. રાજદરબારમાં ઉચ્ચ હોદ્દો ત્યાગીને તે વાંસના અભ્યાસ અને ચિત્રણામાં મશગૂલ બની ગયેલો. એણે ચીતરેલાં વાંસનાં ચિત્રો સમગ્ર ચીની ચિત્રકલામાં વાંસનાં શ્રેષ્ઠ આલેખનો ગણાયાં છે. તેમાં મંદ…

વધુ વાંચો >

કૅનેડા

કૅનેડા ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર છેડે આવેલો દેશ. તે દશ પ્રાંતો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો છે. રશિયા પછી ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે વિશ્વમાં બીજા સ્થાને આવે છે. ભૌગોલિક સ્થાન : ઉત્તર અમેરિકા ખંડમાં 41° 41′ ઉત્તર અક્ષાંશથી છેક 83° 6′ ઉત્તર અક્ષાંશ સુધી અને 11° 5′ પશ્ચિમ રેખાંશથી 52° 37′…

વધુ વાંચો >