સુશ્રુત પટેલ
નિઝામિયા ઑબ્ઝર્વેટરી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ
નિઝામિયા ઑબ્ઝર્વેટરી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ : દક્ષિણ ભારતમાં હૈદરાબાદ ખાતે આવેલી વેધશાળા, જેની સ્થાપના હૈદરાબાદના એક રઈસ ગૃહસ્થ નામે નવાબ ઝફરજંગે 1901માં તદ્દન ખાનગી રાહે કરી હતી. નિઝામિયા વેધશાળાના સ્થાપક ધનિક રઈસ ખગોળપ્રેમી નવાબ ઝફરજંગ નવાબજંગે તેમનું ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું હતું અને વિદેશની મુસાફરી દરમિયાન પૅરિસમાં ભરાયેલી ખગોળશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >પાર્કસ ઑબ્ઝર્વેટરી ઑસ્ટ્રેલિયા
પાર્કસ ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી આશરે 300 કિમી. પશ્ચિમે આવેલા પાર્કસથી 20 કિમી ઉત્તરે, સમુદ્રની સપાટીથી લગભગ 392 મી.ની ઊંચાઈએ આવેલી ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રેડિયો-ખગોળ વેધશાળા. તે ઑસ્ટ્રેલિયન નૅશનલ રેડિયો એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી તરીકે ઓળખાય છે. 1971 સુધી દુનિયામાં જે દસેક જેટલા મોટા-મોટા રેડિયો-ટેલિસ્કોપ અસ્તિત્વમાં હતા, તેમાં અહીંના…
વધુ વાંચો >પિક દુ મિદિ ઑબ્ઝર્વેટરી ફ્રાન્સ
પિક દુ મિદિ ઑબ્ઝર્વેટરી, ફ્રાન્સ : ફ્રાન્સ-સ્પેનને અલગ કરતી પિરેનીઝ પર્વતમાળાના ઓતરાદે છેડે, સમુદ્રની સપાટીથી આશરે 2,877 મી.ની ઊંચાઈએ આવેલી ફ્રાન્સની એક વેધશાળા. પ્રારંભમાં વેધશાળાઓ પૃથ્વીની સપાટી ઉપર સ્થાપવામાં આવતી હતી. ત્યારબાદ કેટલીક અનુકૂળતાઓ ખાતર ઊંચા ઊંચા પર્વતો ઉપર તે સ્થાપવાનું શરૂ થયું. વિશ્વમાં ઘણી વેધશાળાઓ ઊંચા પર્વતો ઉપર આવેલી…
વધુ વાંચો >પુણે વેધશાળા
પુણે વેધશાળા : 1842ના મે મહિનામાં પુણેમાં સ્થાપવામાં આવેલી એક ખાનગી વેધશાળા. એનો સ્થાપક કૅપ્ટન વિલિયમ સ્ટિફન જૅકોબ (1813-1862) નામનો એક અંગ્રેજ ખગોળશાસ્ત્રી હતો. ઈંટો વડે બનેલી આ નાનકડી વેધશાળાની ઇમારતનો આકાર અષ્ટકોણી અને એનું ધાબું અન્ય વેધશાળાઓની જેમ ગુંબજવાળું નહીં, પરંતુ ગડી વાળી શકાય તેવું રાખવામાં આવ્યું હતું. આ…
વધુ વાંચો >પુલ્કોવો ઑબ્ઝર્વેટરી – રશિયા
પુલ્કોવો ઑબ્ઝર્વેટરી – રશિયા : સેંટ પીટર્સબર્ગની પાસે આશરે 75 મીટર જેટલી ઊંચાઈએ આવેલી રશિયાની વેધશાળા. પ્રાપ્ત સંદર્ભો અનુસાર એની સ્થાપના 1839માં રશિયાના સમ્રાટ નિકોલસ – પહેલાના આશ્રયે વિલ્હેમ સ્ટુવ (1793-1864) નામના ખગોળશાસ્ત્રીએ કરી અને તે એના પ્રથમ નિયામક બન્યા. 1862માં એમની નાદુરસ્ત તબિયતને કારણે વેધશાળાનું સંચાલન એમના પુત્ર ઑટો…
વધુ વાંચો >પૅરિસ વેધશાળા ફ્રાન્સ
પૅરિસ વેધશાળા, ફ્રાન્સ : ખગોલીય સંશોધનમાં અગ્રેસર એવી ફ્રાન્સની વેધશાળા. આ વેધશાળા આજે તો સરકારી કે રાષ્ટ્રીય છે, પણ એની સ્થાપના ફ્રાન્સના રાજા લૂઈ ચૌદમાએ શાહી વેધશાળા તરીકે ઈ. સ. 1667માં કરી હતી. એ કાળે તે ‘સન કિંગ ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાતી. દુનિયામાં અન્ય સ્થળોએ શાહી વેધશાળાઓ આવેલી છે ખરી, પરંતુ…
વધુ વાંચો >પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર કૉલકાતા
પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર, કૉલકાતા : રાષ્ટ્રને વૈજ્ઞાનિક અને નાગરિક હેતુઓ માટે તથા પંચાંગ તૈયાર કરવા જરૂરી આધારભૂત ખગોલીય સામગ્રી પૂરી પાડતી સરકારી કચેરી. ‘ઇન્ડિયા મીટિયરલૉજિકલ ડિપાર્ટમેન્ટ’ અર્થાત ભારતના ઋતુવિજ્ઞાન વિભાગ હેઠળ કામગીરી બજાવતું આ સેન્ટર કૉલકાતામાં આવેલું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં ભારતમાં ખગોળ અને ખગોળ-ભૌતિકીમાં થયેલી પ્રગતિ અને હવે…
વધુ વાંચો >પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી
પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી, કલકત્તા : અઢારમી અને ઓગણીસમી સદીમાં કૉલકાતામાં ખગોલીય નિરીક્ષણો માટે આધુનિક જે ત્રણેક વેધશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની એક. અન્ય બે તે ‘કલકત્તા ઑબ્ઝર્વેટરી’ અને ‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી’ છે. આ પૈકી કલકત્તા ઑબ્ઝર્વેટરી સૌ પહેલાં 1825માં સ્થાપવામાં આવી. એ પછી 1875માં ‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી’ની સ્થાપના થઈ…
વધુ વાંચો >બિનરાકાન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા
બિનરાકાન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા : ભૂતપૂર્વ સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘ(USSR)ની વિજ્ઞાન અકાદમી દ્વારા સંચાલિત રશિયાની પ્રમુખ વેધશાળા. આ વેધશાળા આર્મેનિયન રિપબ્લિકની રાજધાની યેરવાનથી વાયવ્યે 27 કિમી. દૂર, માઉન્ટ આરાગટ્ઝના દક્ષિણવર્તી ઢોળાવ ઉપર સમુદ્રની સપાટીથી 1,500 મીટર ઊંચાઈએ 40°20´ ઉત્તર અક્ષાંશ અને 44° 17.5´ પૂર્વ રેખાંશ ઉપર આવેલી છે. આ વેધશાળાની…
વધુ વાંચો >બેક્લિન-ન્યૂજબૌર સ્રોત
બેક્લિન-ન્યૂજબૌર સ્રોત (Becklin-Neugebauer Object) : મૃગ-તારામંડળમાં આવેલો અતિશય તીવ્ર, અનિશ્ચિત અવરક્ત (infrared) વિકિરણ સ્રોત. અવરક્ત-ખગોળશાસ્ત્ર(infrared astronomy)ના વિકાસમાં, 1932માં જર્મનીમાં જન્મેલા અને અમેરિકા જઈને વસેલા જિરાલ્ડ (ગેરી) ન્યૂજબૌર(Gerald / Gerry Neugebauer)નો ફાળો મહત્વપૂર્ણ છે. 1960ના અરસાથી આરંભાયેલા એક પ્રૉજેક્ટમાં ન્યૂજબૌર અને એમના કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીના સાથીદારો આકાશમાં આવેલા અવરક્ત સ્રોતનો…
વધુ વાંચો >