સ્થાપત્યકલા
ક્રાઉન હૉલ આઈ. આઈ. ટી.
ક્રાઉન હૉલ, આઈ. આઈ. ટી. : શિકાગો[ઇલિનૉઇસ]માં સ્થપતિ લુદવિક મિઝ વાન ડર રોહે બાંધેલી સ્થાપત્યશાળા. આધુનિક સ્થાપત્યના વિકાસની ર્દષ્ટિએ ક્રાઉન હૉલ નમૂનેદાર ઉદાહરણ ગણાય છે. સ્થાપત્ય માટેની શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ મુક્ત વાતાવરણ માટે આ મકાનનું વિશાળ માળખું ઊભું કરાયેલ, જેમાં જગ્યા અવિભાજિત છે. તેનું આંતરિક આયોજન જરૂર પ્રમાણે બદલી…
વધુ વાંચો >ક્રિસ્ટલ પૅલેસ, લંડન
ક્રિસ્ટલ પૅલેસ, લંડન : ઇંગ્લૅન્ડના હાઈ વિક્ટોરિયન સમયની સૌથી અગત્યની ઇમારત. 1850–51 દરમિયાન બંધાયેલ આ મકાનનું આયોજન જૉસેફ પાકસ્ટન નામના સ્થપતિએ કરેલું. સૌપ્રથમ આ મકાન લંડનના હાઇડ પાર્કમાં 1851ના મહાન પ્રદર્શન માટે બંધાયેલ. ત્યાર બાદ 1852-54 દરમિયાન તે સિડનહામમાં ખસેડાયેલ અને 1936માં તે આગમાં નાશ પામેલ. 1849માં મહાન પ્રદર્શનનો નિર્ણય…
વધુ વાંચો >ક્લાસિકલ સ્થાપત્ય
ક્લાસિકલ સ્થાપત્ય : હેલનિક ગ્રીસ તથા ઇમ્પીરિયલ રોમન કાળમાં વિકાસ પામેલી સ્થાપત્યશૈલી. ‘ક્લાસિક’ શબ્દનો પ્રયોગ ખાસ કરીને સ્વીકૃતિ પામેલ ઉચ્ચતમ સ્તર સૂચવે છે અને ‘ક્લાસિકલ સ્ટાઇલ’ આ પ્રકાર પર આધારિત શૈલી સૂચવે છે. કલાના માધ્યમમાં ગ્રીસ અને રોમની સંસ્કૃતિ દરમિયાન વિકસિત કલાને ‘ક્લાસિકલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલી પર…
વધુ વાંચો >ક્લિયર સ્ટોરી
ક્લિયર સ્ટોરી : પાશ્ચાત્ય સ્થાપત્યમાં દેવળોમાં અથવા તો ઘરોમાં દીવાલના ઉપરના ભાગમાં મૂકવામાં આવતી બારીઓ. આવી ઉપરના ભાગની બારીઓ દ્વારા દેવળના છાપરા નીચેના ભાગમાં પ્રકાશ રહેતો અને ઇમારતના ઉપલા ભાગો હલકા થતા. રોમનેસ્ક સ્થાપત્યમાં ઉપલા ભાગની દીવાલોને અડીને – વચ્ચેથી પસાર થવા માર્ગ રખાતો અને બારીઓ દીવાલોમાં રખાતી. 1077માં ક્લિયર…
વધુ વાંચો >ક્ષત્રપ સ્થાપત્ય
ક્ષત્રપ સ્થાપત્ય : ગુજરાતના સૌપ્રથમ સ્વતંત્ર ક્ષત્રપ રાજ્યની સ્થાપત્ય-કલા. ઈશુની પ્રથમ ચાર સદી ચાલેલા આ રાજ્યે સ્થાપત્ય-કલાના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરેલું છે અને પ્રાગ્-ગુપ્તકાલીન શૈલી વિકસાવેલી છે. ક્ષત્રપ-સ્થાપત્ય શૈલોત્કીર્ણ અને ઈંટેરી છે. તેમાં બાવા-પ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા (ત્રણેય જૂનાગઢમાં), તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુ, રીઝર, ખંભાલીડા અને કડિયા ડુંગરની ગુફાઓનો સમાવેશ થાય…
વધુ વાંચો >ખાન અલ્-વઝીર
ખાન અલ્-વઝીર : એલેપ્પો(સીરિયા)માં આવેલી ઑટોમન સ્થાપત્ય(લગભગ સત્તરમી સદીના મધ્યકાળ)ના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે પ્રખ્યાત ઇમારત. ખાન (Khans) તરીકે ઓળખાતી આ ઇમારતો પટાંગણની આજુબાજુમાં પથરાયેલ તથા વચ્ચે એક ઘુમ્મટવાળી મસ્જિદરૂપ હોય છે. ખાસ કરીને અત્યંત પ્રભાવશાળી પ્રવેશદ્વાર – દરવાજો અને તેની અંદર ઑફિસ, રહેવાની સગવડ અને બીજી જરૂરિયાતોની વ્યવસ્થા હોય છે.…
વધુ વાંચો >ગર્ભગૃહ
ગર્ભગૃહ : મંદિરના જે ભાગમાં આરાધ્ય (સેવ્ય) પ્રતિમા, પ્રતીક કે ધર્મગ્રંથની સ્થાપના કરવામાં આવે છે તે ‘ગર્ભગૃહ’ કહેવાય છે. મુખ્ય પ્રતિમાની સંખ્યા એક કરતાં વિશેષ હોય તો એકથી વધુ ગર્ભગૃહ રચવામા આવે છે. ગર્ભગૃહ ગભારો કે મૂલસ્થાન તરીકે પણ ઓળખાય છે. એક ગર્ભગૃહવાળા મંદિરને એકાયતન, બે ગર્ભગૃહવાળા મંદિરને દ્વયાતન કે…
વધુ વાંચો >ગાર્ન્યે, શાર્લ
ગાર્ન્યે, શાર્લ (જ. 6 નવેમ્બર 1825, પૅરિસ; અ. 3 ઑગસ્ટ 1898, પૅરિસ) : ફ્રાન્સના વિખ્યાત સ્થપતિ. 1861માં પૅરિસના વિશ્વવિખ્યાત ઑપેરા હાઉસના આયોજનની હરીફાઈમાં વિજેતા થયેલ અને 1873માં તેનું બાંધકામ પૂરું થયેલું. ફ્રાન્સ જેવા સેકન્ડ એમ્પાયરને અનુરૂપ આ બેનમૂન આયોજન હતું; તેનું બાહ્ય શ્ય અતિઅલંકૃત (baroque) સ્થાપત્યશૈલીનું હતું. વિશાળ પગથિયાં દ્વારા…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >ગુફા
ગુફા : શૈલાત્મક (rock-cut) પ્રકારનું સ્થાપત્ય. ગુફા બે પ્રકારની હોય છે – કુદરતી અને માનવસર્જિત. કુદરતી રીતે કોઈ ખડક(Rock)માં મોટું પોલાણ થઈ ગયું હોય તે કુદરતી ગુફા છે. ગુફા માટે ‘ગુહા’ શબ્દ પણ પ્રયોજાય છે. પ્રાગૈતિહાસિક કાલની અનેક આવી કુદરતી ગુફાઓ પ્રાપ્ત થઈ છે. આદિમાનવ આ પ્રકારની ગુફાઓનો ઉપયોગ પોતાના…
વધુ વાંચો >