અંગ્રેજી સાહિત્ય
આર્કેડિયા, ધી
આર્કેડિયા, ધી (1590) : અંગ્રેજી અદભુતરસિક પ્રણયકથા. લેખક સર ફિલિપ સિડની. દક્ષિણ ગ્રીસના ડુંગરાળ પ્રદેશના સંપન્ન ભરવાડોની આ કથા બહુધા ગદ્યમાં અને પ્રસંગોચિત વિવિધ પદ્યરચનાઓ અને ગોપકાવ્યોથી અલંકૃત છે. ‘ધી ઓલ્ડ આર્કેડિયા’ અને ‘ધ ન્યૂ આર્કેડિયા’ એમ બે નામે તે પ્રસિદ્ધ છે. ‘ધી ઓલ્ડ આર્કેડિયા’ 1912માં સિડનીના સમગ્ર સાહિત્યના ગ્રંથોમાં…
વધુ વાંચો >આર્નલ્ડ, એડવિન (સર)
આર્નલ્ડ, એડવિન (સર) (જ. 10 જૂન 1832, ગ્રેવ્ઝેન્ડ, અ. 24 માર્ચ 1904 લંડન) : અંગ્રેજ કવિ અને પત્રકાર. સસેક્સના ગ્રેવ્ઝેન્ડમાં મૅજિસ્ટ્રેટ કુટુંબમાં જન્મ. ઉચ્ચ શિક્ષણ કિંગ્ઝ કૉલેજ, લંડન અને ઑક્સફર્ડમાં. 1852માં ‘બેલ્શઝાર ફીસ્ટ’ – એ શ્રેષ્ઠ કાવ્યકૃતિ માટે તેમને ‘ન્યૂડિગેટ’ પારિતોષિક મળ્યું હતું. તેમના પ્રથમ કાવ્યસંગ્રહનું પ્રકાશન ‘પોએમ્સ નૅરેટિવ ઍન્ડ…
વધુ વાંચો >આર્નલ્ડ, મેથ્યૂ
આર્નલ્ડ, મેથ્યૂ (જ. 28 ડિસેમ્બર,1822, લેલહૅમ, મિડલસેક્સ; અ. 15 એપ્રિલ 1888, લિવરપુલ) : અંગ્રેજ કવિ-વિવેચક. ટેમ્સ નદીને કિનારે આવેલા લેલહૅમ (Laleham) ગામના વતની અને પ્રસિદ્ધ રગ્બી શાળાના આચાર્ય, ટૉમના જ્યેષ્ઠ પુત્ર. શિક્ષણ પિતાની જ શાળામાં. ઉચ્ચ શિક્ષણ માટે એ ઑક્સફર્ડની બેલિયલ (Balliol) કૉલેજમાં જોડાયા, જ્યાં કાવ્યલેખન માટે એમને 1843માં ‘ન્યૂડિગેટ’…
વધુ વાંચો >આસિમોવ, આઇઝેક
આસિમોવ, આઇઝેક (જ. 2 જાન્યુઆરી 1920, પેટ્રોવિચી, રશિયા; અ. 6 એપ્રિલ 1992, ન્યૂયૉર્ક સિટી, યુ. એસ.) : વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવામાં સફળ નીવડેલા સમર્થ આધુનિક અમેરિકી સાહિત્યસર્જક. તે ત્રણ વર્ષની ઉંમરે અમેરિકામાં આવેલા અને બ્રુકલિનમાં ઊછરેલા. તેમણે 1928માં અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1939માં સ્નાતકની અને 1948માં જીવરસાયણમાં ડૉક્ટરેટની પદવી મેળવીને…
વધુ વાંચો >ઇક્વસ
ઇક્વસ (1974) : બ્રિટિશ નાટ્યકાર પીટર શેફરનું પ્રસિદ્ધ નાટક. એક ભ્રમિત ચિત્તવાળા જુવાને ઘોડાના તબેલામાં કરેલા ગુનાથી ન્યાયાધીશોની બેન્ચને આઘાત થયેલો એટલી એક મિત્રે કહેલી વાત પરથી લેખકે આ નાટકના વસ્તુની ગૂંથણી કરી છે. એક અઢારેક વર્ષના છોકરાએ તબેલામાં બાંધેલા તમામ ઘોડાની આંખો ફોડી નાખી હતી. તેનો કૉર્ટમાં મુકદ્દમો ચાલતાં…
વધુ વાંચો >ઇન મેમોરિયમ એ. એચ. એચ
ઇન મેમોરિયમ એ. એચ. એચ. (1833-1850) : કરુણપ્રશસ્તિ. અંગ્રેજ કવિ લૉર્ડ ટેનિસનનો ખાસ મિત્ર આર્થર હેન્રી હેલામ બાવીસ વર્ષની વયે 1833માં વિયેનામાં એકાએક અવસાન પામ્યો. મિત્રના મૃત્યુના આઘાતે કવિને ક્ષુબ્ધ કર્યા. તેને પરિણામે ‘ઇન મેમોરિયમ’ દીર્ઘ કાવ્યની શરૂઆત કરી અને સત્તર વર્ષે તેને પૂરું કરી પ્રગટ કર્યું (1850). આ કાવ્યને…
વધુ વાંચો >ઇરવિંગ, વોશિંગ્ટન
ઇરવિંગ, વોશિંગ્ટન (જ. 3 એપ્રિલ 1783, ન્યૂયૉર્ક; અ. 28 નવેમ્બર 1859 સન્નીસાઇડ, ટેરીટાઉન, ન્યૂયૉર્ક) : અમેરિકન લેખક. મા-બાપનાં અગિયાર સંતાનોમાં તે સૌથી નાનો. કુટુંબના હાર્ડવેરના ધંધાને બદલે તેણે કાયદાનો વ્યવસાય પસંદ કર્યો હતો. તેની પ્રિયતમા મટિલ્ડા હોફમાનના અકાળ અવસાનથી આઘાત પામીને તેણે 1804થી 1806 સુધી યુરોપનો પ્રવાસ ખેડ્યો. પછી તેના…
વધુ વાંચો >ઇશરવૂડ, ક્રિસ્ટૉફર
ઇશરવૂડ, ક્રિસ્ટૉફર (વિલિયમ બ્રેડશો) (જ. 26 ઑગસ્ટ 1904, હાયલેન, એશાયર, ઇંગ્લૅન્ડ; અ. 4 જાન્યુઆરી 1986 સાન્ટા મોનિકા, કૅલિફોર્નિયા, યુ. એસ.) : અમેરિકન નવલકથાકાર અને નાટ્યકાર. કારકિર્દીના પ્રારંભમાં અંગત ટ્યૂટર અને છૂટુંછવાયું લખતા પત્રકાર તરીકે કાર્ય કર્યું. સરેની શાળામાં કવિ તરીકે ખ્યાતિ પામનાર ડબ્લ્યૂ. એચ. ઑડેન સાથે ગાઢ મૈત્રી થઈ. વીસમી…
વધુ વાંચો >ઇશિગુરો, કાઝ્ઓ (Ishiguro, Kazuo)
ઇશિગુરો, કાઝ્ઓ (Ishiguro, Kazuo) (જ. 8 નવેમ્બર, 1954 નાગાસાકી, જાપાન) : 2017ના વર્ષનો સાહિત્ય વિભાગનો નોબેલ પુરસ્કાર મેળવનાર બ્રિટિશ નવલકથાકાર, પટકથા અને ટૂંકી વાર્તાઓના લેખક. તેમના પિતા શિઝુઓ ઇશિઇગુરો અને માતા શિઝુકો. તેમના પિતાને નૅશનલ ઓશેનોગ્રાફી સેન્ટરમાં સંશોધન માટે નિમંત્રણ મળ્યું. આથી તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમના કુટુંબે જાપાન…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >