સૂક્ષ્મજીવશાસ્ત્ર
નિકોલે, ચાર્લ્સ જુલ્સ હેન્રી
નિકોલે, ચાર્લ્સ જુલ્સ હેન્રી (જ. 21 સપ્ટેમ્બર 1866, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1936, ટ્યૂનિસ) : ફ્રેન્ચ તબીબ અને સૂક્ષ્મજીવવિદ (microbiologist). ‘ટાયફસ’ નામના રોગના અભ્યાસ માટે તેમને 1928નું તબીબી વિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેઓ 1903–1932 સુધી ટ્યૂનિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના નિયામક હતા. તેમણે રૉ (Roux) સાથે પૅરિસમાં કામ…
વધુ વાંચો >નીગ્રી કાય
નીગ્રી કાય : નીગ્રી કાય એક પ્રકારની અંતર્ગત કાય (Inclusion body) છે, જે હડકવા (રેબીઝ) રોગના વિષાણુઓની વૃદ્ધિથી ઉત્પન્ન થાય છે. અંતર્ગત કાય કોષરસ કે કોષકેન્દ્રમાં જોવા મળે છે. અંતર્ગત કાય પ્રોટીન અથવા વિષાણુ કૅપ્સીડના પુંજ બનવાથી બને છે. આ કાય વિષાણુની વૃદ્ધિનું સ્થાન દર્શાવે છે. જુદા જુદા વિષાણુઓ અલગ…
વધુ વાંચો >નીલ-હરિત લીલ (blue-green algae)
નીલ-હરિત લીલ (blue-green algae) : મોનેરા સૃષ્ટિના સાયેનોબૅક્ટેરિયા વર્ગના સૂક્ષ્મજીવો. દેખાવમાં તે લીલ (algae) સાથે સાદૃશ્ય ધરાવે છે; પરંતુ તેની રચના બૅક્ટેરિયા જેવી હોય છે. બૅક્ટેરિયાની જેમ તેનું કોષકેન્દ્ર આવરણ વિનાનું હોય છે. લીલી વનસ્પતિની જેમ પ્રકાશ-સંશ્લેષણ દરમિયાન આણ્વિક ઑક્સિજનને તે મુક્ત કરે છે. કેટલાક નિષ્ણાતો આજે પણ તેને સાયનોફાયસી…
વધુ વાંચો >નીસેરિયા (Neisseria)
નીસેરિયા (Neisseria) : આકારે ગોળ (સહેજ મૂત્રપિંડ જેવા) એવી, બૅક્ટેરિયાની એક પ્રજાતિ. તેમાંના કેટલાક માનવશરીરમાં પ્રવેશીને રોગ ઉત્પન્ન કરે છે. તે હલનચલન કરતા નથી તેમજ બીજાણુ પણ ઉત્પન્ન કરતા નથી. ઑક્સિડેઝ અને કૅટાલેઝ કસોટી હકારાત્મક બતાવે છે. તે પીએચ. 7.4થી 7.6વાળા માધ્યમમાં 37° સે. તાપમાને વૃદ્ધિ પામી શકે છે. આ…
વધુ વાંચો >નેક્ટોન્સ
નેક્ટોન્સ : પાણીમાં ઇચ્છા અનુસાર મુક્તપણે તરી શકતાં પ્રાણીઓ. તે પ્લવક-જાળ (plankton nets) અને વૉટર બૉટલ્સ વગેરેથી દૂર રહેવા સમર્થ હોય છે. આવાં પ્રાણીઓમાં માછલીઓ, ઉભયજીવીઓ (amphibians) અને મોટા તરણકીટકોનો સમાવેશ થાય છે. મીઠા પાણીનાં તળાવ કે સરોવરના તટે નેક્ટોન્સની જાતિઓ અને તેમની વસ્તી પુષ્કળ હોય છે. પુખ્ત અને ડિમ્ભ…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાઇરૉલૉજી
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાઇરૉલૉજી : વિષાણુ(virus)ઓ અને સૂક્ષ્મજીવજન્ય ચેપી રોગો વિશે માહિતી મેળવી રોગની સામે પ્રતિરોધક ઉપાયોનું સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સંચાલિત સંસ્થા. 1952માં ICMR સંસ્થાએ તેની શરૂઆત રૉકફેલર ફાઉન્ડેશનના સહયોગથી કરી. તેનો મુખ્ય ઉદ્દેશ સંધિપાદ અને ખાસ કરીને કીટકજન્ય વિષાણુના ચેપનો પ્રતિકાર કરવા…
વધુ વાંચો >નોકાર્ડીઆ
નોકાર્ડીઆ : ઍક્ટિનોમાયસિટ્સ જૂથના જીવાણુની પ્રજાતિ. આ પ્રજાતિના જીવાણુ લાંબા, તંતુ આકારના, ફૂગને મળતા હોય છે. તે વાતજીવી છે. તેની વૃદ્ધિ વિભાજન દ્વારા થતી હોવાથી તે આકારમાં દંડાણુ અને ગોલાણુ આકારના બને છે. તે ગ્રામધની છે. જેમની કોષદીવાલમાં નોકાર્ડોમાયકૉલિક ઍસિડ નામનું દ્રવ્ય આવેલું હોય, એવી જાતિઓ ઍસિડપ્રતિકાર (acid fast) કરતી…
વધુ વાંચો >ન્યૂક્લિયો કૅપ્સિડ
ન્યૂક્લિયો કૅપ્સિડ : ન્યૂક્લીઇક ઍસિડ અને તેની ફરતે આવેલું પ્રોટીનનું બનેલું વિષાણુનું રક્ષણાત્મક કવચ (capsid). વિષાણુની આ વિશિષ્ટ રચનાને ‘ન્યૂક્લિયો કૅપ્સિડ’ કહે છે. વિષાણુ માત્ર ન્યૂક્લિયો કૅપ્સિડનું બનેલું હોય છે. સંપૂર્ણપણે વિકસિત એવા વિષાણુના ન્યૂક્લિયો કૅપ્સિડને ‘વિરિયૉન’ કહે છે. કેટલાંક વિરિયૉનમાં કૅપ્સિડની ફરતે એક વધારાનું આવરણ આવેલું હોય છે, જેને…
વધુ વાંચો >ન્યૂમોકોકસ
ન્યૂમોકોકસ : મનુષ્યમાં મુખ્યત્વે ગળા અને શ્વાસનળીના ન્યુમોનિયા તેમ જ ફેફસાના લોબર ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરતો જીવાણુ. વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિ. પહેલાં આ જીવાણુ ડિપ્લોકોકસ ન્યુમોનિ તરીકે જાણીતો હતો. આ જીવાણુની શોધ 1881માં પાશ્ચર અને સ્ટનબર્ગે કરી. લૅક્ટોબૅસિલેસી કુળની સ્ટ્રેપ્ટોકોક્સ પ્રજાતિનો આ જીવાણુ ગ્રામધની(gram positive) ગ્રામ પૉઝિટિવ હોય છે. તેનો…
વધુ વાંચો >પરજીવી (parasite)
પરજીવી (parasite) : સ્વતંત્ર રીતે જીવી ન શકે અને તે માટે બીજાં સજીવો પર આધાર રાખવો પડે તેવાં પ્રાણી અને વનસ્પતિસૃદૃષ્ટિના સભ્યો. મોટાભાગની વનસ્પતિ સ્વતંત્ર રીતે જીવવાની ક્ષમતા ધરાવે છે. પરજીવી જીવન મુખ્યત્વે પ્રાણીસૃદૃષ્ટિમાં જોવા મળે છે. પરજીવીપણું ક્ષણિક હોય કે કાયમી અને વ્યાપક (extensive) યા સઘન (intensive). મોટાભાગના પરજીવીઓ…
વધુ વાંચો >