હિન્દી સાહિત્ય

વૈદિક વેદ પ્રતાપ (ડૉ.)

વૈદિક વેદ પ્રતાપ (ડૉ.) (જ. 30 ડિસેમ્બર 1944, ઇન્દોર, મધ્ય પ્રદેશ) : હિંદી તથા અંગ્રેજીના પંડિત. તેમણે 1965માં ઇન્દોર યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સ સાથે એમ.એ.; 1971માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ અફેર્સમાં પીએચ.ડી. તથા 1967માં રશિયન, 1968માં ફારસી અને સંસ્કૃત ભાષાઓમાં ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ભારતીય વિદેશનીતિ અને ભારતીય ભાષા સંમેલન માટેની…

વધુ વાંચો >

વૈદ્ય, કૃષ્ણ બળદેવ (ડૉ.)

વૈદ્ય, કૃષ્ણ બળદેવ (ડૉ.) [જ. 27 જુલાઈ 1927, ડિંગા, જિ. ગુજરાત (હાલ પાકિસ્તાન)] : હિંદી લેખક અને અનુવાદક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1962-66 દરમિયાન તેઓ પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં રીડર; 1966-85 દરમિયાન સ્ટેટ યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં અંગ્રેજીના પ્રાધ્યાપક; 1968-69માં બ્રાન્ડિસ યુનિવર્સિટીમાં મુલાકાતી…

વધુ વાંચો >

વૈદ્ય, કે. એલ.

વૈદ્ય, કે. એલ. (જ. 2 માર્ચ 1937, મંડી, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ડિગ્રી તથા બી.એડ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 1960-62 સુધી હિમાચલ પ્રદેશ સરકારના શિક્ષણવિભાગમાં સિનિયર શિક્ષક રહ્યા. ત્યારબાદ 1962-1974 દરમિયાન ઉક્ત સરકારના જાહેર સંપર્ક વિભાગમાં સહસંપાદક; 1974-82 સુધી જિલ્લા જાહેર સંપર્ક- અધિકારી;…

વધુ વાંચો >

વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ)

વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ) (જ. 7 ફેબ્રુઆરી 1906, જોડ્રન્સ, જિ. ભિલવાડા, રાજસ્થાન) : હિંદી અને સંસ્કૃત પંડિત. 1932માં તેમણે સરકારી સંસ્કૃત કૉલેજ, વારાણસીમાંથી સાહિત્યશાસ્ત્રીની પદવી મેળવી. તેમણે શિવશક્તિ પીઠ, રાજમહલ, ઉદેપુરના નિયામક તરીકે કામગીરી કરી. 1928થી 1968 સુધી તેઓ ભૂપાલ નોબલ્સ ઇન્ટર કૉલેજ, ઉદેપુરમાં મુખ્ય પંડિત રહ્યા. તેઓ મેવાડ સ્ટેટના મહારાણા…

વધુ વાંચો >

વ્યાસ, ભગવતીલાલ

વ્યાસ, ભગવતીલાલ (જ. 10 જુલાઈ 1941, ગિલુન્દ, જિ. રાજસમદ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી કવિ. તેમણે એમ. એલ. સુખડિયા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ. એડ. અને પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેમની કૃતિ ‘અનહદ નાદ’ને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે રાજસ્થાન વિદ્યાપીઠમાં તથા લોકમાન્ય ટિળક ટીચર્સ…

વધુ વાંચો >

વ્યાસ, મદનલાલ

વ્યાસ, મદનલાલ (જ. 12 ડિસેમ્બર 1922, જોધપુર, રાજસ્થાન) : હિંદી લેખક. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વ સાથે લેખનકાર્ય કર્યું. 1953-55 સુધી દૈનિક ‘વિશ્ર્વામિત્ર’ના સહસંપાદક; 1955-83 સુધી ‘નવભારત’ના સહસંપાદક રહ્યા. 1962થી સંગીતવિવેચક થયા. તેમણે અત્યાર સુધીમાં 20થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં’ (1972) તેમનો જાણીતો ચરિત્રગ્રંથ…

વધુ વાંચો >

વ્યાસ, રાજશેખર

વ્યાસ, રાજશેખર (જ. 23 એપ્રિલ, 1961 ઉજ્જૈન, મ. પ્ર.) : હિંદી લેખક. તેમણે વિક્રમ યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યું. તેમણે આકાશવાણીમાં કાર્યક્રમોના ઉપનિયામક તરીકે સેવા આપી હતી. તેમણે અત્યારસુધીમાં 47 જેટલા ગ્રંથો આપ્યા છે. ‘ઇન્કિલાબ’ (1989) ચરિત્ર છે. ‘મૃત્યુંજય ભગતસિંગ’ (1991) અને ‘કાલજાયી કાલિદાસ’ (1992) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મેરી કહાની’ (1988)…

વધુ વાંચો >

વ્યાસ, રેખા

વ્યાસ, રેખા (જ. 19 એપ્રિલ 1962, ઉદેપુર, રાજસ્થાન) : હિંદી કવયિત્રી. તેમણે એમ. એલ. સુખડિયા યુનિવર્સિટી, ઉદેપુરમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, કોટા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વની પદવી મેળવી તેમજ પુણે અને દિલ્હીમાં અન્ય ટેક્નિકલ અભ્યાસક્ષેત્રોમાં પ્રશિક્ષણ મેળવ્યું. તેમણે દૂરદર્શન, દિલ્હી ખાતે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી કરી. તેઓ પીઆઇબી, દિલ્હીમાં મદદનીશ…

વધુ વાંચો >

વ્યાસ, લક્ષ્મીશંકર

વ્યાસ, લક્ષ્મીશંકર (જ. 3 જુલાઈ 1920, વારાણસી, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેમણે અધ્યાપન અને પત્રકારત્વ સાથે લેખનકાર્ય સંભાળ્યું. તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અને કાશી વિદ્યાપીઠમાં માનાર્હ અધ્યાપક રહ્યા. 1943માં ‘આજ’ના સહ-સંપાદક અને 1951થી 1993 સુધી તેના સિનિયર સંપાદક રહ્યા. કાશી વિદ્યાપીઠમાં તેમણે પત્રકારત્વના…

વધુ વાંચો >

વ્યાસ, શ્રીમંત કુમાર

વ્યાસ, શ્રીમંત કુમાર (જ. 3 ડિસેમ્બર 1927, લાડનુન, જિ. નાગોર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી કવિ. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે ‘હિંદી પ્રભાકર’ની તેમજ પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી પ્રાપ્ત કરી. તેમણે હિંદીમાં 19 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રામદૂત’ (1955); ‘કૈકયી’ (1986); ‘દ્રૌપદી’ (1987); ‘મીરાં કો પ્રભુ ગિરધર નાગર’ (1992); ‘મીરાં મહાકાવ્ય’ (1996) તેમના…

વધુ વાંચો >