અમિતાભ મડિયા
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અમિત અંબાલાલ
અમિત અંબાલાલ (જ. 26 જુલાઈ 1943, ભાવનગર) : આધુનિક ગુજરાતના અગ્રણી ચિત્રકાર. અમદાવાદસ્થિત અંબાલાલ શેઠના ધનાઢ્ય કુટુંબમાં અમિતનો જન્મ થયો હતો. વિનયન, વાણિજ્ય અને કાયદામાં સ્નાતકની પદવીઓ હાંસલ કર્યા પછી કૌટુંબિક ધંધા-વ્યવસાયમાં જોડાઈ ગયા; પરંતુ આ વરસો દરમિયાન છગનલાલ જાદવ પાસે અવૈધિક રીતે ચિત્રકળાની તાલીમ લેવી શરૂ કરી. અમદાવાદમાં રવિશંકર…
વધુ વાંચો >અમેરિકા
અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…
વધુ વાંચો >અર્ન્સ્ટ મૅક્સ
અર્ન્સ્ટ, મૅક્સ (જ. 2 એપ્રિલ 1891; અ. 1 એપ્રિલ 1976, પેરિસ, ફ્રાન્સ) : દાદા ચિત્રશૈલીના જર્મન ચિત્રકાર. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમણે સૈનિક તરીકે જર્મન લશ્કરમાં સેવા આપી હતી. યુદ્ધના અંતે તેઓ ઝ્યૂરિખ નગરની દાદા ચળવળ સાથે નિકટના સંપર્કમાં આવ્યા તથા તેમને દ કિરિકૉ અને પોલ ક્લૅનાં ચિત્રો તરફ પણ આકર્ષણ થયું.…
વધુ વાંચો >અલ ગ્રેકો
અલ ગ્રેકો (El Greco) (જ. 1541, ક્રીટ; અ. 1641, સ્પેન) : સોળમી અને સત્તરમી સદી દરમિયાનના સ્પેનના સૌથી વધુ મહત્ત્વના ચિત્રકાર તથા સ્પેનમાં મૅનરિઝમ શૈલીના પ્રખર પુરસ્કર્તા. મૂળ નામ ડૉમેનિકોસ થિયૉટોકોપુલી. ગ્રીસની દક્ષિણે આવેલા ક્રીટ ટાપુ પર તેમણે બાયઝેન્ટાઇન પરંપરામાં ચિત્રકળાની તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ ઇટાલીના વેનિસ નગરમાં…
વધુ વાંચો >આદિમતાવાદ
આદિમતાવાદ (primitivism) (ચિત્રકળા) : રેનેસાં પૂર્વેની કળાશૈલી જેવી લાક્ષણિકતાઓ ધરાવતો આધુનિક કળાનો એક મહત્ત્વનો અભિગમ. સમયની સાથે સાથે, સંસ્કૃતિના વિકાસ સાથે કળાનો પણ વિકાસ થતો જાય છે એ માન્યતાનું આ વાદ નિરસન કરે છે. બાળકળા, આદિવાસી કળા, લોકકળા અને પ્રાગૈતિહાસિક સમયની કળા જ સાચી કળા છે તેમ માની પ્રિમિટિવિઝમના અનુયાયી…
વધુ વાંચો >આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ
આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…
વધુ વાંચો >આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક
આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક (Ingres, Jean Auguste Dominique) (જ. 29 ઑગસ્ટ 1780 મોન્ટઉબાન, ફ્રાંસ; અ. 14 જાન્યુઆરી 1867 પેરિસ, ફ્રાંસ) : પ્રસિદ્ધ ફ્રેંચ ચિત્રકાર. તેની કલામાં રંગદર્શી અને નવપ્રશિષ્ટ – એમ બે પરસ્પરવિરોધી વલણોની સહોપસ્થિતિ જોવા મળે છે. પ્રસિદ્ધ ફ્રેંચ નવપ્રશિષ્ટ ચિત્રકાર જાક લુઈ દાવિદનો(Jacques Louis David) તે શિષ્ય, અને…
વધુ વાંચો >