હિન્દી સાહિત્ય
રાજિન્દર, મદનમોહન
રાજિન્દર, મદનમોહન (જ. 21 ઑગસ્ટ 1923, અંબાલા કૅન્ટૉન્મેન્ટ, હરિયાણા) : ઉર્દૂ અને હિંદી લેખક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે અને પંજાબ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી તથા ફારસીમાં ઑનર્સ થયા. તેઓ નવી દિલ્હી ખાતે ભારતીય વાયુસેનાના જૉઇન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાંથી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય શરૂ કર્યું. તેમની…
વધુ વાંચો >રાધેશ્યામ ‘કથાવાચક’
રાધેશ્યામ ‘કથાવાચક’ (જ. 1890, બરેલી, ઉત્તર પ્રદેશ; અ. 1965) : હિંદીના નાટ્યકાર. નાનપણથી જ તેઓ સંગીત તથા નાટ્ય તરફ આકર્ષાયા હતા. તેમના પિતા સંગીતના શોખીન હતા અને ખાસ કરીને ભક્તિ-સંગીતના કલાકારોને ખૂબ પ્રોત્સાહન આપતા હતા. ભક્તિ-સંગીતના વાતાવરણમાં ઊછરેલા બાળ રાધેશ્યામને ગાતાં આવડી ગયું. 8 વર્ષની ઉંમરે તેમને ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ…
વધુ વાંચો >રામચરિતમાનસ
રામચરિતમાનસ : અવધી હિન્દીમાં રચાયેલી તુલસીદાસની સર્વશ્રેષ્ઠ ચરિત્રાત્મક પ્રબંધ રચના. એની મુખ્ય વિશેષતા એ છે કે તે ઓછા ભણેલાગણેલા માણસથી માંડીને કાવ્યના મર્મજ્ઞ વિવેચકોમાં સમાનરૂપે લોકપ્રિય રહી છે. ‘રામચરિતમાનસ’માં કવિએ રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. તુલસીદાસે આ ગ્રંથની રચના હિંદીના લોકપ્રિય છંદ ચોપાઈ અને દુહામાં કરી છે. તેમણે ઘણી જગ્યાએ…
વધુ વાંચો >રામધારી સિંહ
રામધારી સિંહ : જુઓ દિનકર
વધુ વાંચો >રાંગેય રાઘવ
રાંગેય રાઘવ (જ. 17 જાન્યુઆરી 1923, આગ્રા; અ. 12 સપ્ટેમ્બર 1962, મુંબઈ) : હિંદી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક અને અનુવાદક. તેમનું પૂરું નામ તિરુમલૈ નમ્બાકમ્ વીર રાઘવાચાર્ય હતું. પિતા રંગાચાર્ય તમિળ, ફારસી અને સંસ્કૃતના વિદ્વાન હતા અને કાવ્ય તથા પિંગળશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા હતા. માતા કનકવલ્લી તમિળ, કન્નડ અને…
વધુ વાંચો >રેડ્ડી, વિજયરાઘવ પી.
રેડ્ડી, વિજયરાઘવ પી. (જ. 25 જૂન 1938, કોન્ડલોપલ્લી, જિ. કુડપ્પા, આંધપ્રદેશ) : હિંદી લેખક. આગ્રા હિંદી સાથે એમ.એ.; મૈસૂર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી તથા ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા મેળવ્યાં. હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિંદીના વડા રહ્યા અને અધ્યાપનકાર્ય કર્યું. 1967–68 સુધી તેઓ ‘અરવિંદ’ માસિકના અતિથિ સંપાદક, 1975–78 સુધી ‘સંસ્થાન બુલેટિન’ના સંપાદક અને…
વધુ વાંચો >રેણુ, ફણીશ્વરનાથ
રેણુ, ફણીશ્વરનાથ (જ. 4 માર્ચ 1921, ચૌરાહી; અ. 11 એપ્રિલ 1977) : આધુનિક હિંદી ગદ્યસાહિત્યમાં આંચલિક વિષયો પર આધારિત નવલકથા-વાર્તાઓના સફળ સર્જક. રેણુનું 20–25 પરિવારનું ગામ ચૌરાહી શહેરની બધી જ સવલતોથી વંચિત હતું. ત્યાં અમૃત મંડલનો પરિવાર રહેતો હતો. તેમના પુત્ર શિલાનાથ મંડલના ત્રણ પુત્રોમાં ફણીશ્વરનાથ સૌથી મોટા હતા. 11…
વધુ વાંચો >રૈના, શિબન ક્રિશન
રૈના, શિબન ક્રિશન (જ. 22 એપ્રિલ 1942, શ્રીનગર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી 1962માં હિન્દી સાથે એમ.એ. થયા પછી રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. અધ્યાપનકાર્ય સ્વીકાર્યા બાદ બીબીરાણી ખાતેની સરકારી કૉલેજના ઉપાચાર્ય તરીકે તેમણે સેવા આપી. વળી અલ્વર…
વધુ વાંચો >રોહરા, સતીશકુમાર
રોહરા, સતીશકુમાર [જ. 15 ઑગસ્ટ 1929, દાદુ, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી અને હિંદી ભાષાના પંડિત. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા ખાં કવિતા તાઈં’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ. અને ભાષાવિજ્ઞાનમાં સ્નાતકોત્તર ડિપ્લોમા અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1990થી…
વધુ વાંચો >લક્ષ્મીપ્રસાદ, ય.
લક્ષ્મીપ્રસાદ, ય. (જ. 24 નવેમ્બર 1953, ગુરીવાડા, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : હિંદી અને તેલુગુ લેખક અને અનુવાદક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી.ની પદવીઓ મેળવી તેમજ તેલુગુમાં પીએચ.ડી.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. પછી તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં હિંદીના રીડર નિમાયા. તેઓ 1986–87 દરમિયાન આંધ્રપ્રદેશ હિંદી અકાદમીના સભ્ય; 1986થી ભારત સરકારના સંસદીય…
વધુ વાંચો >