હરસુખ થાનકી

મલ્લિક, પંકજ

મલ્લિક, પંકજ (જ. 10 મે 1905; અ. 19 ફેબ્રુઆરી 1978) : ભારતીય ચલચિત્રોના સંગીતમાં રવીન્દ્ર સંગીત તેમજ આધુનિકતાનો પ્રયોગ કરનાર બંગાળી ગાયક અને સંગીતકાર. બાળપણથી જ સંગીત પ્રત્યે તેમને લગાવ હતો. સંગીતકાર દુર્ગાદાસ બંદ્યોપાધ્યાય પાસે તેમણે ગાયકીની તાલીમ લીધી હતી. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ત્યાં જ તેમના પર કુટુંબની જવાબદારી…

વધુ વાંચો >

મહલ (ચલચિત્ર)

મહલ (ચલચિત્ર) (1949) : હિંદી ચિત્રોમાં પુનર્જન્મના કથાનકવાળાં ચિત્રો માટે પ્રેરણાસ્રોત ગણાતું પ્રશિષ્ટ રહસ્યચિત્ર. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ સંસ્થા : બૉમ્બે ટૉકિઝ. દિગ્દર્શક-કથા-પટકથા-સંવાદ : કમાલ અમરોહી. ગીત : નક્શાબ. છબિકલા : જૉસેફ વિર્ચિંગ. સંગીત : ખેમચંદ પ્રકાશ. મુખ્ય કલાકારો : અશોકકુમાર, મધુબાલા, કુમાર, વિજયલક્ષ્મી, કનુ રાય. દિગ્દર્શક…

વધુ વાંચો >

મહાનગર (ચલચિત્ર)

મહાનગર (ચલચિત્ર) (1963) : બંગાળી ભાષાનું ચલચિત્ર. ગરીબ મધ્યમ વર્ગના પરિવારની સમસ્યાઓ અને મજબૂરીઓ દ્વારા દિગ્દર્શક સત્યજિત રાયે મહાનગરની હાડમારીઓનું તેમાં ચિત્રણ રજૂ કર્યું છે. એક પરિવારે પોતાનાં મૂલ્યોને બાજુએ મૂકીને કેવાં સમાધાન કરવાં પડે છે અને પરિવારના સંબંધો પર તેની કેવી વિપરીત અસર પડે છે તેની તથા તેની સાથોસાથ…

વધુ વાંચો >

મંગેશકર, લતા

મંગેશકર, લતા (જ. 28 સપ્ટેમ્બર 1929, ઇન્દોર, મધ્યપ્રદેશ, અ. 6 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : દંતકથા બની ગયેલાં ભારતીય સ્વરસમ્રાજ્ઞી. જરા અમથું પણ ઔપચારિક શિક્ષણ ન લેનાર લતાએ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી ચાર-પાંચ વર્ષની ઉંમરથી જ શાસ્ત્રીય સંગીત શીખવું શરૂ કર્યું હતું. સાત વર્ષની ઉંમરે તો તેમણે સંગીતનો પ્રથમ જાહેર કાર્યક્રમ…

વધુ વાંચો >

મંથન (ચલચિત્ર)

મંથન (ચલચિત્ર) (1976) : સહકારી ડેરી-પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું ચલચિત્ર. એક પ્રકારનું પ્રચારાત્મક ચિત્ર હોવા છતાં અને માત્ર દસ્તાવેજી ચિત્ર બની રહેવાની પૂરી સંભાવના ધરાવતું હોવા છતાં રસપ્રદ કથા અને કુશળ દિગ્દર્શનને કારણે તે મનોરંજક ચિત્ર બની રહે છે. ભાષા : હિન્દી-ગુજરાતી મિશ્ર. રંગીન. નિર્માણ-સંસ્થા : સહ્યાદ્રિ ફિલ્મ્સ. દિગ્દર્શક :…

વધુ વાંચો >

માદન, જમશેદજી ફરામજી

માદન, જમશેદજી ફરામજી (જ. 1856; અ. 1923) : ભારતમાં ચલચિત્રોને છબિઘર સુધી પહોંચાડનાર પારસી ગૃહસ્થ. તેમણે બંગાળમાં રંગમંચ અને ચલચિત્રના ક્ષેત્રે પાયાનું કામ કર્યું. કોલકાતાના ચિત્રઉદ્યોગ પર તેઓ છવાઈ ગયા હતા. વીસમી સદીના પ્રારંભે નાટક કંપનીથી પ્રારંભ કરીને પારસી અને ઉર્દૂ નાટકોનું મંચન કરીને ખૂબ લોકપ્રિયતા મેળવનાર માદન કંપની ભારતમાં…

વધુ વાંચો >

માસ્ત્રોઇયાની, માર્સેલો

માસ્ત્રોઇયાની, માર્સેલો (જ. 28 સપ્ટેમ્બર 1924, ફૉન્ટાના લીરી, ઇટાલી; અ. 1996) : ત્રણ દાયકા સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઈ રહેલા ઇટાલિયન અભિનેતા. વિવેચકોએ એકમતે તેમના વિશે કહ્યું હતું કે ‘તેઓ જેટલું પોતાના હોઠ વડે કહે છે, તેનાથી વધુ તેમની ભાવપૂર્ણ આંખો દ્વારા કહે છે.’ ગરીબ કિસાન પરિવારમાં જન્મેલા માર્સેલો બીજા વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >

મિકી માઉસ

મિકી માઉસ (Mickey Mouse) : વિશ્વમાં કાર્ટૂન-ચિત્રોના પિતામહ ગણાતા વૉલ્ટ ડિઝનીએ કાર્ટૂન-ચિત્રો માટે સર્જેલું ઉંદરનું એક અત્યંત લોકપ્રિય પાત્ર. 1928માં આ પાત્રનું સર્જન થયું; પણ આટલાં વર્ષો પછીયે તેની લોકપ્રિયતામાં કોઈ કમી આવી નથી. જોકે આ પાત્રના સર્જન પછી પ્રારંભે વૉલ્ટ ડિઝનીને ઘણી ટીકાઓ અને મજાકના ભોગ બનવું પડ્યું. હતું.…

વધુ વાંચો >

મિફ્યુન, તોશિરો

મિફ્યુન, તોશિરો (જ. 1 એપ્રિલ 1920, ત્સિંગતાઓ, ચીન; અ. 24 ડિસેમ્બર 1997, ટોકિયો, જાપાન) : જાપાની અભિનેતા. ચીનમાં વસતા જાપાની પરિવારમાં જન્મેલા આ પ્રતિભાશાળી અભિનેતાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની લશ્કરમાં રહીને ફરજ બજાવી હતી. એ પછી ‘કલાકાર શોધ-સ્પર્ધા’માં ભાગ લઈને તેમણે 1946માં ‘ધિસ ફૂલિસ ટાઇમ્સ’ ચિત્રમાં કામ કરીને અભિનયની કારકિર્દીનો…

વધુ વાંચો >

મિસ્ત્રી, બાબુભાઈ

મિસ્ત્રી, બાબુભાઈ (જ. 1919, સૂરત, ગુજરાત; અ. 20 ડિસેમ્બર 2010, મુંબઈ) : કમ્પ્યૂટર નહોતાં એ જમાનામાં પૌરાણિક, ધાર્મિક અને તિલસ્મી ચિત્રોમાં ખાસ પ્રભાવ (સ્પેશિયલ ઇફેક્ટ) અને યુક્તિપૂર્વકની છબિકલાના ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રથમ છબિકાર અને દિગ્દર્શક. કોઈ ર્દશ્યમાં જાદુઈ કે ચમત્કારી પ્રભાવ ઊભો કરવા માટે બાબુભાઈ મિસ્ત્રી કાળા રંગની…

વધુ વાંચો >