સુશ્રુત પટેલ
ઝેલેન્યુકસ્કાયા ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા
ઝેલેન્યુકસ્કાયા ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા (Zelenchu-kskaya Astrophysical Observatory) : રશિયાની ખગોલભૌતિકી (astrophysical) વેધશાળા. તે કાસ્પિયન સમુદ્ર અને કાળા સમુદ્રની વચ્ચે આવેલા રશિયાના દક્ષિણી પ્રદેશમાં જ્યૉર્જિયા અને આઝરબૈજાનની ઉત્તર સરહદે આવેલી કૉકેસસ પર્વતમાળાના ઉત્તર ઢોળાવ તરફના માઉન્ટ પાસ્તુખૉવ (Mt. Pastukhov) ખાતે, રશિયા અને જ્યૉર્જિયાની સરહદોને અડીને, સમુદ્રની સપાટીથી આશરે 2,070 મીટર ઊંચાઈએ…
વધુ વાંચો >ટાયકોનો નોવા
ટાયકોનો નોવા : ડેનમાર્કના ખગોળશાસ્ત્રી ટાયકો બ્રાહી(1546–1601)એ ઈ. સ. 1572ના નવેમ્બરની 11મી તારીખે સાંજે સૂર્યાસ્ત પછી લગભગ મધ્ય આકાશમાં આવેલા શર્મિષ્ઠા તારામંડળ-(Cassiopeia)માં જોયેલો એક ‘નોવા’ અર્થાત્, ‘નવો તારો’. શર્મિષ્ઠા તારામંડળના આલ્ફા, બીટા અને ગૅમા તારાઓની ઉત્તરે કૅપા નામે એક અત્યંત ઝાંખા તારાની નજીકમાં જ્યાં અગાઉ કોઈ તારો ન હતો ત્યાં…
વધુ વાંચો >ટાયકો પ્રણાલી
ટાયકો પ્રણાલી (Tychonic system) : સોળમી સદીમાં થઈ ગયેલા ટાયકો બ્રાહી (1546–1601) નામના ડેન્માર્કના ખગોળશાસ્ત્રીએ 1588માં રજૂ કરેલો વિશ્વની રચના અંગેનો સિદ્ધાંત. ટાયકોએ આ સિદ્ધાંત રજૂ કર્યો એ અગાઉ નિકોલસ કૉપરનિકસે (1473–1543) સૂર્યમંડળ અંગેનો પોતાનો સૂર્યકેન્દ્રીય (heliocentric) વાદ રજૂ કરી દીધો હતો; તેમ છતાં એ સૂર્યમંડળનું સૈદ્ધાંતિક મૉડલ હતું અને…
વધુ વાંચો >ટી-વૃષભ તારકવૃંદ
ટી-વૃષભ તારકવૃંદ (T Tauri stars) : તારાઓના વિકાસક્રમની આરંભિક અવસ્થામાં રહેલા અને જેમાં સંકોચન(contraction)ની પ્રક્રિયા હજુ ચાલુ છે એવા અનિયમિત રૂપવિકાર દાખવતા અત્યંત યુવાન વર્ગના તારા. ‘ટી-વૃષભ તારકવૃંદ’ પ્રકારના આ તારકોનું નામ આ તારક વર્ગની વિશિષ્ટતા ધરાવતા સૌથી પ્રથમ વૃષભ તારા-મંડળમાં મળી આવેલા ‘ટી’ નામના તારા પરથી આપવામાં આવેલું છે.…
વધુ વાંચો >ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ
ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ (જ. 4 ફેબ્રુઆરી 1906, સ્ટ્રીટર, ઇલિનોઇસ, યુ.એસ.; અ. 17 જાન્યુઆરી 1997, મેસિલ્લા પાર્ક, ન્યૂ મૅક્સિકો) : પ્લૂટોનો શોધક, અમેરિકી ખગોળશાસ્ત્રી. પિતાની વાડીમાં પડેલાં યંત્રોના ભંગારમાંથી ટૉમ્બોએ 23 સેમી.નું એક ટેલિસ્કોપ બનાવીને આકાશનિરીક્ષણ ચાલુ કરી દીધું હતું. નાની વયે ટૉમ્બો ખગોળ તરફ આકર્ષાયા હતા. ખગોળનો આ…
વધુ વાંચો >ટૉલેમી પ્રણાલી
ટૉલેમી પ્રણાલી (Ptolemaic system) : ઈસુની બીજી સદીમાં થયેલા ગ્રીસના સૌથી વધુ પ્રભાવશાળી ખગોળશાસ્ત્રી ટૉલેમીએ રજૂ કરેલી ભૂકેન્દ્રીય વિશ્વપ્રણાલીનો સિદ્ધાંત. સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની આકાશમાં દેખાતી ગતિઓને સમજાવી શકે અને ભવિષ્યમાં એ બધા પિંડો આકાશમાં ક્યાં હશે તે સંબંધી માહિતી આપી શકે તેવો સિદ્ધાંત, વાદ કે મૉડલ. પ્રાચીન ગ્રીક લોકો…
વધુ વાંચો >ટ્રોજન લઘુગ્રહો
ટ્રોજન લઘુગ્રહો (trojan asteroids) : ગુરુની કક્ષામાં આવેલા, લઘુગ્રહો. તેનાં બે જૂથ છે. આ પૈકીનું એક જૂથ ગુરુની આગળ અને બીજું એટલા જ અંતરે, એટલે કે 60o, પાછળ રહીને ગુરુની સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. લઘુગ્રહનાં આ બંને જૂથ જે સ્થાન પર આવેલાં છે તેમને ‘લગ્રાન્જ બિંદુઓ’ કહે છે.…
વધુ વાંચો >ત્રિવેન્દ્રમ વેધશાળા
ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા) : ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રાવણકોરના રાજા રામ વર્માએ તે સમયે ભારત ખાતેના બ્રિટનના રાજકીય પ્રતિનિધિ રેસિડન્ટ જનરલ સ્ટુઅર્ટ ફ્રેઝરના સૂચનથી 1836માં ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ખગોલીય વેધશાળા. આ વેધશાળા ‘ત્રાવણકોર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાય છે. આ વેધશાળાની ઇમારતનો નકશો તૈયાર કરવાની અને એના બાંધકામની જવાબદારી ચેન્નાઈના એક ઇજનેર કૅપ્ટન…
વધુ વાંચો >થેબિત ઇબ્ન કુર્રા
થેબિત ઇબ્ન કુર્રા (જ. આશરે ઈ. સ. 836, સીરિયા; અ. ઈ. સ. 901, બગદાદ) : આરબ ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, વૈદ્ય-ચિકિત્સક. ગ્રીક, અરબી અને સીરિયાઈ ભાષાઓનો પ્રકાંડ પંડિત અને ઉત્તમ અનુવાદક. નવમી સદીમાં થયેલી આરબ-ઇસ્લામી સંસ્કારિતાનો એક પ્રતિનિધિ. તુર્કસ્તાનમાં આવેલા હારાન નામના ગામમાં એક કુલીન વંશમાં એનો જન્મ. એના જીવન અંગે બહુ…
વધુ વાંચો >થેલીઝ
થેલીઝ (Thales of Meletus) : (જ. ઈ. સ. પૂ. 624 મિલેટસ, ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 546 મિલેટસ) : થેલીઝને ગ્રીક વિજ્ઞાનના અને ખાસ કરીને તત્વજ્ઞાન અને ભૂમિતિ જેવી શાખાઓના જનક માનવામાં આવે છે. તેમનું એક પણ લખાણ ઉપલબ્ધ નથી. તેથી થેલીઝની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવું અને તેમની સાથે સંકળાયેલી લોકવાયકાઓને…
વધુ વાંચો >