અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે
કેતકર શ્રીધર વ્યંકટેશ
કેતકર, શ્રીધર વ્યંકટેશ (જ. 2 ફેબ્રુઆરી 1884, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 10 એપ્રિલ 1937, પુણે) : પ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ્, જ્ઞાનકોશકાર, અર્થશાસ્ત્રજ્ઞ, ઇતિહાસકાર અને મરાઠી નવલકથાકાર. મૂળ વતન કોંકણના દાભોળ નજીક અંજનવેલ. તેમના જન્મ પૂર્વે કેતકર કુટુંબ વિદર્ભના અમરાવતી ગામે સ્થળાંતર કરી ગયેલું. તેમના દાદા જૂના ગ્રંથોની નકલો કરીને ગામેગામ વેચતા. તેમના પિતા…
વધુ વાંચો >કેન્દ્રગામી જળપરિવાહ
કેન્દ્રગામી જળપરિવાહ : પાણીનો પ્રવાહ કેન્દ્ર તરફ વહે તેવા જળપરિવાહ(drainage)નો પ્રકાર. સામાન્ય રીતે સૂકા અથવા અર્ધ કે અંશત: સૂકા પ્રદેશો કે જ્યાં આવાં મધ્યવર્તી બિંદુ કોઈ જળાશય, સરોવર કે અંત:સ્થલીય (inland) સમુદ્ર દ્વારા પૂરાં પાડવામાં આવે છે ત્યાં આ પ્રકારના જળપરિવાહ જોવા મળે છે. આવા પ્રદેશોને આંતરિક જળપરિવાહના વિસ્તારો તરીકે…
વધુ વાંચો >કેન્દ્રીય અનામત પોલીસ દળ
કેન્દ્રીય અનામત પોલીસ દળ (Central Reserve Police Force – CRPF) : કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં રાજ્ય સરકારોને સહાય આપતું અર્ધ-લશ્કરી સંગઠન; સ્થાપના 1949. તે અંગેના કાયદાને ભારતના તત્કાલીન ગવર્નર-જનરલે ડિસેમ્બર 1949માં મંજૂરી આપી હતી. સ્થાપના સમયે તેનું મુખ્ય મથક નીમચ (મ. પ્ર.) ખાતે રાખવામાં આવ્યું હતું, પરંતુ તે પછી…
વધુ વાંચો >કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળ
કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળ : કેન્દ્ર સરકાર હસ્તકના ઔદ્યોગિક એકમોની સલામતી માટે રચવામાં આવેલું ખાસ દળ. સ્થાપના : માર્ચ 1969. શરૂઆતમાં માત્ર ત્રણ બટાલિયન ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં સુરક્ષા સૈનિકોની કુલ સંખ્યા આશરે 2700 હતી, પરંતુ તે પછી તેનું વિસ્તરણ થતાં હવે તેમાં 85,000 સુરક્ષા…
વધુ વાંચો >કેન્દ્રીય સ્થાન સિદ્ધાંત
કેન્દ્રીય સ્થાન સિદ્ધાંત : તાર્તીયીક (tertiary) એટલે કે ઉચ્ચ પંક્તિની પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે વિકાસ પામેલી શહેરી પદ્ધતિઓની સમજ આપતો સિદ્ધાંત. બવેરિયાના વતની અને જર્મન વિદ્વાન વૉલ્ટર ખ્રિસ્ટૅલરે નગરોની સંખ્યા, કદ અને વહેંચણીને નિયંત્રિત કરતા નિયમોના સંશોધન દરમિયાન 1933માં આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો. જે વસાહત કોઈ પ્રદેશ કે વિસ્તારની પ્રવૃત્તિઓના…
વધુ વાંચો >કેળકર – નરસિંહ ચિંતામણ
કેળકર, નરસિંહ ચિંતામણ (અનામિક, આત્માનંદ) (જ. 24 ઑગસ્ટ 1872, મોડનિંબ, જિલ્લો સોલાપુર; અ. 14 ઑક્ટોબર 1947, પુણે) : મરાઠી સાહિત્યકાર તથા અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી. પિતા મહારાષ્ટ્રના દેશી રાજ્ય મિરજમાં અમલદાર. શરૂઆતનું શિક્ષણ મિરજ ખાતે. તે દરમિયાન જાણીતા ઇતિહાસસંશોધક વાસુદેવશાસ્ત્રી ખરે જેવા શિક્ષક તેમને મળ્યા. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર, પુણે તથા મુંબઈ…
વધુ વાંચો >કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ
કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ (જ. 29 જૂન 1871, બુલઢાણા; અ. 1 જૂન 1934, પુણે) : વિખ્યાત મરાઠી લેખક. તે નાટકકાર, વિવેચક અને હાસ્યકાર હતા. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું નેવરે ગામ. પિતા કૃષ્ણરાવ. શરૂઆતનું શિક્ષણ અકોલા ખાતે, જ્યાં તેમણે કિર્લોસ્કર નાટક મંડળીનાં નાટકો જોયાં હતાં. 1888માં મૅટ્રિક પાસ થયા. ઉચ્ચ શિક્ષણ પુણે…
વધુ વાંચો >ક્રૂઝર
ક્રૂઝર : લડાયક જહાજનો એક પ્રકાર. તે ફ્રિગેટ નામથી ઓળખાતા નાના ઝડપી લડાયક જહાજ કરતાં મોટું પણ વિનાશક જહાજ (destroyer) અને વિમાનવાહક લડાયક જહાજ(aircraft carrier)ની વચ્ચેનું કદ ધરાવતું હોય છે. લડાયક જહાજોના કાફલાથી તેને છૂટું કરીને શત્રુપક્ષની શોધ કરવાનું અને દુશ્મન જહાજો દેખાય કે તરત જ પોતાના કાફલાને સાવચેત કરવાનું…
વધુ વાંચો >ક્ષેત્રનું આકાશી અભિલેખન
ક્ષેત્રનું આકાશી અભિલેખન (aerial mapping) : ભૂભાગના નકશાના આલેખન, અભિલેખન તથા પુનરાવર્તન(revision)ની અદ્યતન તકનીક. આકાશમાંથી લીધેલાં છાયાચિત્રોને આધારે તે કરવામાં આવે છે. ફોટો-સર્વેક્ષણવિજ્ઞાન(photogrammetry)ના ક્ષેત્રમાં થયેલા વિકાસને લીધે આકાશમાંથી કરવામાં આવતી સર્વેક્ષણની પદ્ધતિના ઉપયોગ દ્વારા નકશા તૈયાર કરવા અને જરૂર પડે ત્યારે તેમાં સુધારાવધારા કરવાની પ્રક્રિયા વધુ સરળ અને વિશ્વસનીય બની…
વધુ વાંચો >ખાઈ
ખાઈ : મેદાની યુદ્ધમાં શત્રુપક્ષ તરફથી થતા ગોળીબાર કે તોપમારા સામે પોતાના સૈનિકોને રક્ષણ પૂરું પાડવા જમીનમાં ખોદવામાં આવતા ખાસ પ્રકારના ખાડા. ખાઈઓ લાંબી, સાંકડી તથા સૈનિક શત્રુની નજરે ન પડે તેટલી ઊંડી તથા જમીનને લગભગ સમાંતર હોય છે. તે સીધી કે વાંકીચૂકી હોઈ શકે. ખાઈઓ ખોદતી વેળાએ જમીનમાંથી નીકળતી…
વધુ વાંચો >