હિન્દી સાહિત્ય
વર્મા, મહાદેવી
વર્મા, મહાદેવી (જ. 1907; અ. 1987) : હિંદીની છાયાવાદી કાવ્યપ્રવૃત્તિનાં પ્રમુખ કવિઓમાંનાં એક. જયશંકર પ્રસાદ, સુમિત્રાનંદન પંત, સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ અને મહાદેવી વર્મા હિંદીની છાયાવાદી કવિતાના ચાર સ્તંભ છે. મહાદેવી વર્માએ મુખ્યત: ઊર્મિકાવ્યો લખ્યાં છે. એમના પાંચ કાવ્યસંગ્રહ પ્રકાશિત છે : ‘નીહાર’ (1930), ‘રશ્મિ’ (1932), ‘નીરજા’ (1935), ‘સાંધ્યગીત’ (1936) અને…
વધુ વાંચો >વર્મા, રામશરણ
વર્મા, રામશરણ (જ. 15 ઑગસ્ટ 1935, દેવબંધ, સહરાનપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ નેશનલ સોશિયલ સર્વિસ ઑર્ગેનાઇઝેશન(NSSO)માંથી સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં 3 ગ્રંથો આપ્યા છે. ‘મધુર વિદાય’ (1964); ‘પીડા કે સ્વર’ (1993) અને ‘રાષ્ટ્રીય જાગરણ કે સ્વર’ (1995) તેમના…
વધુ વાંચો >વર્મા, લક્ષ્મીકાન્ત
વર્મા, લક્ષ્મીકાન્ત (જ. 15 ફેબ્રુઆરી 1922, બસ્તી, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેઓ હિંદી સામયિકો ‘નિકાશ’; ‘નયે પત્તે જાન’; ‘કખગ’ના સંપાદક તથા હિંદી સંસ્થાનના અધ્યક્ષ; સેતુ મંચ, થિયેટર ઑર્ગેનાઇઝેશનના પ્રમુખ રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં લગભગ 50 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તેરા-કોટા’; ‘તીસરા પ્રસંગ’; ‘સફેદ ચેહરે’ તેમની જાણીતી નવલકથાઓ છે. ‘આતુકાંત’;…
વધુ વાંચો >વર્મા, વિમલેશ કાન્તિ
વર્મા, વિમલેશ કાન્તિ (જ. 4 જુલાઈ 1943, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક અને અનુવાદક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ., ડિ.ફિલ.ની પદવીઓ મેળવી તેમજ દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે એમ.લિટ. (ભાષાશાસ્ત્ર) અને બલ્ગેરિયનમાં એડવર્ટાઇઝિંગ ડિપ્લોમાની પદવીઓ મેળવી. ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીની પી. જી. દાવ કૉલેજમાં હિંદી વિભાગના રીડર તરીકે તેમણે કામગીરી કરી. 1973-74 દરમિયાન તેઓ…
વધુ વાંચો >વર્મા, વૃંદાવનલાલ
વર્મા, વૃંદાવનલાલ (જ. 1884; અ. 1969) : હિંદીના ઐતિહાસિક નવલકથાકાર. બાળપણમાં પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ સાંભળવાનો શોખ હતો. ઐતિહાસિક નવલકથાલેખનની પાછળ તેમની આવી રુચિ કારણભૂત હોવાનું અનુમાન થયું છે. તેમણે સાચા અર્થમાં હિંદીમાં ઐતિહાસિક નવલકથાની શરૂઆત કરી. તે પહેલાં કિશોરીલાલ ગોસ્વામીની લગભગ પચાસેક નવલકથાઓ ઐતિહાસિક વાતાવરણની છે; પણ તેમાં ઇતિહાસતત્વ…
વધુ વાંચો >વર્મા, શિવેન્દ્ર કિશોર
વર્મા, શિવેન્દ્ર કિશોર (જ. 29 જુલાઈ 1931, પટણા, બિહાર) : અંગ્રેજી અને હિંદીના પંડિત ભાષાશાસ્ત્રી. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને એડિનબરો યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. 1951થી 1966 સુધી તેમણે પટણા યુનિવર્સિટી, બિહાર ખાતે અંગ્રેજી વિભાગના અધ્યાપક અને રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ 1967-90 દરમિયાન હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ…
વધુ વાંચો >વર્મા, શ્રીકાંત
વર્મા, શ્રીકાંત (જ. 1931, વિલાસપુર, મધ્યપ્રદેશ; અ. 1986) : હિંદીના અગ્રણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘મગધ’ને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે વિલાસપુરમાં શિક્ષણ લીધું હતું. 1956માં તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે તેમની પત્રકારત્વની કારકિર્દીનો પ્રારંભ 1955માં કર્યો હતો. 1958 સુધી તેઓ ‘ભારતીય શ્રમિક’ સાથે…
વધુ વાંચો >વર્મા, શ્રીરામ
વર્મા, શ્રીરામ (જ. 18 જુલાઈ 1935, પત્નાઈ, જિ. માઉ, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ તથા લેખક. તેમણે 1961માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને 1986માં ગોરખપુર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ આઝમગઢની ડી. એ. વી. પી. જી. કૉલેજમાંથી હિંદીના રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ ‘મધ્યમ’ માસિકના સંપાદક તેમજ ઉત્તરપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીના…
વધુ વાંચો >વર્મા, સત્યભૂષણ
વર્મા, સત્યભૂષણ (જ. 4 ડિસેમ્બર 1932, રાવલપિંડી, હાલ પાકિસ્તાનમાં) : હિંદી લેખક અને જાપાની ભાષાના વિદ્વાન. તેમણે 1954માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1950માં પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’; 1959માં વિશ્વભારતીમાંથી બંગાળી અને જાપાની ભાષામાં ડિપ્લોમા; 1969માં જાપાનીમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ (ટોકિયો); 1969માં ચીની ભાષામાં સર્ટિફિકેટ અને 1981માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી…
વધુ વાંચો >વર્મા, સત્યેન્દ્ર
વર્મા, સત્યેન્દ્ર (જ. 15 ઑક્ટોબર 1941, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ, નવી દિલ્હીમાં રીડર(માનવવિદ્યા)-પદેથી સેવાનિવૃત્ત થયા. 1965-69 દરમિયાન તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદના સંપાદક અને 15 વર્ષ સુધી નૅશનલ પ્રાઇઝ કૉમ્પિટિશન ફૉર ચિલ્ડ્રન્સ…
વધુ વાંચો >