અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા)

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા) (ઈ. સ. 1053 પહેલાં) : શ્રુતપંચમીને લગતી દસ પ્રાકૃત કથાઓનો સંગ્રહ. તેના કર્તા મહેશ્વરસૂરિ સજ્જન ઉપાધ્યાયના શિષ્ય હતા. આ ગ્રંથની પ્રાચીનતમ તાડપત્રીય પ્રત વિ. સં. 1109ની લખેલી મળે છે. માટે આનો રચનાકાળ ઈ. સ. 1053ની પૂર્વનો છે. આ સંગ્રહમાં શ્રુતપંચમી વ્રતનું માહાત્મ્ય બતાવવા માટે દસ કથાઓ સંગૃહીત…

વધુ વાંચો >

ણાયકુમારચરિઉ

ણાયકુમારચરિઉ (સં. નાગકુમારચરિત) (દસમી સદી) : પ્રસિદ્ધ કવિ પુષ્પદંત દ્વારા 9 સંધિઓમાં અપભ્રંશ ભાષામાં રચાયેલું ‘નાગકુમારચરિત’ એ પ્રાચીન ભારતીય સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. શ્રીપંચમીવ્રતનું મહત્વ દર્શાવતી આ કૃતિની રચના કવિએ માન્યખેટના રાજાના મંત્રી નન્નની પ્રેરણાથી કરી. કવિએ પોતાની કૃતિમાં રચનાકાળનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી; પરંતુ આંતરબાહ્ય પ્રમાણો પરથી તેમનો સમય…

વધુ વાંચો >

ણિસીહસુત્ત

ણિસીહસુત્ત (સં. નિશીથસૂત્ર) : જૈન પરંપરાનું મુખ્યત્વે પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ દર્શાવતું પ્રાકૃત ભાષામાં રચેલું શાસ્ત્ર. આગમ વર્ગીકરણ અનુસાર ‘ણિસીહસુત્ત’નો સમાવેશ છેદસૂત્ર અંતર્ગત કરવામાં આવે છે. આચારાંગ સૂત્રની અંતિમ (પાંચમી) ચૂર્ણિ ‘આયાર પગય્ય’ (આચાર પ્રકલ્પ) જે પરિશિષ્ટ રૂપે હતી, તે તેના પ્રતિપાદ્ય વિષયની ગોપનીયતાના કારણે ‘નિશીથસૂત્ર’ના નામે પ્રચલિત બની અને…

વધુ વાંચો >

તરંગવઈકહા

તરંગવઈકહા (તરંગવતી કથા) : પ્રાકૃત કથાગ્રંથ. જૈન આચાર્યોમાં સુપ્રસિદ્ધ પાદલિપ્તસૂરિએ ‘તરંગવઈકહા’ રચીને પ્રાકૃત સાહિત્યમાં નૂતન પરંપરાને જન્મ આપ્યો. પ્રાકૃત કથાસાહિત્યની આ સૌથી પ્રાચીન કથા છે. સંભવત: આ કથા ગદ્યમાં રચાઈ હશે અને વચ્ચે વચ્ચે ક્વચિત્ પદ્ય પણ હશે એવું વિદ્વાનો માને છે. ગુણાઢ્યની બૃહત્કથા પણ મૂળે ગદ્યમાં રચાયેલી એવું મનાય…

વધુ વાંચો >

તારાયણ

તારાયણ (નવમી સદી) (સં. तारागण) : જૈન આચાર્ય બપ્પભટ્ટી (800-895)નો પ્રાકૃત ભાષાનો ગાથાસંગ્રહ. તે પ્રાકૃત મુક્તક–કવિત–પરંપરાનો નમૂનારૂપ આદર્શ ગાથાસંગ્રહ છે. તેનાં સુભાષિતોમાં વ્યક્ત થતી કવિત્વની ગુણવત્તા તેમને જૈન પરંપરાના ઉત્કૃષ્ટ કોટિના પ્રાકૃત કવિ તરીકે સ્થાપે છે. મોઢગચ્છના આચાર્ય સિદ્ધસૂરિએ તેમની અસાધારણ બુદ્ધિપ્રતિભા જોઈ તેમને જૈનશાસ્ત્રો શીખવ્યાં અને તેમને સિદ્ધ સારસ્વત…

વધુ વાંચો >

તિલોયપણ્ણતિ

તિલોયપણ્ણતિ (સં. त्रिलोकप्रज्ञप्ति) (ઈ. સ.ની પાંચમી સદી) : કષાયપ્રાભૃત નામે દ્વિતીય શ્રુતસ્કંધ ચૂર્ણીસૂત્રોના રચયિતા યતિવૃષભ આચાર્યે કરણાનુયોગ પર પ્રાકૃતમાં રચેલો ગ્રંથ. તે સર્વનંદીના પ્રાકૃત ‘લોક વિભાગ’ પછીનો હોઈ તે 479 આસપાસનો હશે તેમ અનુમાની શકાય. ગ્રંથકાર યતિવૃષભ તે આર્યમંક્ષુના શિષ્ય અને નાગહસ્તિના અંતેવાસી હતા. તેથી આર્યમંક્ષુ – નાગહસ્તિ–યતિ–વૃષભમાં સાક્ષાત્ ગુરુ–શિષ્ય…

વધુ વાંચો >

દર્શનસાર

દર્શનસાર (ઈ. સ. 853) : જૈનાભાસો વિશે ચર્ચા કરતો પ્રાકૃતમાં લખાયેલો ગ્રંથ. એમાંની એકાવન ગાથામાં મુખ્યત્વે મિથ્યા મતોનું અને જૈનાભાસોનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. તેના સંગ્રહકર્તા દિગંબરાચાર્ય દેવસેનસૂરિ છે. અંતિમ પ્રશસ્તિગાથાઓના આધારે કૃતિની રચના 853માં થયેલી નિર્ણીત છે. આ ગ્રંથમાં વિવિધ દસ મતોની ઉત્પત્તિ દર્શાવવામાં આવી છે, જેમાં બૌદ્ધ,…

વધુ વાંચો >

દોહાકોશ

દોહાકોશ (ઈ. સ. 755–780) : સિદ્ધ સરહપા કે સરહપાદની રચનાઓના સંકલનરૂપ દોહાઓનો સંગ્રહ. તિબેટની ભોટભાષા કે ભૂતભાષામાંથી આ ગ્રંથ અપભ્રંશ ભાષામાં રૂપાંતરિત કરાયેલો છે. લગભગ 300 પદ્યોના બનેલા આ સંગ્રહમાં દોહાની સાથે સોરઠા, ચોપાઈ અને ગીતિઓ પણ આપવામાં આવી છે. આ ગીતો કે ગીતિઓની રચના આઠમીથી શરૂ કરી બારમી સદીમાં…

વધુ વાંચો >

દ્રાહ્યાયણ શ્રૌતસૂત્ર

દ્રાહ્યાયણ શ્રૌતસૂત્ર : જુઓ, કલ્પસૂત્ર.

વધુ વાંચો >

ધમ્મપદ

ધમ્મપદ : પાલિ ભાષામાં લખાયેલો પ્રખ્યાત બૌદ્ધ ગ્રંથ. ત્રિપિટકમાંના ‘સુત્તપિટક’ ના પાંચમા – અંતિમ ‘ખુદ્દકનિકાય’નાં 15 અંગ છે. તેમાંનું બીજું અંગ તે ‘ધમ્મપદ’. ડૉ. વી. ફઝબૉલે લૅટિન અનુવાદ સાથે તેને રોમન લિપિમાં 1855માં પ્રથમ વખત પ્રકાશિત કર્યું. પછી તેનાં ઘણાં સંપાદનો થયાં અને જગતની બધી મુખ્ય ભાષાઓમાં તેના અનુવાદો પણ…

વધુ વાંચો >