હરસુખ થાનકી

બાઝી (1951)

બાઝી (1951) : હિન્દી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : નવકેતન; દિગ્દર્શન : ગુરુદત્ત; કથા-પટકથા-સંવાદ : ગુરુદત્ત અને બલરાજ સાહની; ગીત : સાહિર લુધિયાનવી; સંગીત : સચિનદેવ બર્મન; છબિકલા : વી. કે. મૂર્તિ; મુખ્ય કલાકારો : દેવ આનંદ, ગીતાબાલી, કલ્પના કાર્તિક, રૂપા વર્મા, કે. એન. સિંઘ, કૃષ્ણ ધવન, શ્રીનાથ, હબીબ.…

વધુ વાંચો >

બાઝેં, આન્દ્રે

બાઝેં, આન્દ્રે (જ. 8 એપ્રિલ 1918, એન્જર્સ, ફ્રાન્સ; અ. 1958) : ચલચિત્ર-સમીક્ષક અને વિચારક. ચલચિત્રોમાં વાસ્તવવાદી શૈલીના પ્રણેતા ગણાતા આન્દ્રે બાઝેંએ 40 વર્ષની જિંદગીમાં ખૂબ ઓછાં વર્ષ કામ કર્યું. પણ તેમનું કામ ખૂબ પ્રભાવશાળી રહ્યું. 1945થી 1950ના ગાળામાં તેઓ ચલચિત્રજગત પર છવાયેલા રહ્યા. ઇટાલિયન નવવાસ્તવવાદના રંગે રંગાયેલા બાઝેં મૂળ તો…

વધુ વાંચો >

બાર્દો, બ્રિજિત

બાર્દો, બ્રિજિત (જ. 28 સપ્ટેમ્બર 1934, પૅરિસ) : ફ્રેન્ચ અભિનેત્રી. મોહક સૌંદર્યને કારણે અમેરિકન અભિનેત્રી મૅરિલિન મનરો પછી સૌથી વધુ ચર્ચાસ્પદ રહેનાર બ્રિજિત બાર્દો અભિનયમાંથી નિવૃત્તિ બાદ પ્રાણીઓના સંરક્ષણ માટેની તેની ઝુંબેશના કારણે વધુ જાણીતી છે. ભણવામાં તે ઠોઠ હતી. કિશોરવયે નૃત્ય શીખવા જતી ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે ફ્રાન્સના…

વધુ વાંચો >

બાવરે નૈન

બાવરે નૈન : હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1950. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : ઍમ્બિશિયસ પિક્ચર્સ. દિગ્દર્શક, પટકથાલેખક, સહ-ગીતકાર : કેદાર શર્મા; કથા : અખ્તર મીરઝા; છબિકલા : પાંડુરંગ કે. શિંદે; સહગીતકાર : શારદા (હિંમતરાય); સંગીત : રોશન. મુખ્ય કલાકારો : રાજ કપૂર, ગીતા બાલી, વિજયાલક્ષ્મી, પેસી પટેલ, કુકૂ, જસવંત, શારદા,…

વધુ વાંચો >

બિશ્વાસ, અનિલ

બિશ્વાસ, અનિલ (જ. 7 જુલાઈ 1914, ગામ બારીસાલ, હાલ બાંગ્લાદેશ) : ભારતીય ચલચિત્રોના પાર્શ્વગાયનના પ્રણેતાઓ પૈકીના એક. નાટકોમાં સંગીત આપીને કારકિર્દીની શરૂઆત કરનાર અનિલ બિશ્વાસે ચલચિત્રોમાં સંગીત આપવાનો પ્રારંભ કર્યો ત્યારે ચલચિત્રો પણ રંગભૂમિના સંગીતથી પ્રભાવિત હતાં. તેમણે ચલચિત્રોને રંગભૂમિના સંગીતથી મુક્ત કરવાનું કામ કર્યું. ગરીબ પરિવારમાં જન્મેલા અનિલ બિશ્વાસને…

વધુ વાંચો >

બીલીમોરિયા બંધુ

બીલીમોરિયા બંધુ [દીનશા (જ. 1906; અ. 13 ફેબ્રુઆરી 1972) અને એડી (જ. 1900; અ. 16 ફેબ્રુઆરી 1981)] : મૂક ચિત્રોના જમાનામાં ખૂબ લોકપ્રિય થયેલા આ બંને ભાઈઓ બીલીમોરાના વતની હતા અને ભદ્ર પારસી પરિવારનાં સંતાન હતા. મૂક ચિત્રોના સમયમાં જ્યારે અભિનેતાનો આકર્ષક ચહેરો અને શરીરસૌષ્ઠવ જ મહત્વનાં ગણાતાં ત્યારે બંનેને…

વધુ વાંચો >

બુનવેલ, લૂઈ

બુનવેલ, લૂઈ (જ. 22 ફેબ્રુઆરી 1900, કાલાન્ડા, સ્પેન; અ. 1983) : અતિવાસ્તવવાદી (Surrealistic) ફ્રેન્ચ ચલચિત્રદિગ્દર્શક. પિતા જમીનદાર હતા. મૅડ્રિડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન સાલ્વાડોર ડાલી, ગાર્સિયા લૉરકા અને સ્પેનના અન્ય આશાસ્પદ બુદ્ધિજીવીઓ સાથે મિત્રતા થઈ. સિનેમામાં રસ જાગતાં 1920માં તેમણે સિને-ક્લબ સ્થાપી, જે યુરોપની પ્રારંભની સિને-ક્લબોમાંની એક ગણાઈ. 1925માં તેઓ પૅરિસની…

વધુ વાંચો >

બૂટપૉલિશ : હિંદી ચલચિત્ર

બૂટપૉલિશ : હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1954. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : આર. કે. ફિલ્મ્સ; નિર્માતા : રાજ કપૂર; દિગ્દર્શક : પ્રકાશ અરોડા; કથા-પટકથા-સંવાદ : ભાનુ પ્રતાપ; ગીત : શૈલેન્દ્ર, હસરત જયપુરી, સરસ્વતીકુમાર ‘દીપક’; છબિકલા : તારા દત્ત; સંગીત : શંકર-જયકિશન; મુખ્ય કલાકારો : બેબી નાઝ, રતનકુમાર, ડૅવિડ, ચાંદ બુર્ક,…

વધુ વાંચો >

બૅટલશિપ પોટેમકિન, ધ

બૅટલશિપ પોટેમકિન, ધ : ચલચિત્રજગતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયેલું મહત્વપૂર્ણ રશિયન મૂક ચિત્ર. નિર્માણ-વર્ષ : 1925; નિર્માતા : યાકોવ બ્લ્યોખ; દિગ્દર્શન અને સંપાદન : સર્જેઇ આઇઝેન્સ્ટાઇન; પટકથા : સર્જેઇ આઇઝેન્સ્ટાઇન અને નીના એગેઝાનોવા-શુત્કો. છબીકલા : એડવર્ડ તિસે, વી. પોપોવ; સંગીત : ઍડમન્ડ મિઝલ. મુખ્ય કલાકારો : ઍલેક્ઝાન્ડર એન્તોનોવ, વ્લાદિમિર બાર્સ્કી,…

વધુ વાંચો >

બેન-હર (1959)

બેન-હર (1959) : અંગ્રેજી ચલચિત્ર. ટૅકનિકલર, સિનેમાસ્કોપ. નિર્માણસંસ્થા : મેટ્રો–ગોલ્ડવિન–મેયર; નિર્માતા : સૅમ ઝિમ્બાલિસ્ટ; દિગ્દર્શક : વિલિયમ વાયલર; પટકથા : કાર્લ ટુનબર્ગ; કથા : જનરલ લ્યુ વૉલેસની નવલકથા ‘એ ટેલ ઑવ્ ક્રાઇસ્ટ’ પર આધારિત; છબિકલા : રૉબર્ટ સુર્ટિસ; સંગીત : મિક્લોસ રોઝા; મુખ્ય કલાકારો : ચાર્લટન હેસ્ટન, સ્ટીફન બૉઇડ, હાયા…

વધુ વાંચો >