અનિલા દલાલ
જાપાને (1959)
જાપાને (1959) : અન્નદાશંકર રાય(1904)રચિત બંગાળી પ્રવાસકથા. લેખકે 1957માં આંતરરાષ્ટ્રીય પી.ઈ.એન. કૉંગ્રેસના ડેલિગેટ તરીકે જાપાનની મુલાકાત લીધી હતી તેના પરિણામરૂપ આ પુસ્તક છે. તેને 1962નો સાહિત્ય અકાદેમીનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમની પ્રથમ પ્રવાસવર્ણનની કૃતિ ‘પથે પ્રવાસે’(1939)માં એમની નિરીક્ષણશક્તિ, સૌંદર્યર્દષ્ટિ અને માનવી તેમજ સમાજ સાથેની ઊંડી નિસબત ખાસ ધ્યાન…
વધુ વાંચો >જેતે પારિ કિન્તુ કેનો જાબો
જેતે પારિ કિન્તુ કેનો જાબો : બંગાળી કવિ શક્તિ ચટ્ટોપાધ્યાયનો કાવ્યસંગ્રહ (1982). તેને સાહિત્ય અકાદેમીનો 1983નો ઍવૉર્ડ મળ્યો હતો. શક્તિ ચટ્ટોપાધ્યાયે (1933–1995) લેખનનો આરંભ વાર્તાઓથી કરેલો, પણ પછી કવિતા-સર્જનનો પડકાર ઝીલ્યો. રવીન્દ્રનાથ પછી બંગાળી કવિતાની અનેક દિશાઓ ઊઘડી, જેમાં સર્વોચ્ચ શિખર એટલે કવિ જીવનાનંદ દાસ. તે પછી વિદ્રોહ અને ક્રાન્તિકારી…
વધુ વાંચો >જોગ, રામચંદ્ર શ્રીપાદ
જોગ, રામચંદ્ર શ્રીપાદ (જ. 15 મે 1901, ગડદિંગ્લજ, જિ. કોલ્હાપુર; અ. 1980) : પ્રસિદ્ધ મરાઠી વિવેચક. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સંસ્કૃત અને મરાઠી સાથે બી.એ. અને પછી એમ.એ. થયા. 1926થી 1963 સુધી નાસિક, સાંગલી અને છેલ્લે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ‘જ્યોત્સ્નાગીત’ (1926) અને ‘નિશાગીત’ (1928) તેમના કાવ્યસંગ્રહો. સરળતાથી…
વધુ વાંચો >જોનાકી
જોનાકી : આધુનિક અસમિયા સાહિત્યનું મહત્વનું સામયિક. અસમના કેટલાક દેશપ્રેમી વિદ્યાર્થીઓએ કૉલકાતામાં 1889માં પ્રકટ કર્યું હતું. ચંદ્રકુમાર અગરવાલ તેના તંત્રી અને માલિક હતા. સામયિકને છેક સુધી લક્ષ્મીનાથ બેજબરુઆનાં સક્રિય સહાય અને ટેકો મળ્યાં હતાં. ખરેખર તો બેજબરુઆનું કલ્પિત પાત્ર કૃપાબર બરુઆ ‘જોનાકી’ સામયિકની સ્થાપના પછીના બીજા વર્ષે જ ‘જોનાકી’નાં પાનાંમાં…
વધુ વાંચો >જોશી, વામન મલ્હાર
જોશી, વામન મલ્હાર (જ. 21 જાન્યુઆરી 1882, તળે, જિ. કોલાબા; અ. 20 જુલાઈ 1943, મુંબઈ) : મરાઠી નવલકથાકાર અને ચિંતક. પુણેની ડેક્કન કૉલેજમાંથી તત્વચિંતન અને તર્કશાસ્ત્ર વિષય સાથે એમ.એ. (1906) કરી કોલ્હાપુરની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકેની નોકરી લીધી. ‘વિશ્વવૃત્ત’ સામયિકના તંત્રી તરીકે તેમાં પ્રકટ થયેલા, પણ પોતે નહિ લખેલા એક…
વધુ વાંચો >જ્યામતિ
જ્યામતિ (1900) : પદ્મનાભ ગોહાંઈ બરુવારચિત ઐતિહાસિક નાટક. આ નાટક અહોમ ઇતિહાસ પર આધારિત છે; કરુણાન્ત છે. તેમાં નાટ્યાત્મક અભિવ્યક્તિનું માધ્યમ બ્લૅન્ક વર્સ છે, પ્રમુખ પાત્રો હંમેશાં બ્લૅન્ક વર્સમાં જ બોલે છે. આ નાટક રાણી જ્યામતિનું પરમ સ્વાર્પણ નિરૂપતી કરુણાન્તિકા છે. લક્ષ્મીનાથ બેજબરુવાએ પણ ‘જ્યામતિ કુંવરી’ (1915) નામના નાટકમાં જ્યામતિનું…
વધુ વાંચો >જ્યૉર્જ, કે. એમ.
જ્યૉર્જ, કે. એમ. (જ. 1914) : મલયાળમ ભાષાના લેખક, વિવેચક અને ભાષાવિદ. તેમણે સાહિત્ય માટે નવી દિશાઓ ઉઘાડી અને અન્ય સાહિત્ય સાથે નિકટતા સ્થાપવાનો આરંભ કર્યો. મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1941માં મલયાળમ સાથે એમ.એ.ની ઉપાધિ લીધી; ‘રામચરિતમ્ ઍન્ડ ધ સ્ટડી ઑવ્ મલયાળમ’ મહાનિબંધ માટે 1956માં પીએચ.ડી., મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપક તરીકે, સાહિત્ય…
વધુ વાંચો >ડેનિશ ભાષા અને સાહિત્ય
ડેનિશ ભાષા અને સાહિત્ય : યુરોપના ઉત્તરીય ખંડમાં આવેલો જે વિભાગ સ્કૅન્ડિનેવિયાના નામથી ઓળખાય છે તેમાં સ્વીડન, નૉર્વે, ફિનલૅન્ડ, ડેનમાર્ક અને આઇસલૅન્ડ પ્રદેશોનો સમાવેશ થાય છે. યુરોપમાં આલ્પ્સ પ્રદેશની જાતિ, ભૂમધ્ય સાગરીય જાતિ અને નૉર્ડિક અથવા ઉત્તરીય જાતિ – એમ ત્રણ જાતિઓએ વસવાટ કરવા માંડેલો. નૉર્વે-સ્વીડન-ડેનમાર્કમાં વસવાટ કરનારી નૉર્ડિક જાતિ…
વધુ વાંચો >ડૉન કિહોતે
ડૉન કિહોતે : સ્પૅનિશ નવલકથાકાર સર્વાન્ટિસ સાવેદરાએ (1547–1616) રચેલી નવલકથા. તેનો પહેલો ભાગ 1605માં પ્રકટ થયેલો, પણ દુનિયાભરમાં ખ્યાતિ મેળવનારી આ નવલકથાના બીજા ભાગને લખાતાં 10 વર્ષ થયેલાં (1615). સર્વાન્ટિસે પોતે જ લખ્યું છે તે પ્રમાણે આ નવલકથા સરનાઇટની રમણભ્રમણની જૂની પ્રથા પર કરેલા પ્રહારરૂપ છે. જર્જરિત થતાં જતાં રિવાજો–રસમોની…
વધુ વાંચો >ડૉન, જૂઅન
ડૉન, જૂઅન : સ્વચ્છંદતાના પ્રતીક સમું એક કાલ્પનિક પાત્ર. અંગ્રેજ કવિ લૉર્ડ બાયરન (1788-1824)ના કટાક્ષકાવ્ય ‘ડૉન જૂઅન’ (1818)માં આલેખવામાં આવ્યું છે. લોકપ્રિય દંતકથામાંથી જન્મેલા ડૉન જૂઅનને સૌપ્રથમ વાર 1630માં સ્પૅનિશ નાટકકાર તિર્સો દ મોલિના ‘ધ સિડ્યૂસર ઑવ્ સેવિલ’ નામની કરુણિકામાં સાહિત્યિક વ્યક્તિત્વ આપે છે. પછી તો તે સર્વજનીન પાત્ર બની,…
વધુ વાંચો >