સૂક્ષ્મજીવશાસ્ત્ર
સંદૂષણ-જૈવ (bio-cumulative pollution)
સંદૂષણ–જૈવ (bio-cumulative pollution) : વાતાવરણના અવિઘટનીય પ્રદૂષકો કાળક્રમે મનુષ્ય અગર ઉચ્ચકક્ષાનાં પ્રાણીઓના જૈવ-તંત્રમાં પ્રવેશી સંચિત દૂષણ પેદા કરે તેવી પરિસ્થિતિ. તેના સંભવિત પ્રાદુર્ભાવનો માર્ગ આ મુજબ છે : જ્યારે વાતાવરણમાં રહેલો પ્રદૂષક અવિઘટનીય અને વસારાગી (લીપોક્લિક – લિપિડ માટેનું આકર્ષણ ધરાવતા) હોય ત્યારે સંદૂષણ થાય છે. પ્રદૂષકો વસારાગી હોવાથી જમીન…
વધુ વાંચો >સંવર્ધન (સૂક્ષ્મજીવશાસ્ત્ર)
સંવર્ધન (સૂક્ષ્મજીવશાસ્ત્ર) : સજીવો, સજીવોની પેશીઓ અથવા તેમના કોષોને પ્રયોગશાળામાં યોગ્ય પોષણ તેમજ વાતાવરણ પૂરું પાડી, તેમની સંખ્યામાં વૃદ્ધિ તેમજ વિકાસ સાધવાની પદ્ધતિઓ. કોઈ પણ સજીવને જ્યારે સુયોગ્ય પોષણ તેમજ તે પોષણના પાચન માટે અનુકૂળ વાતાવરણ મળી રહે, ત્યારે તેના કદ તેમજ તેની સંખ્યામાં વધારો થાય છે. કુદરતી અવસ્થામાં જ્યારે…
વધુ વાંચો >સાલ્મોનેલ્લા
સાલ્મોનેલ્લા : ઍન્ટેરોબૅક્ટેરિયેસી કુળનો ગ્રામ નેગેટિવ કસોટી બતાવતો દંડાણુ બૅક્ટેરિયા. લિગ્નીયર્સે (Lignieres) વર્ષ 1900માં શોધેલ આ જીવાણુને અમેરિકન જીવાણુવિદ સાલ્મન(D. E. Salmon)ની યાદમાં ‘સાલ્મોનેલ્લા’ (Salmonella) એવું જાતિનામ અપાયું છે. જીવાણુની વર્ગીકરણના પ્રચલિત ‘બર્ગી’ કોશ ખંડ એકમાં વિભાગ પાંચ ‘અનાગ્રહી અજારક ગ્રામ-ઋણ દંડાણુ’(Facultatively anaerobic Gram-negative rods)માં સાલ્મોનેલ્લાને કુળ ઍન્ટેરોબૅક્ટેરિયેસી(Enterobacteriaceae)ની અન્ય ચૌદ…
વધુ વાંચો >સિડની બ્રેનર
સિડની બ્રેનર (જ. 13 જાન્યુઆરી 1927, જર્મિસ્ટન, સાઉથ આફ્રિકા; અ. 5 એપ્રિલ 2019 સિંગાપોર) : 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અંગ્રેજ આણ્વિક જીવવિજ્ઞાની. તેમણે 1954માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1957માં તેમણે યુ.કે.માં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ(MRC)માં કાર્યારંભ કર્યો. 1979–1986 સુધી તેની આણ્વિક જીવવિજ્ઞાનની પ્રયોગશાળાના અને 1986–1991 સુધી આણ્વિક જનીનવિજ્ઞાન…
વધુ વાંચો >સિદ્દીકી ઑબેદ
સિદ્દીકી ઑબેદ (જ. 1 જાન્યુઆરી 1932, બસ્તી, ઉ.પ્ર.) : ખ્યાતનામ આનુવંશિક-શાસ્ત્રવિદ (જનીનશાસ્ત્રવિદ) (geneticist). અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.એસસી.નું શિક્ષણ લીધું. 1961માં ગ્લાસ્ગો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1961-62માં પેન્સિલવેનિયા યુનિવર્સિટી(ફિલાડેલ્ફિયા)માં પોસ્ટ ડૉક્ટરલ-સંશોધનકાર્ય કર્યું. 1953-57 દરમિયાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. 1958-61 દરમિયાન ગ્લાસ્ગો યુનિવર્સિટીના આનુવંશિક-વિજ્ઞાન-વિભાગમાં સંશોધન સ્કૉલર…
વધુ વાંચો >સૂક્ષ્મજીવવિજ્ઞાન (Microbiology)
સૂક્ષ્મજીવવિજ્ઞાન (Microbiology) બૅક્ટેરિયા (જીવાણુ), વાયરસ (વિષાણુ), ફૂગ (Fungi) અને પ્રજીવ (Protozoa) જેવા સૂક્ષ્મજીવોનો જેમાં વિગતવાર અભ્યાસ થાય છે તેવી જીવવિજ્ઞાનની પ્રાયોજિત શાખા. (I) અગાઉ તેનો અભ્યાસ રોગોની અસર જાણવા માટે થતો. 20મી સદીમાં આ સૂક્ષ્મજીવવિજ્ઞાનનો ઝોક દેહધાર્મિક ક્રિયા, જીવરસાયણશાસ્ત્ર અને જનીનવિદ્યાની પ્રક્રિયાઓ સમજવા તરફનો છે. પ્રયોગશાળામાં જીવાણુ કે વિષાણુઓનું સંવર્ધન…
વધુ વાંચો >સૂક્ષ્મજીવાણુકીય આથવણ (Microbial fermentation)
સૂક્ષ્મજીવાણુકીય આથવણ (Microbial fermentation) કાર્બનિક પદાર્થો પરની જારક કે અજારક જીવાણુકીય પ્રક્રિયા દ્વારા આર્થિક દૃષ્ટિએ અગત્યનાં ઉત્પાદનો મેળવવાની જૈવરાસાયણિક ક્રિયા. આથવણ માટેનો ‘ફર્મેન્ટેશન’ શબ્દ લૅટિન ભાષામાંથી આવેલો છે, જેનો અર્થ ઊકળવું એવો થાય છે (ferveo = ઊકળવું). તે એક જીવંત સૂક્ષ્મજીવીય પ્રક્રિયા છે. સૂક્ષ્મજીવાણુકીય આથવણ દ્વારા સેંકડો વિવિધ ઉત્પાદનો ઔદ્યોગિક…
વધુ વાંચો >સૂક્ષ્મજીવીય નિક્ષાલન (Microbial leaching)
સૂક્ષ્મજીવીય નિક્ષાલન (Microbial leaching) : સૂક્ષ્મજીવો-(microbes)ની પ્રક્રિયાઓ વડે ઘન મિશ્રણમાંથી દ્રાવકો પસાર કરીને દ્રાવ્ય ઘટકો છૂટા પાડવાની પદ્ધતિ. લોહ અને સલ્ફરનું ઉપચયન કરી વૃદ્ધિ પામતાં જીવાણુઓ (થાયોબેસિલસ ફેરોઑક્સિડાન્સ) દ્વારા ખાણમાંથી મળી આવતી ખનિજ-સ્વરૂપે રહેલી અદ્રાવ્ય કાચી ધાતુના દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરણની રીત. ઉદાહરણ : તાંબું, લોહ, યુરેનિયમ વગેરે જેવી ધાતુઓ ખાણમાં…
વધુ વાંચો >સેલ્યુલોઝ (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
સેલ્યુલોઝ (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : કુદરતમાં વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતો કાર્બનિક પદાર્થ. તે ગ્લુકોઝ એકમોનો બનેલો હોઈ તેના એક અણુમાં 2000થી 15,000 જેટલા ગ્લુકોઝના એકમો હોય છે. તેનો અણુભાર 2 લાખથી 24 લાખ ડાલ્ટન જેટલો હોય છે. સામાન્ય રીતે સેલ્યુલોઝ પર સૂક્ષ્મજીવો કે ઉત્સેચકોની અસર થતી નથી; તેમ છતાં એવા સૂક્ષ્મજીવો અને…
વધુ વાંચો >સ્ટિકલૅન્ડ પ્રક્રિયા (stickland reaction)
સ્ટિકલૅન્ડ પ્રક્રિયા (stickland reaction) : ક્લૉસ્ટ્રિડિયા બૅક્ટેરિયામાં કાર્યશક્તિ (ATP) મેળવવામાં અપનાવાતી એમીનોઍસિડોના આથવણની એક ભિન્ન પ્રકારની જીવ-રાસાયણિક પ્રક્રિયા કે પથ. ક્લૉસ્ટ્રિડિયા (Clostridium sporogenes અને C. botulinum) પ્રોટીનોમાંના એમીનોઍસિડોનું એવી રીતે આથવણ (fermentation) કરે છે કે તે પૈકીના એક એમીનોઍસિડના અણુનું ઉપચયન (oxidation) થાય છે અને બીજા એમીનોઍસિડના અણુનું અપચયન (reduction)…
વધુ વાંચો >