હેમંત વાળા
તસ્કન શૈલી
તસ્કન શૈલી : પ્રાચીન રોમ તથા ગ્રીસના સ્થાપત્યમાં સ્તંભરચના અંગે પ્રચલિત પાંચ શૈલીમાંની એક. અન્ય શૈલીઓમાં ડૉરિક, આયોનિક, કરિન્થિયન તથા મિશ્રનો સમાવેશ થાય છે. લાકડાના બાંધકામમાંથી ઉદભવેલી આ સૌથી સરળ શૈલીમાં સ્તંભના નીચેના વ્યાસથી સ્તંભની ઊંચાઈ સાત ગણી રખાય છે; તેમાંથી નીચેનો તથા ઉપરનો અડધો અડધો ભાગ બેઠક તથા શીર્ષ…
વધુ વાંચો >તાઉત બ્રૂનો
તાઉત બ્રૂનો (જ. 4 મે 1880, કોઇન્સબર્ગ, જર્મની; અ. 24 ડિસેમ્બર 1938, ઇસ્તંબુલ) : 1910થી 1923માં જર્મનીમાં સ્થાપત્યક્ષેત્રે શરૂ થયેલ અભિવ્યક્તિવાદી (expressionist) ચળવળના એક પ્રણેતા. મ્યૂનિકમાં થિયૉડૉર ફિશરના વિદ્યાર્થી રહ્યા. 1908માં તેઓ બર્લિનમાં સ્થાયી થયા. 1931માં બર્લિનમાં કૉલેજ ઑવ્ ટૅકનૉલૉજીમાં અને 1936માં અંકારામાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. એ દરમિયાન 1932માં…
વધુ વાંચો >તા કાઓ દેવળ, કંબોડિયા
તા કાઓ દેવળ, કંબોડિયા : કંબોડિયાના ખ્મેર શાસનકાળમાં રાજા સૂર્યવર્મન પહેલા (ઈ. સ. 1002–50) દ્વારા બનાવાયેલ ઉલ્લેખનીય દેવળ. 103 મી. × 122 મી.ના વિશાળ મંચ પર બનાવાયેલ આ દેવળ ખ્મેર શાસનકાળની 200 વર્ષની અવધિમાં વિકસેલ સ્થાપત્યશૈલીનું આખરી સ્વરૂપ છે. આ દેવળની રચનામાં વિવિધ ઊંચાઈએ મંચો આવેલા છે અને તે બધા સમકેન્દ્રીય…
વધુ વાંચો >તાજમહેલ, આગ્રા
તાજમહેલ, આગ્રા : યમુનાની દક્ષિણે આગ્રા નજીક મુઘલ સ્થાપત્યની સિદ્ધિ સમો શાહજહાંએ બંધાવેલ મકબરો. 1631માં બાળકના જન્મ વખતે બુરહાનપુરમાં મૃત્યુ પામેલ તેની બેગમ મુમતાઝની યાદમાં તેણે આ ઇમારતનું બાંધકામ 1632માં શરૂ કરાવેલું. તેને માટેની ભારતીય, ફારસી તથા મધ્ય એશિયાના સ્થપતિઓની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા 20,000 કારીગરોએ 16 વર્ષ સુધી કામ કરેલું.…
વધુ વાંચો >તાલમાન
તાલમાન : સામાન્ય રીતે શિલ્પકલામાં અને ક્યારેક સ્થાપત્ય કલામાં પ્રમાણમાપ મેળવવાની પદ્ધતિ. તેમાં શિલ્પના ચહેરાને એકમ ગણી તેના ગુણોત્તરમાં અન્ય માપ નક્કી કરાય છે. અન્ય ઉલ્લેખ પ્રમાણે ફેલાયેલાં અંગૂઠા તથા વચલી આંગળીનાં ટેરવાં વચ્ચેના અંતરને પણ એકમ તરીકે લેવાય છે, જેને તાલ કહે છે. ‘માન-સાર’માં 10 તાલ તથા ‘બિમ્બમાન’માં 12…
વધુ વાંચો >તીગવાનું મંદિર
તીગવાનું મંદિર : ઈ. સ. 350થી 650ના ગાળામાં વિકસેલ રચનામૂલક મંદિરશૈલીનું પ્રારંભિક તબક્કાનું સ્થાપત્ય. ગુપ્ત કાળમાં આશરે ઈ. સ. 450માં તીગવામાં કાન્કાલીદેવીનું વિષ્ણુ મંદિર ભારતીય સ્થાપત્યનું એક સીમાચિહન ગણાય છે. તેમાં મૂળ પ્રાસાદ તથા તેની આગળના મંડપ પર સપાટ છત છે જે તત્કાલીન મંદિરશૈલીની ખાસિયત હતી. તે ઉપરાંત મંડપના સ્તંભોની…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તોરણ
તોરણ : પ્રાચીન બૌદ્ધ સ્તૂપમાં પ્રવેશમાર્ગ નિર્ધારિત કરતી રચના. પાછળથી હિન્દુ સ્થાપત્યમાં પણ તેનો ઉપયોગ થયો. સ્તૂપનું તળદર્શન ગોળાકાર હોવાથી તેમાં દિશાનું અનુમાન કરવું કઠિન બનતું, તેથી ચારે દિશામાં ચાર પ્રવેશદ્વાર-તોરણ બનાવી સ્તૂપની પ્રવેશની દિશા નિર્ધારિત કરાતી. શરૂઆતમાં લાકડાના બાંધકામની રીત પ્રમાણે બનાવાતાં આવાં તોરણથી પ્રવેશ ઔપચારિક, શિષ્ટ તથા પવિત્રતાની…
વધુ વાંચો >તોરી
તોરી : પ્રાચીન જાપાનના શિન્ટો મંદિર સંકુલમાં પ્રવેશસ્થાન નિર્ધારિત કરતું તોરણ. તેની રચનામાં બે સ્તંભ પર સ્તંભની બંને તરફ બહાર નીકળતા એક અથવા બે મોભ મુકાતા. આ મોભના છેડા ઉપરની તરફ વળેલા રહેતા. શરૂઆતના તબક્કામાં તોરીની રચના લાકડામાંથી કરાતી. પાછળથી તેમાં પથ્થરનો ઉપયોગ પણ થતો. જાપાનમાં બૌદ્ધ ધર્મના પ્રસાર પછી…
વધુ વાંચો >ત્રાજન ફોરમ, રોમ
ત્રાજન ફોરમ, રોમ : પ્રાચીન રોમનાં લોકોપયોગી સંકુલોમાંનું એક વિશાળ તથા સુંદર ઇમારત-સંકુલ. તેની રચનામાં લંબચોરસની બે નાની બાજુ પર અર્ધગોળાકાર આકારમાં આવેલી દુકાનોવાળું સાર્વજનિક સ્થાન, ઉપર કમાનાકાર છતવાળી તથા વિવિધ નિસરણીઓ વડે સંકળાયેલ બે માળની દુકાનો, બે બાજુ અર્ધગોળાકારમાં ગોઠવેલા ઓરડાઓવાળું ત્રાજનનું સભાગૃહ, તેની પાસે ત્રાજનના સંસ્મરણાત્મક સ્તંભની બંને…
વધુ વાંચો >