ડિંગલ : પશ્ચિમી રાજસ્થાની કે મારવાડી સાહિત્ય-સ્વરૂપ. પિંગલને આધારે આ નામ પ્રચલિત થયાનું મનાય છે. જોધપુરના કવિરાજ બાંકીદાસરચિત ‘કુકવિ બત્તિસી’ (A. D. 1815)માં એનો પ્રથમ પ્રયોગ થયેલો નજરે પડે છે. બાંકીદાસ અને એમના વંશજ બુધાજીએ તત્કાલીન મારવાડી ભાષાને ‘ડિંગલ’ નામ આપ્યું છે, ત્યારથી સાહિત્યજગતમાં પણ આ નામ પ્રચલિત થયું છે. ચારણ, ભાટ, રાવ, મોતીસર વગેરે રાજસ્થાનની જાતિવિશેષોએ ડિંગલમાં ઘણી રચનાઓ કરી છે. ડિંગલમાં ગદ્ય અને પદ્યાત્મક બંને સ્વરૂપ પ્રયોજાયાં છે. ઇતિહાસને લગતી ગદ્ય અને પદ્યાત્મક રચનાઓ ‘ખ્યાત’, ‘બાન’ વગેરે સ્વરૂપમાં આવે છે. જ્યારે કેવળ પદ્યાત્મક કૃતિઓ ચરિત્રનાયકના નામ પથી વિશેષ મળે છે. ‘ઢોલા મારૂ રા દૂહા’ અને ‘મ્હોણોત નેણસીરીખ્યાત’ ડિંગલ સાહિત્યનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ