અંગ્રેજી સાહિત્ય

કાફકા, ફ્રાન્ઝ

કાફકા, ફ્રાન્ઝ (જ. 3 જુલાઈ 1883, પ્રાગ; અ. 3 જૂન 1924, કિર્લિગ) : આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગલક્ષી સર્જક. એમનાં લખાણો રૂંવાં ખડાં કરી દે તેવી દુ:સ્વપ્નભરી પરિસ્થિતિઓનું આલેખન કરે છે. તેનો ઓથાર ચિત્ત પર લાંબો સમય ઝળૂંબી રહે છે. યુગવૈફલ્ય અને સાર્વત્રિક ભયાવહતાનો નિર્દેશ તેમનાં લખાણોમાં ભારોભાર છે. યુદ્ધકાલીન…

વધુ વાંચો >

કાર્ડિનલ ન્યૂમન

કાર્ડિનલ ન્યૂમન (જ. 21 ફેબ્રુઆરી 1801, લંડન; અ. 11 ઑગસ્ટ 1890, એડ્ગ-બેસ્ટન) : અંગ્રેજી ગદ્યસાહિત્યના વરિષ્ઠ લેખક, કવિ અને નવલકથાકાર, તત્વચિંતક, વક્તા, પત્રકાર તથા ધર્મવેત્તા. 1821માં ન્યૂમન ઑક્સફર્ડની ટ્રિનિટી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ ઑરિયલ કૉલેજના ફેલો થયા. પુરોહિતદીક્ષા લીધા પછી તે 1827માં ઑક્સફર્ડ સેંટ મેરિસ ચર્ચના પાદરી તરીકે નિમાયા. પંદર…

વધુ વાંચો >

કાર્લાઇલ, ટૉમસ

  કાર્લાઇલ, ટૉમસ (જ. 4 ડિસેમ્બર 1795, ઇક્લિફેકન ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1881, લંડન) : ઇંગ્લૅન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર તથા તત્વચિંતક. કડિયાકામનો વ્યવસાય કરી પ્રામાણિક અને ઉદ્યમી જીવન જીવતા પિતા જેમ્સ કાર્લાઇલ પ્રૉટેસ્ટન્ટ સુધારક કૅલ્વિનના ચુસ્ત અનુયાયી હતા. કુટુંબની આર્થિક સંકડાશને કારણે ટૉમસને પ્રારંભિક ભણતરમાં ઠીક ઠીક…

વધુ વાંચો >

કાલવ્યુત્ક્રમ

કાલવ્યુત્ક્રમ (anachronism) : ઐતિહાસિક ઘટનાઓમાં ક્રમ ઉલટાવવાથી થતો દોષ. કોઈ પણ વક્તવ્યમાં કે લખાણમાં એના વિષયભૂત ઐતિહાસિક સમયમાં અસ્તિત્વ ન ધરાવતાં (ખાસ કરીને ભૂતકાળનાં) વ્યક્તિ, વસ્તુ, વિચાર, રૂઢિ, રિવાજ કે ઘટનાનું નિરૂપણ થાય ત્યારે આ દોષ ઉદભવે છે. ઉ.ત. ‘જુલિયસ સીઝર’ નાટકમાં શેક્સપિયરે ઘડિયાળમાં પડતા ડંકાનો ઉલ્લેખ કરેલો છે તે…

વધુ વાંચો >

કિડ ટોમસ

કિડ ટોમસ (જ. 6 નવેમ્બર 1558, બેપ્ટિઝમ, લંડન; અ. 30 ડિસેમ્બર 1594, લંડન) : એલિઝાબેથન યુગના અંગ્રેજી નાટ્યકાર. લંડનની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને થોડો સમય દસ્તાવેજ-લેખક તરીકેનો વ્યવસાય કર્યો. સમકાલીન નામી નાટ્યકાર માર્લો સાથે તેમને ગાઢ મૈત્રી હતી. તેમની કૃતિઓમાં ‘ધ સ્પૅનિશ ટ્રૅજેડી’ (1592) ખૂબ ખ્યાતિ પામેલું નાટક…

વધુ વાંચો >

કિપ્લિંગ રડિયાર્ડ

કિપ્લિંગ, રડિયાર્ડ (જ. 30 ડિસેમ્બર 1865, મુંબઈ; અ. 18 જાન્યુઆરી 1936, લંડન) : 1907ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર. પિતા જ્હૉન લોકવુડ કિપ્લિંગ તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા હતા. રડિયાર્ડે ઉચ્ચ શિક્ષણ મેળવવા યુનાઇટેડ સર્વિસીઝ કૉલેજ, વેસ્ટવર્ડ હો ખાતે પ્રવેશ મેળવ્યો પણ પાછળથી…

વધુ વાંચો >

કિંગ લિયર

કિંગ લિયર (1606) : શેક્સપિયરની જગપ્રસિદ્ધ કરુણાન્તિકા. પોતાની ત્રણ દીકરીઓમાં જે દીકરી પિતાને વધુમાં ચાહતી હશે તેને રાજ્યવિસ્તારનો મોટો ભાગ બક્ષવામાં આવશે. ગોનરિલ અને રિગન આ બે બહેનોએ પિતા પ્રત્યે અનહદ પ્રેમ પ્રકટ કર્યો. બંનેએ ત્યાં સુધી કહ્યું કે તે પતિ કરતાં વિશેષ પિતાને ચાહે છે. લિયર આ સાંભળી પ્રસન્ન…

વધુ વાંચો >

કીટ્સ જૉન

કીટ્સ, જૉન (જ. 31 ઑક્ટોબર 1795, લંડન; અ. 23 ફેબ્રુઆરી 1821, રોમ) : અંગ્રેજી ઊર્મિકવિ. ઇન્દ્રિયગમ્ય તાદૃશ કલ્પનોથી ભરપૂર તેમનું કાવ્યસર્જન, રોમૅન્ટિક કવિઓમાં તેમને આગવું સ્થાન આપે છે. ‘એન્ડિમિયન’, ‘લા બેલ દેં સા મરસિ’, ‘ઓડ ઑન મેલન્ક્લી’, ‘ઓડ ટૂ અ નાઇટિંગેલ’, ‘ઓડ ઑન અ ગ્રીશિયન અર્ન’, ‘ઓડ ટૂ સાયકી’, ‘ધી…

વધુ વાંચો >

કુમાર શિવ કે.

કુમાર, શિવ કે. [જ. 16 ઑગસ્ટ 1921, લાહોર (હાલ પાકિસ્તાનમાં); અ. 1 માર્ચ 2017 હૈદરાબાદ, ભારત] : ભારતીય અંગ્રેજી સાહિત્યના વિદ્વાન સર્જક. તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ટ્રૅપફૉલ્સ ઇન ધ સ્કાય’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પહેલાં તેમણે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી કેમ્બ્રિજમાં અભ્યાસ કરી અંગ્રેજી સાહિત્યમાં…

વધુ વાંચો >

કૂપર વિલિયમ

કૂપર, વિલિયમ (જ. 26 નવેમ્બર 1731, ગ્રેટ બર્કમ્પસ્ટડ, હર્ટફર્ડશિયર, ઇંગ્લૅંડ; અ. 25 એપ્રિલ 1800, ઈસ્ટ ડિરમ્ નૉકૉર્ક) : અંગ્રેજ કવિ. તેમના જમાનાના કવિઓમાં સૌથી વિશાળ વાચકવર્ગ ધરાવતા હતા. નજીકની નિવાસી શાળામાં અને લંડનની વેસ્ટમિન્સ્ટર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1750-54 સુધી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. 1857માં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.…

વધુ વાંચો >