સ્થાપત્યકલા
કવચ (shell) (ઇજનેરી)
કવચ (shell) (ઇજનેરી) : ત્રિજ્યા અને અન્ય માપની સરખામણીમાં ઓછી જાડાઈ ધરાવતી વક્ર સપાટી. વિશાળ ફરસ ઢાંકવા માટે સપાટ છત કરતાં બાંધકામ-સામગ્રીના કિફાયતી ઉપયોગ વડે કવચ-છત (shell roof) અથવા અવકાશી છત વધુ પસંદ કરાય છે. વક્ર અવકાશી છતના બાંધકામમાં સપાટ છત કરતાં 25 %થી 40 % ઓછી બાંધકામ-સામગ્રી વપરાય છે.…
વધુ વાંચો >કસરા મંદિર
કસરા મંદિર : કસરા(તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા)નું પૂર્વાભિમુખ ઊભેલું સોલંકીકાલીન મંદિર. મધ્યમાં એક મંડપ અને તેની ત્રણે બાજુએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માટે એક એક ગર્ભગૃહ ધરાવતું ત્રિપુરુષપ્રાસાદ પ્રકારનું છે. તેની પૂર્વ બાજુની પ્રવેશચોકી નાશ પામી છે. ત્રણેય ગર્ભગૃહો પર શિખરની અને મંડપ પર સંવર્ણાની રચના છે. પ્રત્યેક ગર્ભગૃહની દ્વારશાખના…
વધુ વાંચો >કહાન લુઇ
કહાન, લુઇ (જ. 20 ફેબ્રુઆરી 1901, ઑસેલ ટાપુ, ઇસ્ટોનિયા, રશિયા; અ. 17 માર્ચ 1974, ન્યૂયૉર્ક સીટી) : જગવિખ્યાત વાસ્તુશાસ્ત્રી. તે 1920થી 1924 દરમિયાન અમેરિકાની પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં વાસ્તુવિદ્યા ભણ્યા. ત્યારબાદ યુરોપના ઘણા દેશોમાં પ્રવાસ કરી તેમણે સ્થાપત્યનો પ્રત્યક્ષ અનુભવ અને અભ્યાસ કર્યો. 1937માં તેમણે ફિલાડેલ્ફિયામાં પોતાની ઑફિસ શરૂ કરી ત્યારે જ્યૉર્જ…
વધુ વાંચો >કંથકોટ
કંથકોટ : કચ્છમાં ભૂજની 96.65 કિમી. પૂર્વમાં ભચાઉ તાલુકામાં મનફરા ગામ પાસે ટેકરા ઉપરનો ઐતિહાસિક ડુંગરી કિલ્લો. દરવાજા, સૂર્યમંદિર અને જૈનમંદિરના પ્રાચીન અવશેષો, ભગ્ન કિલ્લો આઠમી સદીની કાઠીની રાજધાનીથી માંડીને ચાવડાઓનો અમલ અને ત્યારપછી મુસ્લિમોનો સમય અને કચ્છના રાવના રાજ્યકાળ સુધીના સમયની સાક્ષી પૂરે છે. 950માં તે મૂળરાજ સોલંકીનું આશ્રયસ્થાન…
વધુ વાંચો >કંદરિયા મહાદેવ, ખજુરાહો
કંદરિયા મહાદેવ, ખજુરાહો : મધ્યયુગીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પકલામાં નોંધપાત્ર સ્થાન ધરાવતું ખજુરાહોનું મંદિર. ખજુરાહો મધ્યભારતના છત્તરપુર જિલ્લામાં 24o 51′ ઉ. અ. અને 80o પૂ. રે. ઉપર મહોબાથી 54 કિમી., છત્તરપુરથી 40 કિમી. અને પન્નાથી ઉત્તરે 38 કિમી. દૂર આવેલું છે. ઈ. સ.ની દસમી-અગિયારમી સદીમાં (950-1050) ચંદેલવંશીય રાજાઓની રાજધાની ખજુરાહોમાં…
વધુ વાંચો >કાજી અલીની મસ્જિદ
કાજી અલીની મસ્જિદ : અમદાવાદમાં જૂની સિવિલ હૉસ્પિટલની સામે ઘીકાંટા રોડને પૂર્વકિનારે છોટા એદ્રૂસ અને શાહ અબ્દુર્રઝ્ઝાકના રોજાવાળા વાડામાં આવેલી પથ્થરની નાની પણ સુંદર મસ્જિદ. ગયા શતકના મધ્યાહન સુધી તે અલીખાન કાજી અથવા કાજીની મસ્જિદ કહેવાતી હતી. છેલ્લાં દોઢસો વર્ષથી તેની પાસે આવેલા છોટા એદ્રૂસના મકબરા પરથી છોટા એદ્રૂસની મસ્જિદ…
વધુ વાંચો >કાનો, આલૉન્સો
કાનો, આલૉન્સો (જ. 19 માર્ચ 1601, ગ્રૅનેડા, સ્પેન; અ. 3 સપ્ટેમ્બર 1667, ગ્રૅનેડા, સ્પેન) : સ્પૅનિશ બરોક ચિત્રકાર, શિલ્પી અને સ્થપતિ. ભયાનક પાપો આચરીને હિંસક જીવન જીવનાર તે એક ક્રૂર વ્યક્તિ હોવા છતાં ઋજુ સંવેદના પ્રકટાવનાર ધાર્મિક ચિત્રો અને શિલ્પો પણ તે સર્જી શક્યો છે. 1614માં સેવિલે નગરમાં જઈને શિલ્પી…
વધુ વાંચો >કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ)
કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ) : સ્થાપત્યની ર્દષ્ટિએ મહત્વનો ફ્રેન્ચ કિલ્લો. ફ્રાન્સના નગર કારકાસોંમાં લશ્કરની ટુકડીઓના રક્ષણાર્થે બાંધવામાં આવેલો ગૉથિક શૈલીનો આ નોંધપાત્ર કિલ્લો છે. એના ખંડો ચતુષ્કોણી હતા અને એના ખૂણા પર મિનારા હતા. દુશ્મનો સામે ટકવા માટે આ કિલ્લાનાં દ્વાર મજબૂત રખાયાં હતાં, પરંતુ એથી અવરજવરમાં બાધા ઉત્પન્ન થતી…
વધુ વાંચો >કારા મુસ્તફા-કોષકુ
કારા મુસ્તફા-કોષકુ (ટોપકાપી સરાઈ, ઇસ્તમ્બૂલ) : ઇસ્તમ્બૂલની ટોપકાપી સરાઈમાં બાંધેલો તુર્કીઓનો એક-ખંડી ઉદ્યાનમંડપ. આવા મંડપો સુલતાનોના નિવાસોના ભાગ તરીકે જ બંધાતા. એની બારીઓ બારણાં જેટલી જ ઊંડી અને દીવાલો કાચની છે. આ અઢારમી સદીનું કોષકુ (ઉદ્યાનમંડપ) સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. 1752માં આ મંડપનું પુન: બાંધકામ થયું હતું. મન્વિતા બારાડી
વધુ વાંચો >કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય
કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય (ઇ. પહેલો સૈકો) : પશ્ચિમ ભારતની પ્રથમ તબક્કાની બૌદ્ધ ધર્મની ગુફાઓ. આ સમયે બુદ્ધની પૂજા પ્રતીકરૂપે થતી. આ ગુફાઓની રચનામાં વિહાર અને ચૈત્ય જણાય છે. આ રચનામાં ચૈત્ય ઘણા અગત્યના છે. આ ગુફાઓમાં કાષ્ઠકામનું બાંધકામ જણાય છે. કેટલીક પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં ચૈત્યો તેમજ ચૈત્ય અને વિહાર બંને હતાં.…
વધુ વાંચો >