હેમંત વાળા
નિમ્ફેયમ
નિમ્ફેયમ : પ્રાચીન રોમન સ્થાપત્યમાં ફૂલઝાડ, ફુવારા તથા હોજના સમાવેશ માટે બનાવાતી ખાસ ઇમારત. તેને વિવિધ મૂર્તિઓ તથા કોતરણી વડે અલંકૃત કરાતી. ‘નિમ્ફેયમ’ શબ્દ ‘નિમ્ફ’ પરથી આવેલો છે, તે શબ્દ અપ્સરા, વનદેવતા કે વિદ્યાધર જેવી અર્ધદૈવી શક્તિઓ માટે વપરાય છે. તેમને માટે બનાવેલી ઇમારત તે નિમ્ફેયમ. રોમના લિસિયનિયનના બગીચાનું નિમ્ફેયમ…
વધુ વાંચો >નીઓક્લાસિક સ્થાપત્ય
નીઓક્લાસિક સ્થાપત્ય : અઢારમી સદીમાં યુરોપમાં પ્રચલિત બનેલ પ્રાચીન ગ્રીસ અને રોમના શાસ્ત્રીય સ્થાપત્ય તેમજ સોળમી સદીના ઇટાલિયન રેનેસાંસ સ્થાપત્ય પર આધારિત સ્થાપત્યની સિદ્ધાંતનિષ્ઠ શૈલી. તેની શરૂઆત ગેબ્રિયલ તથા અન્ય સ્થપતિઓ દ્વારા કરાઈ અને બ્યુલી તથા લેડોઉક્સ જેવા સ્થપતિઓએ તે શૈલીમાં અંત સુધી કામ કરેલું. 1750માં સ્થાપત્યમાં રોમન તથા ગ્રીક…
વધુ વાંચો >નુરાઘે
નુરાઘે : ઇટાલીના સાર્ડિનિયા ટાપુ પર આવેલી પ્રાગૈતિહાસિક પથ્થરની ઇમારતો. આ ઇમારતો ઈસુ પૂર્વે 1900થી ઈસુ પૂર્વે 730 સુધીમાં ચણાઈ હતી. તેનું તળદર્શન વર્તુળાકાર હોય છે તથા તેમાં પથ્થરના ઉપરના થરો ક્રમશ: અંદરની તરફ નીકળતા રાખી ઉપર ગુંબજ બનાવાયો હોય. વર્તુળાકારની ઇમારતો સ્કૉટલૅન્ડ તથા આયર્લૅન્ડ, ઉપરાંત ભૂમધ્ય સાગરમાં આવેલા ઇટાલીના…
વધુ વાંચો >નૃત્યમંડપ
નૃત્યમંડપ : મંદિરમાં પ્રભુને રીઝવવા કરાતાં નૃત્ય માટેનો મંડપ. તેને પ્રકારક મંડપ પણ કહેવાય. નૃત્યમંડપમાં વચ્ચે વધુ અવકાશવાળી જગ્યા મેળવવાના હેતુથી ઉપર સપાટ છતને બદલે ગુંબજની રચના કરાતી. નૃત્યગૃહ ગર્ભગૃહ અર્થાત્, મુખ્ય પ્રાસાદની ધરી પર જ બનાવાતું. ચિદમ્બરમના મંદિરમાં 8 ફૂટ ઊંચા 50 સ્તંભોવાળો નૃત્યમંડપ છે. તેના ઊંચા મંચની બે…
વધુ વાંચો >નેવ
નેવ : ચર્ચનો વચલો મુખ્ય ભાગ. ચર્ચમાં મુખ્યત્વે વચ્ચેની આ લંબ- ચોરસ જગ્યાનો જનસાધારણ દ્વારા મહત્તમ ઉપયોગ થાય છે. તેના એક છેડે ચર્ચનું પ્રવેશદ્વાર તથા સામા છેડે પૂજાસ્થાન હોય; જ્યારે તેની બંને પડખે સ્તંભની હાર પછી પાર્શ્વવીથિ હોય છે. હેમંત વાળા
વધુ વાંચો >નૉત્રદામ, પૅરિસ
નૉત્રદામ, પૅરિસ : બારમી સદીમાં યુરોપમાં પ્રચલિત ગૉથિક સ્થાપત્ય-શૈલીથી ફ્રાન્સમાં બનાવાયેલ ઉત્કૃષ્ટ ચર્ચ. ઊંચી છતને ટેકવતા કમાનદાર ટેકા, ઊંચી ટોચ-રચના, વિશાળ રોઝ બારી તથા રમ્ય કોતરણીવાળો વિશાળ સન્મુખ ભાગ જેવી આ ચર્ચની રચના-વિશેષતા પાછળથી ફ્રાન્સના ગૉથિક સ્થાપત્યની લાક્ષણિકતા બની રહી. ઈ. સ. 1163થી 1250ના ગાળામાં બનાવાયેલ આ ચર્ચની મુખ્ય ધરી…
વધુ વાંચો >ન્યૂઇલ
ન્યૂઇલ : ગોળાકાર-સર્પાકાર નિસરણી બનાવવા માટેનો સ્તંભ. સામાન્ય રીતે તે લાકડું, ભરતર લોખંડ તથા કૉંક્રીટમાંથી બનાવાય છે. મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થરમાંથી પણ તે બનાવાતો. તેની ઉપર સર્પાકાર નિસરણીનાં પગથિયાં ટેકવાય છે. હેમંત વાળા
વધુ વાંચો >ન્યૂટ્રા, રિચાર્ડ જૉસેફ
ન્યૂટ્રા, રિચાર્ડ જૉસેફ (જ. 8 એપ્રિલ 1892, વિયેના; અ. 16 એપ્રિલ 1970, જર્મની) : અર્વાચીન અમેરિકન સ્થાપત્યના પ્રારંભિક તબક્કાના ઉલ્લેખનીય સ્થપતિ. તેમણે મકાનને સંઘટિત પૂર્ણ ગણી મકાનનાં નાનાં અંગોને પણ મહત્ત્વ આપ્યું. જન્મથી ઑસ્ટ્રિયન હોવાથી પ્રારંભિક શિક્ષણ વિયેનામાં મેળવી જર્મનીમાં 1912-14 સુધી લૂઝના તથા 1921-23 સુધી મેન્ડેલસૉમના માર્ગદર્શન હેઠળ કામ…
વધુ વાંચો >