હરસુખ થાનકી

મેહબૂબ ખાન

મેહબૂબ ખાન (જ. 7 સપ્ટેમ્બર 1906, બીલીમોરા, જિ. વલસાડ; અ. 28 મે 1964) : ‘મધર ઇન્ડિયા’ અને ‘રોટી’ જેવાં ચલચિત્રો દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર હિંદી ચલચિત્રોના નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ રમઝાનખાન. ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મેલા મેહબૂબે ગામના મદરેસામાં થોડું ઘણું ઔપચારિક શિક્ષણ લીધું હતું. પણ તેમની પ્રગતિશીલ વિચારસરણી અને કિશોર…

વધુ વાંચો >

મેહરા, પ્રકાશ

મેહરા, પ્રકાશ (જ. 1939, બિજનૌર, ઉત્તર પ્રદેશ) : હિંદી ચિત્રોના ગીતકાર, નિર્માતા, નિર્દેશક. અમિતાભ બચ્ચન માટે મહાનાયક બનવાનો માર્ગ કંડારનાર ચિત્ર ‘ઝંજીર’ના નિર્માતા તરીકે તેમનું એ પ્રથમ ચિત્ર હતું. 1958–59માં વિષ્ણુ સિનેટોન ચિત્રનિર્માણ સંસ્થામાં દિગ્દર્શક ધીરુભાઈ દેસાઈના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર પ્રકાશ મેહરા 1960ના દસકામાં ગીતકાર અને દિગ્દર્શક તરીકે…

વધુ વાંચો >

મોતીલાલ

મોતીલાલ (જ. 4 ડિસેમ્બર 1910, સિમલા; અ. 17 જૂન 1965, મુંબઈ) : ભારતીય ચલચિત્રના જાણીતા અભિનેતા. હિંદી ચલચિત્રોમાં અભિનયને નાટકીયતામાંથી અને રંગભૂમિની અસરમાંથી બહાર લાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. મોતીલાલ રાજવંશનો જન્મ એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળાનિરીક્ષક હતા. તેમનો પરિવાર મૂળ દિલ્હીનો. દિલ્હીમાં બી. એ. સુધી…

વધુ વાંચો >

મોદી, સોહરાબ

મોદી, સોહરાબ (જ. 2 નવેમ્બર 1897, મુંબઈ; અ. 28 જાન્યુઆરી 1984, મુંબઈ) : ઐતિહાસિક કથાનકો ધરાવતાં ચલચિત્રોના નિર્માતા, નિર્દેશક અને સંવાદ-અદાયગી માટે વિશેષ જાણીતા બનેલા પારસી અભિનેતા. તેમના પિતા ઉત્તર પ્રદેશના રામપુરના નવાબના રાજમાં અમલદાર હતા. સોહરાબે માત્ર મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેમના મોટા ભાઈ રૂસ્તમ નાટકોના અભિનેતા…

વધુ વાંચો >

મૉન્સૂન વેડિંગ

મૉન્સૂન વેડિંગ (ચલચિત્ર) (2001) : આધુનિક ભારતમાં પંજાબી પરિવારની પરંપરાગત લગ્નવિધિ પર આધારિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત રંગીન સામાજિક હાસ્ય-ચલચિત્ર. ભાષા : પંજાબી, હિંદી, અંગ્રેજી. નિર્માત્રી : કેરોલિન બરેન, મીરા નાયર. દિગ્દર્શન : મીરા નાયર. પટકથા : સાબરિના ધવન. મુખ્ય કલાકારો : નસીરુદ્દીન શાહ, લિલેટ દુબે, શેફાલી શેટ્ટી, કુલભૂષણ ખરબંદા,…

વધુ વાંચો >

યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમૉરો

યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમૉરો : ઇટાલિયન ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964, રંગીન. ભાષા : ઇટાલિયન. નિર્માતા : કાર્લો પૉન્ટી. દિગ્દર્શક : વિટ્ટોરિયો દ સિકા. પટકથા : એડ્વર્ડો દ ફિલિપો, ઇસાબેલા ક્વેરેન્ટોટી, સીઝર ઝાવાટ્ટીની અને બિલ્લા બિલ્લા ઝાનુસો. છબિકલા : ગિસેપ્પી, રોટુન્નો. સંગીત : અર્માન્ડો ટ્રોવાજોલી. કલાનિર્દેશન : એઝિયો ફ્રિગેરિયો. મુખ્ય કલાકારો…

વધુ વાંચો >

યંગ, લોરેટા

યંગ, લોરેટા (જ. 6 જાન્યુઆરી 1913, સૉલ્ટ લેક સિટી; અ. 12 ઑગસ્ટ 2000, કૅલિફૉર્નિયા) : ચલચિત્રો અને ટેલિવિઝનમાં સુદીર્ઘ કારકિર્દી ધરાવતાં અભિનેત્રી. તેમનું મૂળ નામ ગ્રેચન મિશેલા યંગ હતું. માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા-પિતા વચ્ચે વિચ્છેદ થતાં માતા ત્રણેય દીકરીઓને લઈને હૉલિવુડ આવ્યાં અને એક બૉર્ડિંગહાઉસ શરૂ કર્યું.…

વધુ વાંચો >

યાજ્ઞિક, અલકા

યાજ્ઞિક, અલકા (જ. 20 માર્ચ 1966 કોલકાતા) : હિંદી ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. બાસુ ચૅટરજીના દિગ્દર્શન હેઠળ હિંદી ચલચિત્ર ‘હમારી બહૂ અલકા’ માટે એક ગીત ગાઈને તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એ પહેલાં તેઓ ‘પાયલ કી ઝનકાર’ (1979) ચિત્ર માટે પણ કેટલીક પંક્તિઓ ગાઈ ચૂક્યાં હતાં. જોકે એક ગાયિકા તરીકે તેમને પહેલી…

વધુ વાંચો >

યાદેં

યાદેં : વિશ્વનું એકમાત્ર એકપાત્રીય ચલચિત્ર. હિંદી, રંગીન. નિર્માણવર્ષ : 1964; નિર્માણસંસ્થા : અજન્ટા આર્ટ્સ; કથા : નરગિસ; પટકથા : ઓમકાર સાહિબ; સંવાદ : અખતર-ઉલ-અમાન; ગીતકાર : આનંદ બક્ષી; છબિકલા : રામચંદ્ર; સંગીત : વસંત દેસાઈ; દિગ્દર્શક : સુનીલ દત્ત; મુખ્ય કલાકારો : સુનીલ દત્ત, નરગિસ. નિર્માતા–અભિનેતા સુનીલ દત્તે જ્યારે…

વધુ વાંચો >

યુગોસ્લાવ ચલચિત્ર

યુગોસ્લાવ ચલચિત્ર : યુગોસ્લાવિયન ચલચિત્રનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે, પણ આ બાલ્કન પ્રદેશમાં ચલચિત્રોનું નિર્માણ હંમેશાં ઓછું રહ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1918માં સર્બ, ક્રોએટ અને સ્લોવન પ્રજાઓનું રાજ્ય રચાયું. એ પહેલાં એટલે કે છેક 1886માં યુગોસ્લાવિયામાં બેલગ્રેડ ખાતે લુમિયર બંધુઓનાં ચિત્રોનું પ્રદર્શન થઈ ચૂક્યું હતું, પણ ચલચિત્ર-ઉદ્યોગનો પાયો…

વધુ વાંચો >